Home /News /lifestyle / H3N2, H1N1 અને કોરોના: એક સાથે 3 બીમારીઓનો ખતરો, જલદી જાણી લો લક્ષણો

 H3N2, H1N1 અને કોરોના: એક સાથે 3 બીમારીઓનો ખતરો, જલદી જાણી લો લક્ષણો

આ લક્ષણોને સામાન્ય લેશો નહીં.

Corona update: દેશમાં H3N2 વાયરસના કેસ વઘી રહ્યા છે. H3N2 એટલે કે ઇન્ફ્લૂએન્ઝા એ વાયરસના કેસમાં સતત વઘારો થઇ રહ્યો છે. H3N2 ની સાથે ભારતમાં આ સમયે કોવિડ, H1N1, સામાન્ય શરદી અને ફ્લૂના કેસ ઝડપથી વઘી રહ્યા છે.

Corona update: H3N2, સ્વાઇન ફ્લૂ અને H1N1 ભારતમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ઝડપથી વઘારો થઇ રહ્યો છે. આ દરમિયાન H3N2ના ઘણાં કેસ સામે આવી રહ્યા છે. ડેટામાં એ વાત પણ સામે આવી છે કે સ્વાઇન ફ્લૂ અને કોરોના કેસ ભારતમાં પણ ઝડપથી વધી રહ્યા છે. હેલ્થ મિનિસ્ટ્રીના લેટેસ્ટ ડેટા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 4.623 એક્ટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે ડેટામાં એ વાતની જાણ પણ થઇ છે કે ગયા મહિને 28 ફેબ્રુઆરી સુધી H1N1ના કુલ 955 કેસ નોંધાયા હતા.

H1N1 નાં આ દરેક કેસ તમિલનાડુ, મહારાષ્ટ્ર, કેરલ અને પંજાબમાં વધારે જોવા મળી રહ્યા છે. આ સિવાય H3N2 વેરિએન્ટના 451 કેસ 2 જાન્યુઆરીથી લઇને 5 માર્ચ 2023 સુધી નોંધવામાં આવ્યા. કેન્દ્રીય મંત્રાલય અનુસાર H3N2 વેરિએન્ટને કારણે અત્યાર સુધીમાં કર્ણાટક અને હરિયાણામાં 2 લોકોના મોત થઇ ચુક્યા છે. હાલમાં આસામમાં H3N2ના કેસ જોવા મળ્યા છે.

આ પણ વાંચો:2 મિનિટમાં પિરીયડ઼્સના દુખાવામાંથી છૂટકારો મેળવો

ઉલ્લેખનીય છે કે H3N2, કોવિડ 19, સ્વાઇન ફ્લૂ અને H1N1 આ બધા શ્વસન સંબંધીત વાયરલ ઇન્ફેક્શન છે. એવામાં સવાલ એ થાય છે કે કેવી રીતે આના લક્ષણો ઓળખવા કે ઇન્ફેક્શન થયુ છે અને આની ટ્રિટમેન્ટ કેવી રીતે કરવામાં આવે?

H1N1 અને H3N2


H1N1 ને પહેલા સ્વાઇન ફ્લૂના નામથી ઓળખવામાં આવતો હતો. આ ઇન્ફ્લુએન્ઝા વાયરસની જેમ જાનવરોમાં થતી બીમારીનું કારણ હોઇ શકે છે. વાતાવરણ બદલાતા ફ્લૂ અને સામાન્ય શરદી તાવનો સામનો કરવો પડે છે જે નુકસાનકારક સાબિત થતુ નથી.

આ પણ વાંચો:ફટાફટ વજન ઉતારવા પીઓ આ ડ્રિંક્સટા

હેલ્થ એક્સપર્ટ અનુસાર લગભગ 200થી 300 સુધીના વાયરસને કારણે સામાન્ય શરદીનો સામનો કરવો પડે છે. દરેક વાયરસનું એક સબ ટાઇપ અને વેરિએન્ટ હોય છે. મોટાભાગના કેસમાં સામાન્ય શરદીની સમસ્યા રાઇનોવાયરસ, રેસ્પિરેટરી સિંકિટિયલ વાયરસ, ઇન્ફ્લુએન્ઝા ટાઇપ એ અને ટાઇપ બી વાયરસનું કારણ હોય છે.


આ લક્ષણો સામાન્ય છે


હેલ્થ એક્સપર્ટ અનુસાર કેટલાક લોકોને શ્વાસ સંબંધીત સમસ્યાઓ થતી હોય છે. આ સાથે જે લોકોની ઉંમર વધારે છે અને જેમની ઇમ્યુનિટી ડાઉન છે તેમજ પહેલાંથી કોઇ બીમારીથી પીડિત છે. હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે આ બધા જ ઇન્ફેક્શનમાં કેટલાક લક્ષણો સામાન્ય છે જેમ કે તાવ, શરીરમાં દુખાવો, થાક, માથુ દુખવુ, કફ અને ગળામાં દુખાવો થવો.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Corona Case Update, Corona cases, H1N1, Health care tips

विज्ञापन