Best Time For Blood Sugar Test: દિવસ જાય એમ સતત ડાયાબિટીસના કેસમાં વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસના વધતા કેસ એક ચિંતાજનક આંકડો ઉભો કરી શકે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ પોતાની હેલ્થ અને ડાયટનું અનેક રીતે ધ્યાન રાખવુ જોઇએ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડાયાબિટીસ એક એવી સમસ્યા છે જેમાં પોતાની હેલ્થ અને ડાયટનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. ચિંતાનો વિષય એ છે કે દિવસને દિવસે ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસ સામાન્ય બે રીતે હોય છે, જેમાં ટાઇપ 1 ડાયાબિટીસ અને બીજુ ટાઇપ 2. ટાઇપ 1 ડાયાબિટીસના લોકોમાં શરીરમાં ઇન્સ્યુલિન બનવાનું બંધ થઇ જાય છે તેમજ બહુ ઓછી માત્રામાં બને છે, જ્યારે ટાઇપ 2 ડાયબિટીસના દર્દીઓમાં શરીરમાં ઇન્સ્યુલિન તો બને છે પરંતુ ઇન્સ્યુલિન રજીસ્ટેન્સને કારણે એનો ઉપયોગ થતો નથી. આ બન્ને પ્રકારની કન્ડિશનમાં દર્દીઓનું બ્લડ સુગર લેવલ વધી જાય છે.
આ બીમારી સાથે સંકળાયેલા લોકોએ દરરોજ સુગર લેવલ ચેક કરવુ ખૂબ જરૂરી છે જેથી કરીને મોનટરિંગ પ્રોપર રીતે કરી શકાય. જો કે હવે સવાલ એ થાય છે કે ડાયાબિટીસના દર્દીઓએ દિવસમાં કેટલી વાર બ્લડ સુગર લેવલ ચેક કરવુ જોઇએ. તો જાણો આ સવાલોના જવાબો ડોક્ટર પાસેથી.
કેટલી વાર સુગર લેવલ ચેક કરશો
નવી દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના પ્રીવેન્ટિવ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર સોનિયા રાવત આ વિશે જણાવે છે કે સુગરના દર્દીઓએ દિવસમાં ઓછામાં ઓછુ બે વાર બ્લડ સુગર લેવલ ચેક કરવુ જોઇએ. બ્રેકફાસ્ટ પહેલાં અને ડિનરના બે કલાક પછી સુગર લેવલ ચેક કરવુ જરૂરી માનવામાં આવે છે.
આમ, જો તમે બે વાર ચેક કરી શકતા નથી તો એક વાર ચોક્કસથી ચેક કરવુ જોઇએ. જમ્યા પહેલાં તમારું બ્લડ સુગર લેવલ 100 mg/dl થી ઓછુ હોવુ જોઇએ અને જમ્યા પછી 180 mg/dlથી વધારે હોવુ જોઇએ નહીં. આનાથી વધારે સુગર લેવલ આવે છે તો ડોક્ટરનો સંપર્ક કરો.
આ ટાઇપના દર્દીઓ 3 થી 4 વાર સુગર લેવલ ચેક કરો
ડો.સોનિયા રાવતના જણાવ્યા અનુસાર ડાયાબિટીસના જે દર્દીઓ ઇન્સ્યુલિન લઇ રહ્યા છે એમને ઇન્સ્યુલિનનો ડોઝ લેતા પહેલાં દરેક વખતે ચેક કરવુ જોઇએ. ઘણાં લોકોને દિવસમાં 2 થી 3 વાર તો અનેક લોકો 4 વાર ઇન્સ્યુલિન લેવાની સલાહ ડોક્ટર દ્રારા આપવામાં આવે છે.
સામાન્ય રીતે ઇન્સ્યુલિન ટાઇપ 1 ડાયાબિટીસના દર્દીઓને આપવામાં આવે છે. ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓનું સુગર લેવલ કંટ્રોલ થતુ નથી ત્યારે એમને ઇન્સ્યુલિનનો ડોઝ આપવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર