લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પ્રસંગ હોય કે ઘર પણ પાન ખાવાની પરંપરા ઘણી જુની છે. નાગરવેલનું પાન માત્ર સ્વાદ જ નથી આપતું પરંતુ કેટલાક રોગોમાંથી મુક્તિ પણ આપે છે. નાગરવેલના પાંદડાઓને પાણીમાં ઉકાળીને પીવાથી કફમાં રાહત મળે છે. નાગરવેલનું પાન એક એન્ટીસેપ્ટિક હોય છે. નાના મોટા ઘા, સ્ક્રેચિસ અથવા મચકોડ આવવા પર પણ આ પાન લગાવવાથી ફાયદો થાય છે. ગળામાં દુખાવો થતો હોય તો પાન ખાવાથી અથવા તેનું પાણી પીવાથી ફાયદો થાય છે. શ્વાસની નળી પર સોજો આવી જતો હોય તો નાગરવેલના 7 પાનને 2 કપ પાણીમાં ખાંડ નાખીને ઉકાળો.જ્યારે પાણી અડધુ થઈ જાય તે બાદ 3-4 વખત આ પાણી પીવાથી ફાયદો થાય છે.