Home /News /lifestyle /High BP છે તો રસોઇમાં આ મીઠું નાંખો, જીવનભર કંટ્રોલમાં રહેશે અને નહીં લેવી પડે કોઇ દવા

High BP છે તો રસોઇમાં આ મીઠું નાંખો, જીવનભર કંટ્રોલમાં રહેશે અને નહીં લેવી પડે કોઇ દવા

આ મીઠું ડોક્ટરો પણ ખાવાની સલાહ આપે છે.

High blood pressure control tips: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાની હેલ્થનું ધ્યાન પ્રોપર રીતે રાખી શકતા નથી. આ સાથે જ મોટાભાગનાં લોકો હાઇ બીપીની સમસ્યાથી પીડાતા હોય છે. હાઇ બીપીને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. તમે હાઇ બીપીને કંટ્રોલ કરતા નથી અનેક ઘણી તકલીફો થાય છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો ડાયાબિટીસ, હાઇ બીપી તેમજ બીજી અનેક સમસ્યાઓથી પીડાતા હોય છે. આ દરેક રોગો પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. વાત કરવામાં આવે તો દિવસને દિવસે આ ટાઇપના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. વધતુ સ્ટ્રેસ લેવલ પણ આ બીમારીઓ પાછળ જવાબદાર હોય છે. આવી સ્થિતિમાં મીઠું એટલે કે સોડિયમ કંટ્રોલ કરવા પર ખાસ ધ્યાન આપવુ જોઇએ. મીઠાની વાત કરવામાં આવે તો ડોક્ટર સામાન્ય રીતે સિંધાલુ મીઠું ઉપયોગમાં લેવાની સલાહ આપે છે. પરંતુ ધ્યાન આપવાની વાત એ છે કે સિંધાલુ મીઠાનું સેવન કરવાથી હાઇ બીપીની સમસ્યામાં કારગર છે. આ પાછળનું પહેલું કારણ આ સોડિયમ કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને સાથે બ્લડ વેસેલ્સને હેલ્ધી રાખે છે. આ સિવાય પણ અન્ય ફાયદાઓ છે..જાણો તમે પણ..

આ પણ વાંચો:દરેક પુરુષો રોજ આ સમયે ખાઓ 2 ઇલાયચી

હાઇ બીપીમાં સિંધાલુ મીઠું કેવી રીતે કામ કરે છે


હાઇ બીપીમાં સિંધાલુ મીઠાનું સેવન કરવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. સૌથી પહેલા તો સિંધાલુ મીઠું પોટેશિયમથી ભરપૂર હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. આ સિવાય બ્લડ વેસેલ્સની દિવાલોને નુકસાન પહોંચાડતુ નથી અને હાઇ બીપીમાં આને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. આ સાથે જ સ્ટ્રેસ દરમિયાન વધતા બીપીને કંટ્રોલ કરે છે.

આ પણ વાંચો:આ 5 રીતે શરીરમાં વધારી દો લવ હોર્મોન

જાણો અન્ય ફાયદાઓ


સ્ટ્રેસ કંટ્રોલ કરે


સૂપમાં થોડી માત્રા સિંધાલુ મીઠું તેમજ ગરમ પાણીમાં સિંધાલુ મીઠું નાંખીને ન્હાવાથી સ્ટ્રેસ ફ્રી રહેવાય છે અને મગજ સક્રિય રહે છે. આ સાથે જ તમને શાંત પ્રભાવ આપે છે અને તમારા શરીર અને મગજને આરામ આપે છે.


નસોંને રાહત મળે


હાઇ બીપીમાં સિંધાલુ મીઠું નસોંને રાહત આપવાનું કામ કરે છે. આમાં એક ખાસ ગુણ એ છે કે બ્લડ સર્કુલેશન સારુ રાખે છે અને સાથે બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આમ, તમે હાઇ બીપીના દર્દી છો તો સિંધાલું મીઠાનું સેવન કરો અને પાણીમાં નાંખીને સ્નાન કરો.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Health care tips, Life Style News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો