Home /News /lifestyle /એક રોટલી પર કેટલું ઘી લગાવવું જોઇએ? રોટલી પર ઘી લગાવવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય? જાણો આ વિશે

એક રોટલી પર કેટલું ઘી લગાવવું જોઇએ? રોટલી પર ઘી લગાવવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય? જાણો આ વિશે

જાણો ઘીના ફાયદા

benefits of ghee in roti: રોટલી પર ઘી લગાવીને ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. ઘણાં લોકો રોટલી પર ઘી લગાવીને ખાતા હોતા નથી, જ્યારે અનેક લોકો એવા હોય છે જે રોટલી પર ઘી લગાવે તો જ એમને જમતી વખતે સંતોષ થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણાંમાંથી ઘણાં બધા લોકો એવા હોય છે જે રોટલી પર માખણ અને ઘી લગાવતા હોય છે. રોટલી પર ઘી લગાવવાથી એમાંથી સ્મેલ મસ્ત આવે છે અને સાથે સુકી પણ પડતી નથી. પરંતુ શું તમે જાણો છો રોટલી પર ઘી લગાવવાથી કોઇ ફાયદો થાય? રોટલી પર કેટલું ઘી લગાવવું જોઇએ? આ ટાઇપના દરેક પ્રશ્નોના જવાબ આંચલ સોગાની પાસેથી તમે જાણી શકો છો. આંચલ સોગાની એક સારા ન્યુટ્રિશનિસ્ટ છે જેમને આ વિશે ઇન્સ્ટાગ્રામ પર માહિતી શેર કરી છે. તમને ખ્યાલ હશે કે ભારતીય પરિવારોમાં ખાસ કરીને ઉત્તરમાં ધાર્મિકતા અનુસાર રોટલી પર ઘી લગાવવામાં આવે છે.

    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો આદુ-લસણની ચટણી

    • ઘી રોટલીના ગ્લાયકેમિક ઇન્ડેક્સને નીચે લાવવામાં મદદ કરે છે. આ સાથે ગ્લાયકેમિક ઇન્ડેક્સ એટલે કે જીઆઇ એ કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતા ખોરાક માટેની એક સિસ્ટમ ઉભી કરે છે. ઘી લગાવીને ખોરાક ખાવામાં આવે ત્યારે એ ગ્લુકોઝ સ્તરને ઝડપથી અસર કરવાનું કામ કરે છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે ઘી જ્યારે કોઇ વાનગીમાં લગાવીને ખાવામાં આવે તો એનો સ્વાદ બમણો થઇ જાય છે. ઘી ખાવાથી ચરબીયુક્ત ખોરાક ખાવાની જરૂરિયાત દિવસ દરમિયાન રહેતી નથી.

    • ઘીમાં ચરબીનું વિટામીન્સ હોય છે જે વજન ઘટડાવામાં મદદ કરે છે. આ સાથે જ હોર્મોન્સને સંતુલિત કરવામાં અને સારું કોલેસ્ટ્રોલ જાળવા રાખવામાં મદદ કરે છે.


    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો 'પનીર બટર મસાલા'



      • ઘીમાં રહેલી તાકાત મુક્ત રેડિકલ ઉતપન્ન કરતા અટકાવે જેના કારણે શરીરના કોષોને નુકસાન થતુ અટકાવે છે.







    એક રોટલી પર કેટલું ઘી લગાવવું જોઇએ?


    ઘી ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એ વાત સાચી છે, પરંતુ ઘણાં બધા લોકો એવા હોય છે જે રોટલી પર વધારે પ્રમાણમાં ઘી લગાવતા હોય છે. તમને જણાવી દઇએ કે એક રોટલી પર એક નાની ચમચી ઘી લગાવવું જોઇએ. આનાથી વધારે ઘી શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે.




    સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે ઇન્સ્ટાગ્રામ પર આ વિશે જણાવે છે કે દાળ, ભાત, ભાખરી અને રોટલી પર ઘી લગાવવું જરૂરી છે, કારણકે આમાં ફેટી એસિડ હોય છે. આ સાથે જ વિટામીન ડી, એ અને ઇ પણ સારા એવા પ્રમાણમાં હોય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Ghee, Life style, Roti

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन