Home /News /lifestyle /ગ્રીન ટીમાં એક લીંબુનો રસ નીચોવીને પીઓ, સડસડાટ વજન ઉતરી જશે અને આ 4 મોટા ફાયદાઓ થશે
ગ્રીન ટીમાં એક લીંબુનો રસ નીચોવીને પીઓ, સડસડાટ વજન ઉતરી જશે અને આ 4 મોટા ફાયદાઓ થશે
વજન સડસડાટ ઉતરે છે.
Benefits of green tea and lemon: ગ્રીન ટી અને લીંબુ એક સાથે મિક્સ કરીને પીવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. ગ્રીન ટીમાં લીંબુનો રસ મિક્સ કરીને તમે પીઓ છો તો તમારું વજન સડસડાટ ઉતરી જાય છે અને સાથે હેલ્થને આ અઢળક ફાયદાઓ થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણી હેલ્થને પ્રાથમિકતા આપવી ખૂબ જરૂરી છે. આ માટે સૌથી પહેલું સ્ટેપ ઇમ્યુનિટી બુસ્ટ કરવાની હોય છે. તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ હશે તો તમે અનેક રોગોથી દૂર રહેશો અને સાથે ઇન્ફેક્શનમાંથી પણ બચી જશો. ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આ માટે તમે તમારા આહારમાં ઇમ્યુનિટી બુસ્ટિંગ ફૂડ્સ અને ડ્રિંક્સને શામેલ કરો. આ એક બહુ જરૂરી છે. આમ, જો વાત કરવામાં આવે તો હેલ્થ માટે ગ્રીન ટી અનેક રીતે ફાયદાકારક છે. એમાં પણ તમે ગ્રીન ટીમાં લીંબુનો રસ નાંખીને પીઓ છો તો હેલ્થને અઢળક ફાયદાઓ થાય છે. આ વિશે વધુમાં જાણો તમે પણ..
મેડિકલ ન્યૂઝ ટુડે અનુસાર ગ્રીન ટીનું સેવન કરવાથી સ્કિન અને હેલ્થ પર સકારાત્મક પ્રભાવ પડે છે. તમે વજન ઓછુ કરવા ઇચ્છો છો તો તમારે ગ્રીન ટી રોજ પીવી જોઇએ. તો જાણો તમે પણ ગ્રીન ટીમાં લીંબુનો રસ નાંખીને પીવાથી થતા આ ફાયદાઓ.
ગ્રીન ટીમાં લીંબુનો રસ નીચોવીને તમે પીઓ છો તો ડાયડેસ્ટિવ હેલ્થ સુધરે છે. આ સાથે જ એનર્જી લેવલ વધે છે. આ ડ્રિંક્સથી શરીરમાં ન્યૂટ્રિએન્ટ્સનું એબ્જોબર્શન સુધરે છે જેના કારણે શરીર કામ સારું કરી શકે છે.
ગ્રીન ટી અને લીંબુ સાથે પીવાથી લીંબુમાં રહેલું વિટામીન સી ઇન્ફ્લેમેશન રેગ્યુલર રહે છે અને સાથે ઇમ્યુનિટી બુસ્ટ થાય છે જેના કારણે શરદી અને ફ્લૂ જેવી સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે.
એવું માનવામાં આવે છે કે ગ્રીન ટી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલને મેન્ટેન રાખવામાં મદદ કરે છે. આ સાથે જ લીંબુ ગ્રીન ટીમાં મિક્સ કરવામાં આવે તો એ બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે.
લીંબુ અને ગ્રીન ટીનું કોમ્બિનેશન સ્કિન માટે પણ સૌથી બેસ્ટ છે. આમાં રહેલું મિનરલ્સ ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે અને સાથે કરચલીઓ દૂર કરવામાં લાભદાયી છે.
ગ્રીન ટી અને લીંબુ સાથે પીવાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. સ્ટડી અનુસાર ગ્રીન ટી અને લીંબુને એક સાથે પીવાથી શરીર વધારાનું ફેટ બર્ન કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર