Home /News /lifestyle /દારૂનો નશો ઉતારવાની રીત: આ 5 નુસખા અજમાવો, વેડિંગ સિઝનમાં નહીં પડે કોઇ તકલીફ

દારૂનો નશો ઉતારવાની રીત: આ 5 નુસખા અજમાવો, વેડિંગ સિઝનમાં નહીં પડે કોઇ તકલીફ

દારૂ શરીરને નુકસાન કરે છે.

Hangover Home Remedy: વેડિંગ સિઝન શરૂ થઇ ગઇ છે ત્યાં ગુજરાતની બહાર અનેક લોકો પાર્ટીમાં મશગુલ થઇ જાય છે. આ સાથે જ પાર્ટીમાં શરાબ પીવાને કારણે હેંગઓવર થઇ જાય છે જે અનેક રીતે લગ્નમાં ખરાબ લાગે છે. આમ, આ ઘરેલું ઉપાયોથી તમે સરળતાથી નશો ઉતારી શકો છો.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લગ્નની સિઝન શરૂ થઇ ગઇ છે. લોકો એમના સંબંધીઓના ત્યાં જવામાં મશગૂલ થઇ ગયા છે. અનેક લોકો લગ્નની સિઝનની મોઝ માણવામાં પડ્યા છે. જો કે ગુજરાતની બહાર લગ્ન પાર્ટીમાં અનેક લોકો શરાબ પીવાની મજા માણતા હોય છે. શરાબ પીધા પછી અનેક લોકોને નશો હોય છે જે લગ્ન સિઝનમાં અનેક ઘણી તકલીફો કરે છે. એવામાં તમે આ રીતે શરાબનો નશો ઉતારો છો તો લગ્નમાં કોઇ તકલીફ નહીં પડે અને સાથે તમે મસ્ત રીતે એન્જોય પણ કરી શકશો. તો આ રીતે શરાબનો નશો ઉતારો.

આ પણ વાંચો:થાકી જાવો ત્યારે આ તમાલપત્રની પોટલી સૂંઘી લો

હેંગઓવર થવાને કારણે માથાનો દુખાવો, આંખો લાલ થવી, માંસપેશિઓમાં દુખાવો, વધારે તરસ લાગવી, બીપી વઘવુ, હાર્ટની ઝડપ વધવી, પરસેવો જેવા અનેક લક્ષણો દેખાય છે. માનસિક લક્ષણઓને કારણ ચક્કર આવવા, માનસિક તણાવ, ચિડીયો સ્વભાવની ફરિયાદ હોય છે. તો જાણો આ વિશે.

આદુ


ટીઓઆઇ અનુસાર આદુમાં બેચેની ખતમ કરવાનો ગુણ ઔષધીય ગુણ છે. આ સાથે જ હેંગઓવર ઉતારવા માટે કારગર ઔષધિ છે. આદુ આલ્કોહોલને બહુ જલદી પચાવવાનું કામ કરે છે જેના કારણે નશો ઝડપથી ઉતરી જાય છે.

લીંબુ


નશો ઉતારવા માટે લીંબુનો જ્યૂસ અનેક રીતે ફાયદાકારક છે. આની સાથે ચા અનેક રીતે ફાયદાકારક છે. શરાબનો નશો ઉતારવા માટે લીંબુ સૌથી બેસ્ટ છે. નશો ઉતારવા માટે એક ગ્લાસ ઠંડા પાણીમાં એક લીંબુનો રસ નીચોવીને પી લો.

આ પણ વાંચો:મિનિટોમાં જીભ પરની સફેદ પરત દૂર કરો

ફ્રૂટ્સ


ટીઓઆઇની ખબર અનુસાર હેંગઓવર ઉતારવા માટે ફ્રૂટ્સ પણ ફાયદાકારક છે. જેએમટી દેહરાદૂન ડોક્ટર આરકે શર્મા આ વિશે જણાવે છે કેળા હેંગઓવર ઉતારવા માટે સૌથી બેસ્ટ છે. આમ, જો માથાનો દુખાવો છે તો સફરજન ફાયદો પહોંચાડે છે. આ સાથે જ હેંગઓવર ઉતારવા માટે બનાના શેક અને મઘ પણ સાથે લઇ શકો છો.

મધ


મધ દરેક લોકોના રસોડામાં સરળતાથી મળી રહે છે. મઘમાં આલ્કોહોલનો દુષ્પ્રભાવ ઓછો કરવાનો ગુણ રહેલો છે. મધ મેટાબોલિઝમને તેજ કરે છે જેના કારણે ડાયજેશન સિસ્ટમ સારું થાય છે.


ફુદીના


ફુદીનાના 3 થી 4 પાનને ગરમ પાણીમાં નાખીને પીવાથી હેંગઓવર જલદી ઉતરી જાય છે. આના સેવનથી પેટમાં સ્થિત વાયુ વિકાર દૂર થાય છે અને આંતરડાને આરામ મળે છે.
First published:

Tags: Alcohol, Ginger, Lemon, Life Style News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો