Home /News /lifestyle /લીંબુના રસથી આ રીતે બનાવો નેચરલ મચ્છર મારવાનો સ્પ્રે

લીંબુના રસથી આ રીતે બનાવો નેચરલ મચ્છર મારવાનો સ્પ્રે

મચ્છરોથી આ રીતે કરો પોતાનો બચાવ

મચ્છરોથી આ રીતે કરો પોતાનો બચાવ

    મોનસૂનની મોસમમાં જગ્યા જગ્યા પર પાણી ભરાવાથી મચ્છરોની તાકાત અચાનક જ વધવા લાગે છે. જેના કારણે ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને મલેરિયા જેવા ઘણા રોગોનું જોખમ વધી જાય છે. આ બીમારીઓ મચ્છરોના કરડવાથી થાય છે. જો સમય રહેતા તેની સારવાર કરવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. મચ્છરોથી છૂટકારો મેળવવા માટે પહેલેથી જ તેનું નિદાન કરવું અત્યંત જરૂરી છે. આવો જાણીએ કે ઘર બેઠા કેવી રીતે બનાવશો મચ્છરોને ભગાડવાનું સ્પ્રે? મચ્છરોથી આ રીતે કરો પોતાનો બચાવ

    મચ્છરોને ભગાડવા માટે તુલસી, લવીંગ, યુકેપિપ્ટસનું તેલ ખૂબ અસરકારક છે. વાસ્તવમાં આ તેલની સુગંધ એટલી તીખી હોય છે કે મચ્છર તમારી આસપાસ પણ નહીં આવે. આ એસન્શીયલ ઓઇલના 6- 8 ટીપાં તમારા શરીરના ખુલ્લા અંગો પર લગાવો. તમે ઇચ્છો તો તેનો દીવો પણ કરી શકો છો. તેની ગંધથી મચ્છર પણ ભાગી જશે. તમે ઇચ્છો તો આ તેલમાં રૂ પલાળી પ્રવેશદ્વાર, બાલ્કની અને બારી પર રાખો. તેનાથી મચ્છર ઘરમાં પ્રવેશ નહીં કરી શકે.

    મિક્સ વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ #Recipe

    એલોવેરાનાં 12 અક્સિર ચમત્કારો, વજન પણ ઉતારી નાખશે સટાસટ

    મચ્છરોને ભગાડવા માટે 50 ml લીંબુ અને 50ml નીલગિરી તેલને બરાબર માત્રામાં મિક્સ કરી ઉમેરો. અને સાથે જ ઓલિવ, કોપરેલ, એવોકેડો અથવા રોઝમેરી તેલમાંથી 90ml તેલ મિક્સ કરી એક સ્પ્રે બોટલમાં ભરો. હવે તેને પોતાની ઉપર સ્પ્રે કરો. મચ્છર તમારી પાસે પણ નહીં ફરી શકે.



    મચ્છરોને ભગાડવા માટે 1 ભાગ વેનીલા પાવડરને 10 ભાગ બેબી લોશન સાથે મિક્સ કરી શરીર પર લગાવો. તમે ઇચ્છો તો તેને પાણીમાં મિક્સ કરી સ્પ્રે બોટલમાં પણ ભરી શકો છો. મચ્છરથી બચવા માટે તેનો શરીર ઉપર સ્પ્રે પણ કરી શકો છો.

    મચ્છરોને ભગાડવા માટે 30 ml નારિયેળના તેલમાં 12 ટીપાં ફૂદીનાનું તેલ મિક્સ કરીને એક સ્પ્રે બોટલ માં ભરો. ફૂદીનાનું તેલ ખૂબ જ અસરકારક છે. તેમાં નારિયેળ તેલ મિક્સ કરીને બોડી પર સ્પ્રે કરો. આમ કરવાથી મચ્છર તમારાથી દૂર ભાગી જશે.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Health care, Health Tips, Tips

    विज्ञापन
    विज्ञापन