Home /News /lifestyle /બાળકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે H3N2 વાયરસ: આટલું ધ્યાન રાખશો તો બચી જશો
બાળકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે H3N2 વાયરસ: આટલું ધ્યાન રાખશો તો બચી જશો
ફાઇલ તસવીર
H3N2 Virus: એચ3એન2 વાયરસનો ભોગ બાળકો જલદી બની રહ્યા છે. આ વાયરસથી બચાવવા માટે ખાસ કરીને પેરેન્ટ્સે અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આ વાયરસમાંથી રિક્વર થવામાં બાળકોને સમય લાગે છે. આ વાયરસને કારણે બાળકોમાં નિમોનિયા થવાનો ખતરો વઘારે રહે છે.
H3N2 virus: મોટા લોકોની તુલના કરતા બાળકોની ઇમ્યુનિટી વધારે નબળી હોય છે. આ એક કારણે કોઇ પણ પ્રકારના સંક્રમણનો જલદી શિકાર બને છે. જો કે દેશભરમાં ઇન્ફ્લૂએન્ઝા એના સબ ટાઇપ H3N2 વાયરસનો પ્રકોપ ફેલાઇ રહ્યો છે. ડોક્ટર્સનું માનીએ તો એચ3એન2 વાયરસ બાળકો માટે જીવનું જોખમ ઉભુ કરી શકે છે. જો કે ઇન્ફ્લૂએન્ઝા A H3N2 મોસમી ફ્લૂ જેવો એક સંક્રમક રોગ છે. તો જાણો તમે પણ આ વાયરસ વિશે અને સાથે ખાસ રાખો બાળકોનું ધ્યાન..
ઇન્ફ્લૂએન્ઝા વાયરસ શ્વાસમાં થતા સંક્રમણનું કારણ બને છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે આ પક્ષીઓ અને સ્તનધારિઓને સંક્રમિત કરી શકે છે. રોગ નિયંત્રણ કેન્દ્ર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર પક્ષી અને અન્ય જાનવરોમાં આ વાયરસ અનેક રીતે ફેલાઇ ગયો છે. જણાવી દઇએ કે એચ3એન2 ઇન્ફ્લૂએન્ઝા એ વાયરસ એક સબટાઇપ છે, જે વ્યક્તિને થતો ઇન્ફ્લૂએન્જાનું સોથી મોટુ એક કારણ છે.
વાયરસથી બચવા આ વાતોનું ખાસ ધ્યાન રાખો
રસી મુકાવો
એચ3એન2 વાયરસથી બાળકને બચાવવા માટે રસી સમયસર મુકાવો. ઘણાં પેરેન્ટ્સ બાળકોને રસી સમયે મુકાવતા નથી. આમ, તમારે પણ કોઇ રસી મુકાવવાની બાકી છે તો તમે મુકાવી દો.
રસી મુકાવવાથી આ વાયરસનું જોખમ ટળી જાય છે. ખાસ કરીન બાળકો અને ઘરડા લોકોને ફ્લૂથી બીમાર થવા પર ગંભીર પ્રકારે સમસ્યાઓ થાય છે જેનાથી બચાવવા માટે રસી મુકાવવી ખૂબ જરૂરી છે. બાળકોને જ્યારે તમે રસી મુકાવો છો ત્યારે ખાસ કરીને ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે.