Home /News /lifestyle /સાંધાના દુખાવાથી કંટાળી ગયા છો? તો આ એક વસ્તુ ખાઓ, રાહત થઇ જશે

સાંધાના દુખાવાથી કંટાળી ગયા છો? તો આ એક વસ્તુ ખાઓ, રાહત થઇ જશે

સરગવો અનેક ગુણોથી ભરપૂર હોય છે.

Benefits of drumstick: સરગવો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. સરગવો દરેક લોકોએ ડાયટમાં એડ કરવો જોઇએ. સરગવાનું સેવન તમે રેગ્યુલર કરો છો તો સ્કિનનો ટોન પણ મસ્ત થાય છે અને સાથે નેચરલી ગ્લો આવે છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણાં રસોડામાં અનેક વસ્તુઓ એવી હોય છે જે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. સામાન્ય રીતે આપણાં ઘરમાં અનેક પ્રકારના શાક બનતા હોય છે. શાકમાં પ્રોટીન અને વિટામીન દરેક વસ્તુઓ મળતી હોય છે. આમ, આજે અમે તમને એક શાકભાજી વિશે જણાવીશું જેનું સેવન તમે રેગ્યુલર કરો છો તો સાંધાના દુખાવામાંથી રાહત મળે છે અને સાથે હેલ્થ પણ સારી રહે છે. ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર સરગવો તમે ડાયટમાં એડ કરો છો તો અનેક ઘણાં ફાયદાઓ થાય છે.

આ પણ વાંચો:આ સમયે દ્રાક્ષ ખાવાથી હેલ્થને થાય છે અઢળક ફાયદાઓ

સરગવો તમે સંભારમાં નાખો છો તો એનો ટેસ્ટ મસ્ત આવે છે. સરગવાનું નિયમિત રીતે સેવન કરવાથી અનેક બીમારીઓમાંથી તમને રાહત મળે છે. સરગવામાં વિટામીન સી, વિટામીન ઇ, કેલ્શિયમ અને આયરન જેવા ગુણો હોય છે જે તમને અનેક બીમારીઓથી દૂર રાખે છે.

ડાયાબિટીસ


આ દિવસોમાં ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે સરગવાનું સેવન તમે કરો છો ડાયાબિટીસમાં વધતી સુગરને તમે કંટ્રોલ કરી શકો છો. એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર સરગવો ડાયટમાં એડ કરવો જોઇએ. સરગવો સુગર લેવલ કંટ્રોલમાં કરવાનું કામ કરે છે.

આ પણ વાંચો:નાની-નાની વાતોમાં બાળક પર ગુસ્સો આવે છે?

આર્થરાઇટિસ


સાંધાના દુખાવાથી તમે કંટાળી ગયા છો તો સરગવાનું સેવન કરો. સરગવાનું સેવન આ બીમારીનો રામબાણ ઇલાજ છે. આ માટે તમે સરગવાના રસનો જ્યૂસ પીઓ. સરગવાનું રસ સ્વેલિંગ ફૂડને ઓછુ કરે છે અને સાથે રેડનેસ તેમજ દુખાવામાંથી છૂટકારો અપાવે છે. આ સાથે જ તમે સરગવો બાફેલો ચુસી લો છો તો પણ રાહત થાય છે.

હાર્ટ માટે ફાયદાકારક


કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે. એવામાં હાર્ટને સ્વસ્થ રાખવુ ખૂબ જરૂરી છે. હાર્ટને સ્વસ્થ રાખવા માટે સરગવાનું સેવન કરો. સરગવાનો રસ તમે પીઓ છો તો હાર્ટ હેલ્ધી રહે છે. આમ ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર સરગવાનો જ્યૂસ પીવાથી પ્લાક જમા થતા રોકે છે. આ સાથે જ હાર્ટને લગતી બીમારીઓથી દૂર રહો છો.


સ્કિન સારી બનાવે


સરગવો સ્કિન ટોન સુધારવાનું કામ કરે છે. સરગવો દરેક લોકોએ ડાયટમાં એડ કરવો જોઇએ. સરગવો સ્કિનને ચમકાવવાનું કામ કરે છે. આમાં વિટામીન એ, વિટામીન બી અને ફોલિક એસિડ જેવા પોષક તત્વો હોય છે જે સ્કિનને ફાયદો પહોંચાડે છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Diabetes care, Health care tips