આ પાંચ વસ્તુ ખાઓ, તમારી ઊંચાઇ વધારવામાં કરશે મદદ

પ્રતીકાત્મક તસવીર

એક કડક સ્વસ્થ ડાયટનું પાલન કરવું જે પ્રોટીન, વિટામિન, ખનિજ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય તે માત્ર ઊંચાઇ વધારવા માટે જ નહીં, પરંતુ શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

  • Share this:
એક સારી ઊંચાઇ કોઇના શરીરની શારિરીક બનાવટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા લોકો શારીરિક બનાવટ જાળવી રાખવા એક કડક રૂટિનનું પાલન કરવામાં વિશ્વાસ રાખે છે, જેથી તેઓ કે તેમના બાળકોને સારી ઊંચાઇ મળી શકે. તે સત્ય છે કે કસરત અને શારીરિક ગતિવિધિઓ વિકાસનું એક અભિન્ન અંગ છે. પરંતુ તેમાં પોષણની ભૂમિકાને પણ આપણે નકારી શકીએ નહીં. એક કડક સ્વસ્થ ડાયટનું પાલન કરવું જે પ્રોટીન, વિટામિન, ખનિજ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય તે માત્ર ઊંચાઇ વધારવા માટે જ નહીં, પરંતુ શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

સામાન્ય રીતે વ્યક્તિની લંબાઇ 18 વર્ષથી 20 વર્ષની ઉંમર વચ્ચે વધી જાય છે. આ ઉંમર બાદ વિકાસ લગભગ અશક્ય જેવો છે. પરીણાવ સ્વરૂપે શરૂઆતથી જ સ્વસ્થ આહાર લેવો જરૂરી છે.

અહીં પાંચ ખાદ્ય વસ્તુઓ પર એક નજર કરીએ જે માત્ર ઊંચાઇ વધારવામાં જ નહીં, પરંતુ તમારા હાડકાઓની મજબૂતી પણ વધારશે.

જલ્દી શરૂ થઇ શકે છે બાળકોનું રસીકરણ! ઝાયડસે બાળકો માટેની કોરોના રસી લોન્ચ કરવા DCGI પાસે મંજૂરી માગી

બીન્સ

લીલા શાકભાજી પ્રોટીનથી ભરપૂર હોય છે, જે હાઇટ વધારવામાં મદદરૂપ બને છે. આ સિવાય શાકભાજીમાં ફોલેટ અને ફાઇબર પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટ ઘણા ફાયદાકારક છે.

ચિકન

આ પ્રોટીનનો એક મોટો સ્ત્રોત છે, જે માંશપેશિઓને મજબૂત બનાવે છે. નિયમિત રૂપે ચિકનનું સેવન કરવાથી હાઇચ વધારવામાં પણ મદદ મળે છે.

ઇંડા

શરીરની ફિટનેસ માટે ઇંડાથી શ્રેષ્ઠ કોઇ વિકલ્પ નથી. ઇંડા પ્રોટીનનો એક મોટો સ્ત્રોત છે. તે માત્ર ઊંચાઇ વધારવામાં જ નહીં, પરંતુ હાડકાઓને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. રોજ ઇંડા ખાવાથી ઘણા ફાયદા થાય છે.

doctor day: સુરતના બે એવા તબીબો 18 મહિનાથી સતત કોરોનાના દર્દીઓની કરી રહ્યાં છે સેવા

દૂધ

લોકો સામાન્ય રીતે દૂધને સંપૂર્ણ આહાર કહે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશીયમ જેવા સ્વસ્થ તત્વો સામેલ છે. આ ઉપરાંત હાડકાંના સ્વાસ્થ્ય અને શરીરના સામાન્ય વિકાસ માટે પણ ખૂબ ફાયદાકારક છે.

બદામ

ડ્રાટફ્રૂટ્સ ઘણા મિનરલ અને વિટામિનથી ભરપૂર હોય છે. તે મેંગનીઝ, ફાઇબર અને મેગ્નેશિયમ જેવા તત્વો ધરાવે છે. આ સિવાય બદામ વિટામિન ઇનો પણ મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
First published: