Home /News /lifestyle /H3N2 વાયરસનો ખતરો આ ઉંમરના બાળકોને સૌથી વઘારે..ડોક્ટર્સે આપી આ ચેતવણી
H3N2 વાયરસનો ખતરો આ ઉંમરના બાળકોને સૌથી વઘારે..ડોક્ટર્સે આપી આ ચેતવણી
આ સમયે બાળકોની કેર કરવી ખૂબ જરૂરી છે.
H3N2 virus: ડોક્ટર્સનું કહેવુ છે કે નાની ઉંમરના બાળકોમાં H3N2 વાયરસા કેસ ઝડપથી વઘી રહ્યા છે. ગંભીર રૂપથી સંક્રમતિ બાળકોને આઇસીયુમાં પણ રાખવાની ફરજ પડે છે. જે બાળકોને પહેલાથી કોઇ બીમારી છે તેઓ આ સંક્રમણમાં ઝડપથી આવે છે.
H3N2 virus: ઝડપથી H3N2 વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને બાળકો આ વાયરસની ઝપેટમાં જલદી આવી રહ્યા છે. આ વાયરસે સ્વાસ્થ્ય એક્સપર્ટની પણ ઊંઘ ઉડાડી દીધી છે. આ સાથે ડોક્ટર્સનું કહેવુ છે કે પાંચ વર્ષથી નાના બાળકોમાં આ વાયરસના કેસ ઝડપથી ફેલાઇ રહ્યા છે. નાની ઉંમરના બાળકોમાં આ સંક્રમણ ગંભીર રૂપ લે છે.
આ વાયરસમાં દવાની અસર પણ થતી નથી. ડોક્ટરસની સલાહ છે કે આ સંક્રમણમાં એન્ટીબાયોટિક દવાઓ લેવાથી તમે એની સામે લડી શકો છો. આજતક અનુસાર ગોધરેજ મેમોરિયલ હોસ્પિટલ મુંબઇમાં એમબીબીએમસ, એમડી, સીનિયર કન્સ્લટન્ટ-પીડિયાટ્રિક્સ ડો. પંકજ દત્ત ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં જણાવે છે કે બાળકો માટે એચ3એન2ની જટિલતા ઘણી ગંભીર હોઇ શકે છે. ફ્લૂના વિશિષ્ટ લક્ષણો તાવ, ખાંસી અને ગળામાં ખારાશ સિવાય બાળકોને ઉલટી, પાણીની ઉણપ, નબળાઇ અને સુસ્તીનો અનુભવ થઇ રહ્યો છે.
આ વિશે ડોક્ટર વધુમાં જણાવે છે કે આની રિકવરી થવામાં થોડો સમય લાગે છે. આનું સંક્રમણ થયા પછી બાળકોમાં નિમોનિયા તેમજ શ્વાસ જેવી બીજી બીમારીઓને ખતરો વધી શકે છે, જેમાં હોસ્પિટલમાં દાખલ થવુ પડે છે અને સાથે બીજા ગંભીર કેસમાં મૃત્યુ પણ થઇ શકે છે.
H3N2 ફ્લૂ સંક્રમણના લક્ષણો
ડો.નારંગ અનુસાર વધારે તાવ, માથુ દુખવુ એ H3N2નું મુખ્ય લક્ષણ છે. સંક્રમણ ગંભીર થવાથી શ્વાસ સંબંધીત સમસ્યાઓ થવાની શરૂ થઇ જાય છે. ડોક્ટર જણાવે છે કે ફ્લૂ એક વાયરલ બીમારી છે જે આપોઆપ ઠીક થઇ જાય છે. આ સાથે જ બાળકોને H3N2થી બચાવવા માટે રસી અને સ્વચ્છતા સૌથી જરૂરી છે. આમ, તમને પણ શરૂઆતમાં આ લક્ષણો બાળકોમાં દેખાય છે તો તમે એક વાર ડોક્ટરની સલાહ લઇ લો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર