જાદુઈ ગુણ છે આ મસાલામાં, એક સપ્તાહમાં ઘટી શકે છે વજન

  • Share this:
હેલ્થ ડેસ્ક: રસોઈના મસાલાના ડબ્બામાં તજ જરૂર હોય છે. જે પોતાના ઉપયોગ માટે કોઈ ખાસ સબ્જી બનાવવાની રાહ જોવે છે. તજ માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતી. તે તંદુરસ્તી પણ એટલી જ વધારે છે. આવો જાણીએ તજથી શું ફાયદો થાય છે.

તજના પાઉડરને ખાંડ સાથે મિક્સ કરી લેપ બનાવીને ત્વચાના અસરગ્રસ્ત ભાગમાં લગાવો અને તે સુકાઈ જાય પછી પાણીથી સાફ કરી નાખો. તજના પાઉડરમાં લીંબુનો રસ મિક્સ કરીને ફેસ પર લગાવવામાં આવે તો ખીલ મટી શકે છે.

પેટની સામાન્ય બિમારી માટે એક ચમચી મધ સાથે તજનો પાઉડર મિક્સ કરીને ખાવાથી પેટના દર્દ અને એસિડિટીથી આરામ મળે છે. આ સાથે જ જમવાનું પણ આસાનીથી પચી જાય છે.

તજ એ વજન ઓછો કરવામાં પણ મદદ કરે છે. જે માટે નાસ્તાના અડધો કલાક પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી તજનો પાઉડર મિક્સ કરીને ઉકાળી લો. અને ત્યાર બાદ તેમાં 2 ચમચી મધ નાખો. આ પ્રક્રિયા દિવસમાં 2 વખત કરો. જેની એક અઠવાડિયામાં તમને અસર જોવા મળશે.

તજ તમારા હ્રદયનું ધ્યાન રાખવામાં મદદ કરે છે. જે માટે તમારે તજનો પાઉડર અને મધની પેસ્ટ બનાવી રોટલી સાથે ખાવુ, જેનાથી તમારી ધમનીઓ પર કોલેસ્ટ્રોલ જમા નહીં થાય.
First published: