Home /News /lifestyle /ઠંડીની સિઝનમાં 4 ગ્રામ આદુ શરીરમાં કરે છે કમાલ, ડાયાબિટીસથી લઇને આ બીમારીઓમાંથી મળશે છૂટકારો

ઠંડીની સિઝનમાં 4 ગ્રામ આદુ શરીરમાં કરે છે કમાલ, ડાયાબિટીસથી લઇને આ બીમારીઓમાંથી મળશે છૂટકારો

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

Ginger Benefits For Health: આદુ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ઠંડીની સિઝનમાં ખાસ કરીને અનેક લોકો આદુ વાળી ચા પીવાનું પસંદ કરતા હોય છે. આદુનું સેવન કરવાથી ડાયાબિટીસ અને હાઇ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં બજારમાં આદુ મસ્ત આવે છે. આદુ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. ઠંડીની સિઝનમાં આદુ વાળી ચા પીવાની મજા આવે છે. અનેક લોકો ઠંડીમાં આદુ વાળી ચા પીવાનું પસંદ કરતા હોય છે. માત્ર ચા જ નહીં, અને પ્રકારના શાકમાં પણ આદુનો ઉપયોગ થતો હોય છે. આ સાથે જ ઘણાં ઘરોમાં દાળમાં પણ આદુ નાંખવામાં આવે છે. ડાયાબિટીસની સમસ્યા જે લોકોને છે એમના માટે આદુ રામબાણ ઇલાજ સાબિત થઇ શકે છે. આમ, તમને જણાવી દઇએ કે જે લોકો દરરોજ આદુનું સેવન કરે છે એમને ચોંકાવનારા ફાયદા મળે છે.

    આ પણ વાંચો:દારૂનો નશો ઉતારી દો આ ઘરેલું ઉપાયોથી

    આ સાથે જ આદુનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ સાબિત થઇ શકે છે. તો આજે અમે તમને જણાવીશું કે ઠંડીમાં આદુનું સેવન તમને કઇ બીમારીઓમાંથી રાહત અપાવી શકે છે. આ સાથે જ કેટલી માત્રામાં આદુનું સેવન કરવુ જોઇએ. જાણો આ વિશે વધુમાં તમે પણ..

    ડાયાબિટીસને કંટ્રોલ કરે છે આદુ


    હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં ઘણી બધી સ્ટડીમાં આ વાત સામે આવી છે કે આદુનું સેવન કરવાથી બ્લડ સુગરને ઓછી કરવામાં મદદ મળે છે. આદુ શરીરનું ઇન્સ્યુલિન રિસ્પોન્સને સારું કરવામાં સાબિત થાય છે. વર્ષ 2014 અને 2015માં સ્ટડીમાં એ વાત સામે આવી હતી કે દરરોજ 2 ગ્રામ આદુનું સેવન કરવાથી બોડી વેટ, બોડી ફેટ અને બ્લડ સુગર ઓછુ થઇ શકે છે. આનાથી ઇન્સ્યુલિન લેવલમાં વધારો થાય છે. સ્ટડીમાં શામેલ લોકોને આદુનું સતત 12 અઠવાડિયા સુધી સેવન કરવાથી હિમોગ્લોબીન A1cનું લેવલ ઓછુ થઇ  ગયુ.

    આ પણ વાંચો:જાણી લો કફ વેરીયન્ટના કારણો, લક્ષણો અને ઉપાયો

    કોલેસ્ટ્રોલ અને હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક


    આદુમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે ડાયાબિટીસની કોમ્પિલેશન અને હાર્ટ પ્રોબ્લેમ્સથી બચાવવામાં મદદ કરે છે. આદુ ખાવાથી કાર્ડિયોવેસ્કુલર હેલ્થ પણ ઇમ્પ્રુવ થાય છે અને હાઇ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ મળે છે.

    આદુ તમે સલાડ, કોઇ પણ ડ્રિંક તેમજ શાકમાં નાખીને ઉપયોગ કરી શકો છો. દરેક સિઝનમાં આદુનું સેવન કરવાથી હેલ્થને ફાયદો થાય છે. આમ, જો તમને આદુની કોઇ સાઇડ ઇફેક્ટ્સ છે તો તમે આદુનું સેવન કરતા પહેલાં ડોક્ટરનો સંપર્ક કરો.


    જાણો દરરોજ કેટલું આદુ ખાવાથી ફાયદો થાય


    આદુ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હાર્ટ ડિસીઝથી બચાવવામાં મદદ કરે છે, પરંતુ આનું વધારે સેવન કરવુ જોઇએ નહીં. એક દિવસમાં 4 ગ્રામથી વધારે આદુનું સેવન કરવુ જોઇએ નહીં. આદુનું વધારે સેવન કરવાથી હાર્ટ બર્ન, ડાયરિયા અને પેટને લગતી સમસ્યાઓ થઇ શકે છે. આ સિવાય એક વાત એ ધ્યાનમાં રાખો કે આદુને દવા માનવી જોઇએ નહીં.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Diabetes care, Ginger, Health care, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन