Home /News /lifestyle /H3N2 વાયરસના કેસમાં વધારો..અનેક જગ્યાએ એલર્ટ: શરદી-ઉઘરસ થાય તો આ રીતે ગરમ પાણીના કોગળા કરો
H3N2 વાયરસના કેસમાં વધારો..અનેક જગ્યાએ એલર્ટ: શરદી-ઉઘરસ થાય તો આ રીતે ગરમ પાણીના કોગળા કરો
તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
H3N2 virus symptoms: H3N2 વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. યુપી સહિત અનેક રાજ્યોમાં એલર્ટ છે. આ વાયરસમાં વ્યક્તિને શરૂઆતમાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે. આ વાયરસથી બચવા માટે ગરમ પાણીના કોગળા એક અક્સીર ઉપાય છે.
H3N2 virus symptoms: ઇન્ફ્લૂએન્ઝા વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વિશે લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે જ યુપી, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોમાં રાજ્ય સરકારે અનેક નિર્દેશો આપ્યા છે. આ વાયરસના શરૂઆતના લક્ષણોમાં સૂકી ખાંસીની સમસ્યા થાય છે. આ સાથે જ તાવમાંથી સાજા થયા પછી સૂકી ખાંસીની સમસ્યા રહે છે. એવામાં ગરમ પાણીના કોગળા ફાયદાકારક સાબિત થાય છે. તો જાણો કેવી રીતે.
H3N2 વાયરસમાં ગરમ પાણીના કોગળા ફાયદાકારક
ગળાની ખારાશ દૂર થાય
ગળામાં ખારાશને કારણે દુખાવો અને સોજો આવે છે. આ સ્થિતિમાં તમે ગરમ પાણીના કોગળા કરો છો તો ફાયદાકારક સાબિત થાય છે. આ ગળામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને ઓછા કરવામાં મદદ કરે છે.
કફની સમસ્યામાં ગરમ પાણીના કોગળા અનેક પ્રકારે તમને રાહત આપે છે. H3N2 વાયરસના લક્ષણોમાં ઘણાં લોકોને કફની ખાંસી પણ થાય છે. એવામાં ગરમ પાણીના કોગળા કરવાથી કફ પિગળે છે અને સાથે બીજા ઇન્ફેક્શનથી તમને બચાવવાનું કામ કરે છે. ગરમ પાણીના કોગળા તમે રૂટિનમાં પણ કરો છો તો હેલ્થને નુકસાન નહીં, પરંતુ ફાયદો થાય છે.
ટોન્સિલ અને છાતીમાં તમને ગભરામણ થાય છે તો તમે ગરમ પાણીના કોગળા કરવાનું શરૂ કરી દો. ગરમ પાણીના કોગળા કરવાથી ટોન્સિલની સમસ્યામાંથી જલદી રાહત થઇ જાય છે. આ માટે તમે પાણીમાં મીઠું નાખીને કોગળા કરી શકો છો. ટોન્સિલને કારણે ગળામાં દુખે છે અને સાથે અંદરની સાઇડ સોજો પણ આવે છે. આમ, આ સમસ્યામાંથી જલદી રાહત મેળવવા માટે ગરમ પાણીના કોગળા કરો.
સૂકી ખાંસીમાંથી રાહત અપાવે
સૂકી ખાંસીને ઓછી કરવા માટે ગરમ પાણીના કોગળા એક બેસ્ટ ઉપાય છે. ગળાની ખીચખીચને દૂર કરે છે અને સાથે વારંવાર આવતી ખાંસીમાંથી તમને રાહત અપાવે છે. આ સાથે જ તમે થોડી વાર માટે રાહત જલદી અનુભવો છો. પરંતુ તમે સતત ગરમ પાણીના કોગળા એટલે કે દિવસમાં ત્રણથી ચાર કરો છો તો જલદી રાહત થઇ જાય છે. આ માટે તમે થોડુ ગરમ પાણી કરો અને એમાં મીઠું નાખીને કોગળા કરો. આ રીતે કોગળા કરવાથી અનેક લોકોને રાહત થઇ ગઇ છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર