Home /News /lifestyle /હેલ્ધી રહેવા માટે દરરોજ કેટલા ઇંડા ખાવા જોઇએ? જાણો નહીં તો શરીર અંદરથી બગડી જશે અને હેરાન થશો

હેલ્ધી રહેવા માટે દરરોજ કેટલા ઇંડા ખાવા જોઇએ? જાણો નહીં તો શરીર અંદરથી બગડી જશે અને હેરાન થશો

અનેક ગુણોથી ભરપૂર ઇંડા

Is It Safe To Eat Eggs Daily: આજનાં આ સમયમાં મોટાભાગનાં લોકો ઇંડા ખાતા હોય છે. ઇંડા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે, પરંતુ જો તમે જરૂરિયાત કરતા વઘારે ખાઓ છો તો હેલ્થને નુકસાન થઇ શકે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વિદેશોમાં જ નહીં, હવે ભારતમાં પણ મોટાભાગનાં લોકોના ફેવરેટ બ્રેકફાસ્ટમાં ઇંડાને પહેલી પ્રાયોરિટી આપતા હોય છે. ખાસ કરીને જે લોકો ફિટનેસ ફ્રિક હોય છે અને વર્ક આઉટ કરવામાં પ્રોપર ધ્યાન આપતા હોય છે એ લોકો ઇંડાનું સેવન રેગ્યુલર કરતા હોય છે. ઇંડા ખાવામાં હેલ્ધી હોય છે. પરંતુ શું તમે જાણો છો રોજ કેટલા ઇંડા ખાવાથી હેલ્થને ફાયદાઓ થાય છે? ઇંડામાં પ્રોટીનનો સ્ત્રોત સારો હોય છે જેમાં સારી માત્રામાં કોલેસ્ટ્રોલ પણ હોય છે. અનેક ફિટનેસ એક્સપર્ટ ઇંડાના પીળા ભાગને એટલે કે યોર્કને દૂર કરીને ખાવાની સલાહ આપતા હોય છે. પરંતુ તમે ખાસ જાણી લો કે રોજ કેટલા ઇંડા ખાવાથી હેલ્થ સારી રહે છે?

    આ પણ વાંચો: તમે પણ લેપટોપ ખોળામાં લઇને કામ કરો છો?

    રોજ કેટલા ઇંડા ખાવા જોઇએ?


    ઘણાં અભ્યાસો પરથી જાણવા મળ્યુ છે કે, ઇંડામાં કોલેસ્ટ્રોલ હોય છે જેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાની સંભાવના વધારે હોય છે. હેલ્થ ડોટ કોમ અનુસાર એક ઇંડામાં લગભગ 186 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે પરંતુ આ ખાવાથી શરીરમાં હાઇ ડેન્સિટી લિપોપ્રોટીનની માત્રામાં પરીણમે છે હેલ્થ માટે ગુડ કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે.

    ઇંડા પ્રોટીન અને પોષક તત્થી ભરપૂર હોય છે


    ઇંડામાં અનેક પોષક તત્વો રહેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે જરૂરી છે. એક ઇંડામાં 6.30 ગ્રામ પ્રોટીન, 147 મિલીગ્રામ કોલીન, 0.53 મિલીગ્રામ વિટામન ઇ, 2.05 વિટામીન ડી અને ફોલેટ હોય છે.

    આ પણ વાંચો: આ પાણીથી છાતીમાં જામી ગયેલા કફમાંથી છૂટકારો મેળવો

    આ શરીરમાં રહેલા સેલ્સને બનાવવામાં અને રિપેર કરવામાં મદદ કરી શકે છે. આ સાથે જ વિટામીન ઇ અને ડી વાળ સ્કિન અને હાડકાંઓને મજબૂત કરવાનું કામ કરે છે.


    કેટલા ઇંડા ખાવા ફાયદાકારક?


    ઇંડા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. જે લોકો વર્ક આઉટ અને જીમ કરે છે એ લોકોએ દિવસમાં 4 થી 5 ઇંડાનું સેવન કરી શકે છે. આ સાથે જ સામાન્ય લોકો હેલ્ધી રહેવા માટે એક દિવસમાં 2 થી 3 ઇંડાનું સેવન કરી શકે છે. આ સાથે જ તમે ડોક્ટર કે એક્સપર્ટની સલાહ પણ લઇ શકો છો. ઇંડા ખાવાથી માંસપેશિઓ પણ મજબૂત થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Egg, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन