Home /News /lifestyle /એસિડિટી અને કબજીયાત જેવી આ તકલીફમાં પીઓ હિંગ અને કાળા મીઠાનું પાણી, આ રીતે બનાવો ઘરે

એસિડિટી અને કબજીયાત જેવી આ તકલીફમાં પીઓ હિંગ અને કાળા મીઠાનું પાણી, આ રીતે બનાવો ઘરે

હિંગ પેટની અનેક તકલીફો દૂર કરે છે.

Health care tips: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો હેલ્થને લગતી સમસ્યાઓથી પીડાતા હોય છે. હિંગ અને કાળુ મીઠું તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તમને એસિડિટીની સમસ્યા વઘારે છે તો આ પાણી તમારા માટે બેસ્ટ છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હિંગ અને કાળુ મીઠું, બન્ને બહુ જૂના ઘરેલું ઉપાયો છે. હિંગ પેટને લગતી સમસ્યાઓને દૂર કરે છે અને સાથે પાચન ક્રિયાને સારી બનાવે છે. આ સિવાય કાળુ મીઠું અને હિંગનો સૌથી મોટો ગુણ એ છે કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સને વઘારે છે અને સાથે આંતરડા અને બીજા અંગોની ગતિને તેજ કરે છે. આમ, જો તમે હિંગ અને કાળા મીઠાના પાણીનું સેવન કરો છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. નાના બાળકોને જ્યારે પેટમાં દુખે ત્યારે ખાસ કરીને નાભિમાં પણ હિંગ લગાવવામાં આવે છે. આમ કરવાથી ગેસ છુટ્ટો પડી જાય છે અને રાહત થાય છે.

આ પણ વાંચો:જાણી લો જીરું ખાવાના અઢળક ફાયદાઓ

શરીરની આ 4 સમસ્યાઓમાં પીઓ કાળા મીઠાનું પાણી


પેટમાં દુખાવો


પેટમાં થતા દુખાવામાંથી રાહત મેળવવા માટે કાળુ મીઠું અને હિંગનું પાણી અનેક રીતે ફાયદાકારક છે. આ પાણી પેટનું કામકાજ ઝડપી બનાવે છે અને સાથે અપચા, ગેસને કારણે થતા દુખાવામાંથી રાહત અપાવે છે. આમ, જો તમને પેટમાં અતિશય દુખાવો થાય છે તો તમારા માટે આ પાણી સૌથી વધારે ફાયદાકારક છે.

એસિડિટીમાંથી રાહત


એસિડિટીમાંથી કાળુ મીઠું અને હિંગ તમને ઝડપથી રાહત અપાવવાનું કામ કરે છે. આ બન્ને વસ્તુ પેટના એસિડિક પીએચને ઓછુ કરે છે અને ત્યારબાદ તમને પેટમાં થતી બળતરામાંથી છૂટકારો અપાવે છે. હિંગ અને કાળા મીઠુંનું પાણી પેટમાં ઠંડક કરવાનું કામ કરે છે. આમ, જો તમને એસિડિટીની સમસ્યા વધારે રહે છે તો તમે આ પાણી પીવાનું શરૂ કરી દો. આ પાણી તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.

આ પણ વાંચો:જાણી લો જોઇન્ટ ફેમિલીમાં રહેવાના ફાયદાઓ

કબજીયાત


તમને કબજીયાતની તકલીફ વધારે રહે છે તો તમે આ પાણી પીવાનું શરૂ કરી દો. આ પાણી પીવાથી સવારમાં ઉઠતાની સાથે જ પેટ સાફ થઇ જાય છે અને તમે રિલેક્સ ફિલ કરો છો. આ પાણી તમારું પાચન તંત્ર સારુ કરે છે જેના કારણે તમને મોટી રાહત થઇ જાય છે.


આ રીતે બનાવો પાણી


આ માટે તમે હિંગ અને કાળુ મીઠું સરખા પ્રમાણમાં લઇ લો અને પછી આ બે વસ્તુ પાણીમાં નાંખો અને 5 મિનિટ માટે રહેવા દો. પછી આ પાણી સવારમાં પી લો.

નોંધ: આ આર્ટિકલ સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો.
First published:

Tags: Health care, Life style

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો