Home /News /lifestyle /આ 4 લોકોએ દરરોજ ખાવા જોઇએ લીલા મરચા, જાણી લો ખાવાની સાચી રીત અને ખાસ ફાયદાઓ

આ 4 લોકોએ દરરોજ ખાવા જોઇએ લીલા મરચા, જાણી લો ખાવાની સાચી રીત અને ખાસ ફાયદાઓ

લીલા મરચા ખાવાના ફાયદા

Benefits of green chilli: ગ્રીન ચીલી એટલે કે લીલા મરચા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. લીલા મરચા આ બીમારીઓમાં તમે ખાઓ છો તો હેલ્થ માટે સૌથી બેસ્ટ છે. લીલા મરચામાં અનેક ગુણો રહેલા છે જે અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લીલા મરચા દરેક લોકોના રસોડામાં હોય છે. ઘણાં લોકો એવાં હોય છે જેમને લીલા મરચા બહુ ભાવતા હોય છે, જ્યારે અનેક લોકો લીલા મરચા ખાવાથી દૂર રહેતા હોય છે. લીલા મરચાનો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો. લીલા મરચાને તમે સલાડમાં નાંખીને ખાઓ છો તો પણ હેલ્થને અનેક ફાયદાઓ થાય છે. લીલા મરચામાં વિટામીન એ, વિટામીન સી અને વિટામીન બી6 હોય છે. આ સિવાય લીલા મરચામાં કેપ્સાઇસિન, કેરાટીન, ક્રિપ્ટોક્સાન્થિન, લુટેન અને જેક્સન્થિન જેવા અનેક પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે ફેફસાં અને હાર્ટની અનેક બીમારીઓથી તમને બચાવે છે.

આ પણ વાંચો:ક્રિસમસમાં તમે પણ આ ટ્રેન્ડી નેલ આર્ટ ડિઝાઇન કરાવો

લીલા મરચામાં એમિનો એસિડ, ફોલિક એસિડ, સિટ્રિક એસિડ અને એસ્કોર્બિક એસિડ હોય છે જે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સને વધારવા અને ઇમ્યુનિટિ બુસ્ટ કરવામાં મદદ કરે છે. તો જાણો તમે પણ લીલા મરચા કઇ બીમારીઓમાંથી ખાવાથી હેલ્થને ફાયદો થાય છે.

આ સમસ્યાઓમાં લીલા મરચા ખાઓ- Diseases in which green chilli is beneficial


હાઇ બીપીના દર્દીઓ માટે - Green chilli for high bp


હાઇ બીપીના દર્દીઓ માટે લીલા મરચા સૌથી બેસ્ટ છે. તમને હાઇ બીપીની તકલીફ છે તો તમે લીલા મરચાનું સેવન કરો. લીલા મરચામાં કેપ્સાઇસિનના સંપર્કમાં આવવાથી બ્લડ વેસેલ્સ શાંત થઇ જાય છે. આ રિલેક્સ મહેસૂસ કરે છે. આ સાથે જ લીલા મરચામાં સિટ્રિક એસિડ હોય છે જે લોહીને પાતળુ કરે છે જેનાથી હાઇ બીપી કંટ્રોલમાં રહે છે.

આ પણ વાંચો:આ સેફ્ટી ટિપ્સ ફોલો કરો અને પછી બાળકને કારમાં બેસાડો

ઓસ્ટિયોઆર્થરાઇટિસના દર્દીઓ માટે - Green chilli for osteoarthritis


લીલા મરચામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી એટલે કે દુખાવામાંથી રાહત અપાવવાનો ગુણ હોય છે. તમને ગઠિયાની તકલીફ છે તો લીલા મરચા તમારા માટે સૌથી બેસ્ટ છે. લીલા મરચા ખાવાથી હાડકામાં આવતા સોજા અને દુખાવાને ઓછા કરે છે.

વિટામીન સી માટે


વિટામીન સીની ઉણપ ઇમ્યુનિટી સિસ્ટમને નબળી કરે છે. આ માટે તમે વિટામીન સીની ઉણપને પૂરી કરવા માટે તમે લીલા મરચાનું સેવન કરી શકો છો.


લીલા મરચા ખાવાની સાચી રીત


તમે દરરોજ લંચમાં કે રાત્રે એક થી બે લીલા મરચા પર મીઠું લગાવીને કાચા ખાઓ છો તો સૌથી બેસ્ટ છે. તમે આવી રીતે ખાઇ શકતા નથી તો રોટલીની સાથે પણ ખાઇ શકો છો.
First published:

Tags: Blood pressure, Health care tips, Life style