Health: શરીરમાં કેવી તકલીફો પડે છે, જ્યારે તાપમાન 40 ડિગ્રીથી ઉપર જાય છે

તાપમાનની પ્રતિકાત્મક તસવીર

Heat impact on health: દિલ્હી અને ઉત્તર ભારતમાં તાપમાન 43 ડિગ્રીની ઉપર પહોંચી રહ્યું છે. જૂનના છેલ્લા સપ્તાહ અને જુલાઇની શરૂઆતમાં ગરમી વધી છે. કેનેડા અને અમેરીકા જેવા દેશોમાં તાપમાન 49 કે 50 ડિગ્રીની આસપાસ જઇ રહ્યું છે. આટલી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

  • Share this:
પૃથ્વીનું તાપમાન ફરી વધવા લાગ્યું છે. દેશના ઘણા ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. દિલ્હી અને ઉત્તર ભારતમાં તાપમાન 43 ડિગ્રીની ઉપર પહોંચી રહ્યું છે. જૂનના છેલ્લા સપ્તાહ અને જુલાઇની શરૂઆતમાં ગરમી વધી છે. કેનેડા અને અમેરીકા જેવા દેશોમાં તાપમાન 49 કે 50 ડિગ્રીની આસપાસ જઇ રહ્યું છે. આટલી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

આખરે પ્રચંડ ગરમીની તે કઇ હદ છે જેને આપણે સહન કરી શકીએ છીએ? ઘણી વખત એટલી ગરમી વધી જાય છે કે શરીર તેને સહન કરી શકતું નથી. વધતી ગરમીની સાથે શરીરની હાલત બદલવા અને બગડવા લાગે છે. આ સમયે શરીર પર ધ્યાન દેવાની ખૂબ જરૂર છે. આ જ સંબંધમાં જાણીએ ક ભીષણ ગરમીમાં આપણું શરીર કઇ રીતે રીએક્ટ કરવા લાગે છે.

સવાલ – હીટ સ્ટ્રેસ ક્યારે થાય છે?
માણસના શરીર પર વધી રહેલ તાપમાનની અસર વિશે વાત કરતા ડોક્ટર અને સંશોધકો મોટાભાગે હીટ સ્ટ્રેસ શબ્દનો ઉપયોગ કરે છે. હીટ સ્ટ્રેસને સમજાવતા આઇઆઇટી દિલ્હીમાં એસોસિએટ પ્રોફેસર ડે કહે છે કે, જ્યારે આપણું શરીર ખૂબ ગરમીમાં હોય છે, તો તે પોતાના કોર તાપમાનને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. વાતાવરણ અને શારીરિક સ્થિતિઓ પર નિર્ભર છે કે, શરીર પોતાના કોર તાપમાનને જાળવી રાખવાના પ્રયાસો કઇ રીતે કરે છે, તેવામાં આપણે થાક પણ અનુભવીએ છીએ.

આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

સવાલ – શું હોય છે હીટ સ્ટ્રેસના લક્ષણ?
હીટ સ્ટ્રેસના લક્ષણો વિશે નેફ્રોન ક્લિનીકના ડો. સંજીવ બાગઇ કહે છે કે પારો જો 40 ડિગ્રીની પાર જાય છે, તો શરીરમાં સમસ્યા ઉભી થઇ શકે છે. જોકે અલગ અલગ સ્થિતિઓમાં અસર અલગ હોય છે. પરંતુ સામાન્ય રીતે જોવામાં મળતા લક્ષણો વિશે ડો. બાગઇ કહે છે કે, પારો 40થી 42 ડિગ્રી સુધી હોય તો માથાનો દુખાવો, ઉલ્ટી અને શરીરમાં પાણીની કમી જેવી સમસ્યાઓ થઇ શકે છે. જો પારો 45 ડિગ્રી હોય તો બેભાન, ચક્કર કે ગભરામણ જેવી સમસ્યાઓના કારણે બ્લડ પ્રેશર ઓછું થઇ જવું તે સામાન્ય ફરીયાદો છે.

આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

સવાલ – જો આપણે 48થી 50 ડિગ્રી તાપમાનમાં વધુ સમય રહીએ તો શું થાય?
જો તમે 48થી 50 ડિગ્રી કે તેથી વધુ તાપમાનમાં વધુ સમય રહો છો તો માંસપેશિઓ સંપૂર્ણ રીતે જવાબ આપી શકે છે અને મોત પણ થઇ શકે છે. જેવું ગત વર્ષે ઝાંસીની પાસે કેરળ એક્સપ્રેસના યાત્રીઓ સાથે થયું હતું. તે જણાવવાની જરૂર નથી કે આ પ્રકારની સ્થિતિઓમાં બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ કે બીમાર લોકો જલદી શિકાર બની શકે છે.

આ પણ વાંચોઃ-ભાવનગરઃ જન્મદિવસની પાર્ટીમાં પડ્યો 'ડખો', ઘાતક હથિયારો વડે બર્થડે બોય ગોપાલની જાહેરમાં કરાઈ હત્યા

સવાલ – ઠંડી અને ગરમીની કેમિસ્ટ્રી
માનવ શરીરનું સામાન્ય તાપમાન 98.4 ફેરનહિટ કે 37.5થી 38.3 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તેનો અર્થ એવો નથી કે 38 કે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર તમને ગરમી લાગવી જોઇએ નહીં. હકીકતમાં આ શરીરનું કોર તાપમાન હોય છે. એટલે કે ત્વચાના સ્તર પર તેનાથી ઓછું તાપમાન પણ અનુભવી શકાય છે.

સવાલ – હવામાં વધુ ગરમી શા માટે મહેસૂસ થવા લાગી છે?
એવું એટલા માટે થાય છે કારણ કે હવા ઉષ્માની સુચાલક નથી. સરળ ભાષામમાં આ રીતે સમજો કે, તાપમાનની સરખામણી તમે તમારા શરીરના સંપર્કમાં આવતા વાતાવરણ સાથે કરો છો. તમારું શરીર જ્યારે હવાના સંપર્કમાં આવે છે તો હવોનું તાપમાન તમારા શરીરમાં ટ્રાન્સફર થાય છે, પરંતુ તમારા શરીરનું તાપમાન હવામાં એટલું ટ્રાન્સફર થતું નથી. કારણ કે હવા ઉષ્માની સારી ચાલક નથી, પરંતુ પાણી છે. જ્યારે તમે પાણીના સંપર્કમાં આવો છો તો તમારા શરીરનું તાપમાન પાણીમાં ટ્રાન્સફર થાય છે. તે જ કારણ છે કે 45 કે 50 ડિગ્રી સેલ્સિયસના તાપમના વાળું પાણી તમને એટલું ગરમ નહીં લાગે જેટલી આ જ તાપમાન વાળી હવા લાગશે.

આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

સવાલ – તાપમાન વધવાથી કઇ રીતે રીએક્ટ કરે છે શરીર?
ક્લિનિકલ શોધ અનુસાર તાપમાન વધવાથી શરીર એક ખાસ પેટર્નમાં રિએક્ટ કરે છે. શરીરનો 70 ટકાથી વધુ ભાગ પાણીથી બનેલો છે. એટલે આપણા શરીરનું પાણી વધતા તાપમાનમાં શરીરનું તાપમાન સ્થિર રાખવા માટે ગરમી સામે લડે છે. પરસેવો આવવાની પ્રક્રિયા તેનો જ એક ભાગ છે. પરંતુ વધુ સમય શરીર આ પ્રક્રિયામાં રહે છે તો શરીરમાં પાણીની કમી થઇ જાય છે.

સવાલ – આ સમયે શરીરમાં ક્યા પ્રકારના લક્ષણો દેખાય છે?
પાણીની કમી થતા જ દરેક શરીર પોતાની તાસીર અનુસાર રિએક્ટ કરે છે. કોઇને ચક્કર આવી શકે છે તો કોઇને માથાનો દુખાવો થઇ શકે છે અને કોઇ બેભાન પણ થઇ શકે છે. હકીકતમાં પાણીની કમીથી શ્વાસની સંપૂર્ણ પ્રક્રિયા પ્રભાવિત થાય છે. આ કારણે લોહીનો પ્રવાહ જાળવી રાખવા માટે હ્યદય અને ફેફસા પર વધુ દબાણ પડે છે. તેનાથી રક્તચાપ પર પણ અસર થવી સ્વાભાવિક છે.

લોહીના ફ્લોથી સૌથી ઝડપી મસ્તિષ્ક એટલે કે મગજ પર અસર પડે છે. તેથી માથાના દુખાવાની સમસ્યા સૌથી પહેલો લક્ષણ હોય છે. માઇગ્રેનના દર્દીઓને તે ડોક્ટર વધુ ગરમીથી સંપૂર્ણ બચવાની સલાહ આપે છે. આ પરીણામો બાદ સૌથી ખરાબ થઇ શકે તો તે છે હીટ સ્ટ્રોક, એક સ્ટડીમાં સામે આવ્યું છે કે જે લોકો હીટ સ્ટ્રોકનો ખરાબ રીતે શિકાર થયા હતા, તેમાંથી 28 ટકાની મોત સારવાર છતા એક વર્ષની અંદર થઇ ગઇ.

જો તમારી ત્વાચ સૂકાય છે, જીભ અને હોઠ સૂકાય છે, ત્વચા પર લાલ નિશાન દેખાય છે, માંશપેશિઓમાં નબળાઇ મહેસૂસ થાય છે તો તમારે સમજવું જોઇએ કે વધતું તાપમાન તમારા શરીરને અસર કરી રહ્યું છે.

સવાલ – વોટર લોસ શા માટે સહન નથી કરી શકતું શરીર?
પાણી શરીરનો જીવન સ્ત્રોત છે અને તેથી આપણા શરીરમાં સૌથી વધુ પાણી જ છે. ગરમીમાં પરસેવો આવવાથી માત્ર પાણી જ નહીં પરંતુ સોલ્ટ એટલે કે મીઠાની પણ કમી થઇ જાય છે. પાણી દરેક અંગ માટે જરૂરી છે. 40થી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના કારણે જો શરીરમાં પાણીની કમી થાય છે અને લાંબા સમય સુધી રહે છે તો તેના ગંભીગ પરીણામો આવી શકે છે, જેમ કે હીટ સ્ટ્રોક. હાર્ટ સ્ટ્રોક કે બ્રેન હેમરેજ.

સવાલ – કેટલા મહત્તમ તાપમાન સુધી માણસ જીવિત રહી શકે છે?
કોઇ માણસ મહત્તમ કેટલા તાપમાનમાં જીવિત રહી શકે છે? આ એક એવો સવાલ છે જેનો સચોટ જવાબ આપી શકાતો નથી. કારણ કે આપણી ધરતી પર અલગ-અલગ પ્રકારના ક્લાઇમેટ એટલે કે વાતાવરણ છે અને અલગ-અલગ ક્ષમતાઓ વાળા શરીર પણ. હજુ સુધી એવો કોઇ અભ્યાસ નથી થયો જે આ સવાલ પર સચોટ જવાબ આપી શકે. પરંતુ હા, 40થી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બાદ સામાન્ય પરીસ્થિતિ વાળા દરેક વ્યક્તિને સતર્કતા અને સાવધાની રાખવાની જરૂર હોય છે.

એવો જ એક સવાલ છે કે ગરમી વધુ ઘાતક હોય છે કે આર્દ્રતા? હકીકતમાં બંનેનો એક તાલમેલ હોય છે. જો વધતા તાપમાન અને આર્દ્રતા એટલે કે હ્યૂમિડિટીનો તાલમેલ સરખો છે તો તમારું શરીર વધુ સમય સુધી સહન કરી શકશે, નહીં તો નહીં કરી શકે.

સવાલ – હીટ વેવ અને હીટ સ્ટ્રોક શું છે?
હીટ વેવને ભારતીય સંદર્ભમાં સમજીએ તો તેનો અર્થ થાય છે લૂ. જેમ શિયાળામાં શીતલહેર હોય છે, તેવી જ રીતે ઉનાળમાં લૂ. એટલે કે ખૂબ જ ગરમ હવા. હીટ વેવ કયા તાપમાનની હોય છે? તેનો જવાબ છે કે સ્થાન આધારિત એક સામાન્ય તાપમાન નક્કી હોય છે. જો તે સામાન્ય તાપમાનથી લગભગ 5 ડિગ્રી સેલ્સિયસ વધુ તાપમાન થાય છે તો તે હીટ વેવ કહેવાય છે.

પહેલા જણાવેલા કારણોથી જ્યારે હીટ વેવ કે ખૂબ ગરમીના કારણે શરીર સહન નથી કરી શકતુ અને શરીરનું તાપમાન વધવાથી પેદા થતી ગંભીર સમસ્યાઓને હીટ સ્ટ્રોક કહે છે. બેભાન, ચક્કર અને માથાનો દુખાવો તેના લક્ષણ છે.
First published: