Home /News /lifestyle /ગરમ પાણીથી ન્હાવાથી હેલ્થ અને સ્કિન થાય છે આ ભયંકર નુકસાન, જાણી લેશો તો તરત જ બંધ કરી દેશો

ગરમ પાણીથી ન્હાવાથી હેલ્થ અને સ્કિન થાય છે આ ભયંકર નુકસાન, જાણી લેશો તો તરત જ બંધ કરી દેશો

સ્કિન ડ્રાય થાય છે.

Negative Effects Of Hot Water Shower: ઠંડીની સિઝનમાં અનેક લોકોને ગરમ પાણીથી ન્હાવાની આદત હોય છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી હેલ્થ અને સ્કિનને અનેક રીતે નુકસાન થાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર વધારે ગરમ પાણીથી સ્નાન કરવાથી અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થાય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલમાં ઠંડીનો ચમકારો વધારે છે ત્યારે અનેક લોકો ચા, કોફી તેમજ હોટ વોટર શાવર લેવાની મજા માણતા હોય છે. ઠંડની સિઝનમાં હોટ શાવર લેવાની મજા દરેક લોકોને આવતી હોય છે. બહુ ઓછા લોકો એવા હોય છે જેઓ ઠંડીમાં ઠંડા પાણીથી સ્નાન કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો ઠંડીમાં ગરમ પાણીથી સ્નાન કરવાથી સ્કિનને અને હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે? તમને જણાવી દઇએ કે ઠંડીમાં ગરમ પાણીથી સ્નાન કર્યા પછી ખંજવાળ, સ્કીન પર ઇરિટેશન, પિંપલ્સ, વાળ ખરવાની સમસ્યા થતી હોય છે, શું તમે આ વસ્તુ નોટીસ કરી છે? જો કે સામાન્ય રીતે ઠંડીમાં વધારે ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરને શું નુકસાન થાય છે જાણો.

    આ પણ વાંચો:લેટ પ્રેગનન્સી એક સ્ત્રી માટે કેટલી સેફ જાણો તમે પણ

    વધારે ગરમ પાણીથી સ્નાન કરવાની સાઇડ ઇફેક્ટ્સ


    Essenziale hd com અનુસાર જો તમે જરૂરિયાત કરતા વધારે ગરમ પાણીથી સ્નાન કરો છો તો શારિરિક સમસ્યાઓના જોખમનો ખતરો રહે છે. તો જાણો આ વિશે વધુમાં...

    આંખોના મોઇસ્યુચરને પ્રભાવિત કરી શકે


    વધારે ગરમ પાણીથી સ્નાન કરવાથી આંખોમાં રહેલા મોઇસ્યુચરને પ્રભાવિત થઇ શકે છે, જેના કારણે આંખોમાં ખંજવાળ, બળતરા, ડ્રાયનેસ તેમજ લાલ થઇ શકે છે. તમને ડ્રાય આઇની સમસ્યા છે તો તમે ગરમ પાણીથી સ્નાન કરશો નહીં. હેલ્થ એક્સપર્ટ અનુસાર આંખોમાં ડ્રાયનેસની સમસ્યાને દૂર કરવા માટે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઇએ.

    આ પણ વાંચો:ઠંડીમાં કેમ વધી જાય છે અસ્થમા એટેકનો ખતરો

    ફર્ટિલિટી પર નેગેટિવ પ્રભાવ


    તમને આ સાંભળવામાં થોડુ અજીબ લાગશે, પરંતુ વાત સાચી છે. સતત તમે હોટ શાવર લો છો તો ફર્ટિલિટી પ્રભાવિત થઇ શકે છે. તમે  કન્સિવ કરવા ઇચ્છો છો તો ખાસ કરીને ઠંડા પાણીથી સ્નાન કરો, ગરમ પાણીથી સ્નાન કરવાનું ટાળો.


    વાળ અને સ્કિન માટે નુકસાનકારક


    ઘણાં લોકો બહુ જ ગરમ પાણીથી સ્નાન કરતા હોય છે. તમને પણ આવી આદત છે તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. તમને જણાવી દઇએ કે વધારે ગરમ પાણીથી સ્નાન કરવાથી વાળ અને સ્કિનને અનેક રીતે નુકસાન થાય છે. વધારે ગરમ પાણીથી ન્હાવાથી તમારા વાળ વધારે ખરે છે અને સાથે સ્કિન પણ ડેમેજ થાય છે.

    (નોંધ. આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)













     


     
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Winter

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन