Home /News /lifestyle /આંખોમાં બળતરા અને ખંજવાળ બહુ આવે છે? તો આ ઘરેલું ઉપાયોથી તરત રાહત મેળવો
આંખોમાં બળતરા અને ખંજવાળ બહુ આવે છે? તો આ ઘરેલું ઉપાયોથી તરત રાહત મેળવો
આંખો બહુુ સેન્સેટિવ ભાગ હોય છે.
Eye fatigue and irritation problems: સિઝનની અસર દરેક લોકોના હેલ્થ પર થતી હોય છે. આ સાથે જ હાલમાં બહારના વાતાવરણને કારણે અનેક લોકોને આંખોમાં બળતરા અને ખંજવાળની સમસ્યા રહેતી હોય છે. તમને પણ આ સમસ્યા થાય છે તો આ ઉપાય બેસ્ટ છે.
Home Remedies For Eye Fatigue And Irritation: બદલાતા વાતાવરણની સૌથી મોટી અસર હેલ્થ અને સ્કિન પર પડે છે. વાત કરવામાં આવે તો હાલમાં વાતાવરણ એકદમ બદલાઇ રહ્યું છે. આ સાથે જ બહાર ધૂળ અને પ્રદુષણને કારણે આંખોમાં બળતરા અને ખંજવાળની સમસ્યા લોકોને વધારે રહે છે. આ સાથે જ જે લોકો સતત લેપટોપમાં કામ કરે છે એમને આંખોને લગતી સમસ્યાઓ વધારે થાય છે. તડકો અને દૂષિત હવાને કારણે આંખોમાં ડ્રાયનેસની સમસ્યા વધી જાય છે જેના કારણે આંખોમાં બળતરા અને ખંજવાળ આવે છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયો અજમાવી શકો છો. તો જાણો આ વિશે વધુમાં તમે પણ..
વેબએમડી અનુસાર આંખોમાં સ્ટ્રેસને કારણે પણ આંખોમાં બળતરા, ફોકસ કરવામાં તકલીફ, ડ્રાયનેસ, આંખોમાંથી પાણી આવવું, ડબલ વિઝન, ચોખ્ખુ દેખાવવુ નહીં, કમરમાં દુખાવો સહિત બીજી અનેક તકલીફો થઇ શકે છે.
આંખોમાં થતી બળતરા અને ખંજવાળ દૂર કરવાના ઉપાયો
ઠંડા પાણીનો ઉપયોગ કરો
આંખોમાં બહુ થાક લાગે છે તો તમે આંખોમાં પાણી છાંટો. આનાથી આંખોમાં ઠંડક થાય છે. આ સાથે જ તમે સારું ફિલ કરો છો. આ સાથે જ હાઇડ્રેશનનો ખ્યાલ રાખો અને ભરપૂર પાણી પીઓ. આનાથી શરીર ડિટોક્સ થાય છે અને અનેક મુશ્કેલીઓમાંથી બહાર આવો છો.
તમે ખીરાની મદદથી આંખોમાં ઠંડક કરી શકો છો. આ માટે તમે ખીરાની પાતળી સ્લાઇસ કટ કરી લો અને ફ્રિજમાં મુકી દો. પછી આ સ્લાઇસને આંખો પર મુકો. આ સ્લાઇસ તમે 10 થી 15 મિનિટ માટે આંખો પર મુકી રાખો. આમ કરવાથી આંખોમાં ઠંડક થાય છે.
ઠંડા દૂધનો ઉપયોગ કરો
આંખોને આરામ આપવા માટે દૂધનો ઉપયોગ તમે કરી શકો છો. આ માટે એક બાઉલમાં દૂધ લો અને એમાં કોટનનો રૂ ડીપ કરીને આંખો પર મુકો. પછી આંગળીઓની મદદથી માલિશ કરો. આમ કરવાથી આંખોમાં ફ્રેશનેસ આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર