Home /News /lifestyle /યુરિક એસિડ વધવાથી થાય છે દિનચર્યામાં સમસ્યા, તો અપનાવો આ 5 ઔષધિઓ

યુરિક એસિડ વધવાથી થાય છે દિનચર્યામાં સમસ્યા, તો અપનાવો આ 5 ઔષધિઓ

યુરિક એસિડ વધવાથી થાય છે દિનચર્યામાં સમસ્યા

Uric Acid problem: યુરિક એસિડ વધવાથી ઘણી સમસ્યાઓ સર્જાય છે. જેવી કે સાંધાની સમસ્યા, કિડનીમાં પથરી વગેરેની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં તેને ઘટાડવા માટે કેટલીક ઔષધિઓ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

    How to Control Uric Acid: યુરિક એસિડ (Uric Acid) લોહીમાં જોવા મળતો એક જાતનો કચરો છે. જ્યારે પ્યુરિન જેવા ઘટકોનું ચયાપચય થાય છે, ત્યારે આ એસિડ બને છે. સામાન્ય સ્થિતિમાં યુરિક એસિડ કિડની અને પેશાબ દ્વારા પસાર થાય છે. પરંતુ જ્યારે આપણે પ્યુરિનથી ભરપૂર વસ્તુઓનું વધુ સેવન કરીએ છીએ, ત્યારે શરીરમાં આ એસિડનું પ્રમાણ વધી જાય છે.

    હેલ્થલાઈન મુજબ યુરિક એસિડ વધવાને કારણે આર્થરાઈટિસ થવાની શક્યતા વધી જાય છે. વધેલા યુરિક એસિડને ઘટાડવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી ખૂબ જ જરૂરી છે. જો કે, આના પ્રમાણને ઘટાડવામાં કેટલીક ઔષધિઓ પણ ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું છે. ચાલો જાણીએ કે તે કઈ ઔષધિઓ છે જે યુરિક એસિડ એટલે કે હાઈપરયુરિસેમિયા વધવાની સ્થિતિમાં લાભદાયક માનવામાં આવે છે.

    આ પણ વાંચો: Health Medications: ભોજન સાથે ક્યારેય ન લો આ દવાઓ, થઇ શકે છે મુશ્કેલી

    ત્રિફળાઃ

    ત્રિફળા (Triphala) એટલે ત્રણ ફળ એટલે કે બિભીતકી (Bibhitaki), અમલકી (Amalaki) અને હરિતકી (Haritaki). આ ત્રણ ફળ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમાં બળતરા વિરોધી એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે વધેલા યુરિક એસિડને ઘટાડવામાં ફાયદાકારક છે.

    ગિલોયઃ

    આયુર્વેદમાં ગિલોય (Giloy)નો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેના ઔષધીય ગુણોને કારણે તેને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાયદાકારક માનવામાં આવે છે. ગિલોય શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. તેનામાં દુઃખાવામાંથી છુટકારો અપાવનાર અને બળતરામાં રાહત આપનાર ગુણધર્મો રહેલા છે.

    આ પણ વાંચો:  Health Benefits of Papaya: રોજ ખાઓ આટલું પપૈયુ અને બચો કેન્સરથી લઇને આ ગંભીર બીમારીઓથી

    લીમડો:

    લીમડા (Neem)નો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાં જડીબુટ્ટી તરીકે થાય છે. તેના ગુણોને કારણે તે યુરિક એસિડના પ્રમાણને ઘટાડવામાં ફાયદાકારક માનવામાં આવે છે, આ સાથે તે પેટ માટે પણ ખૂબ ફાયદાકારક છે.

    કારેલા:

    કારેલાને (Bitter gourd) સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે લોહીને શુદ્ધ કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેવી જ રીતે સંધિવાની સારવારમાં પણ તે લેવાની સલાહ આપવામાં આવે છે. જો કે, એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તેનો ઉપયોગ યુરિક એસિડનું પ્રમાણ ઘટાડે છે અથવા સંધિવા મટાડે છે.

    હળદર:

    હળદર (Turmeric)એ દરેક ભારતીય રસોડામાં જોવા મળતો સૌથી સામાન્ય મસાલો છે. તેમાં અનેક ઔષધીય ગુણો છે. હળદર એક એવી જડીબુટ્ટી છે, જે શરીરમાં યોગ્ય રીતે યુરિક એસિડનું સ્તર જાળવવામાં મદદ કરે છે. તમે તેને શાકભાજી, સૂપ વગેરેમાં સરળતાથી ઉમેરીને તેનું સેવન કરી શકો છો. વધેલા યુરિક એસિડના પ્રમાણને ઘટાડવા માટે રોગી એ માટે તેની જીવનશૈલીમાં સુધારો કરવો સૌથી મહત્વપૂર્ણ છે. આ માટે દરરોજ કસરત કરો અને યોગ્ય આહાર લો. આ તમને સ્વસ્થ રહેવામાં પણ મદદ કરશે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Ayurvedic health tips, Health tips આરોગ્ય ટિપ્સ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन