Home /News /lifestyle /ચશ્માને કારણે નાક અને આંખની નીચે નિશાન પડી ગયા છે? તો આ નેચરલ રીત અજમાવો, અઠવાડિયામાં ફરક જોવા મળશે
ચશ્માને કારણે નાક અને આંખની નીચે નિશાન પડી ગયા છે? તો આ નેચરલ રીત અજમાવો, અઠવાડિયામાં ફરક જોવા મળશે
એલોવેરા જેલ ફાયદાકારક છે.
Natural Ways To Get Rid Of Spectacle Marks: સતત ચશ્મા પહેરવાને કારણે આંખ અને નાકની નીચે નિશાન પડી જતા હોય છે. આ નિશાન દેખાવમાં બહુ જ ગંદા લાગે છે. આમ, જો તમે આ ટાઇપના નિશાનને નેચરલી રીતે દૂર કરવા ઇચ્છો છો તો આ ઉપયો તમારા માટે સૌથી બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં ટીવી, કમ્પ્યુટર, મોબાઇલનો ઉપયોગ બહુ વધી ગયો છે. આની સૌથી મોટી અસર સ્વાસ્થ્ય પર પડે છે. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના વઘતા ઉપયોગને કારણે આંખોની તકલીફ અનેક લોકોને થવા લાગી છે. નાના-નાના બાળકોને પણ ચશ્માના નંબર આવી જાય છે. જો કે આ નંબર પાછળ બીજા કારણો પણ જવાબદાર હોઇ શકે છે. અનેક લોકોની આંખોની રોશની નબળી પડવા લાગી છે. જ્યારે ઓછુ દેખાતુ થાય ત્યારે આપણે સામાન્ય રીતે આંખોના ડોક્ટર પાસે જતા હોઇએ છીએ. આ સમયે મોટાભાગના લોકોને નંબર આવતા હોય છે. ઝાંખુ દેખાવાને કારણે સતત ચશ્મા પહેરવાનો વારો આવતો હોય છે.
જો કે સૌથી મોટી સમસ્યા તો એ છે કે ચશ્મા સતત પહેરવાને કારણે નાક પર ડાઘ પડી જાય છે. માત્ર નાક પર જ નહીં, પરંતુ આંખોની નીચે પણ કાળા ધબ્બા પડવા લાગે છે. તમે જ્યારે ચશ્મા પહેરતા નથી ત્યારે આ ડાઘ દેખાય છે જે બહુ ગંદા લાગે છે. વિકીહાઉ ડોટ કોમની ખબર અનુસાર આ નેચરલ રીતે તમે આંખ અને નાક પરના નિશાનને સરળતાથી દૂર કરી શકો છો.
એલોવેરા જેલ
નાક અને આંખ પરના ડાઘાઓને દૂર કરવા માટે એલોવેરા જેલ તમારા માટે બેસ્ટ છે. આ એક પ્રાકૃતિક ઉપાય છે. એલોવેરા જેલ તમને સરળતાથી કોઇના પણ ઘરમાં મળી રહે છે. આ જેલ તમે ડાધા-ધબ્બા પર લગાવો અને 2 મિનિટ માટે મસાજ કરો છો તો ધીરે-ધીરે તમારા ડાધા નિકળી જાય છે. આ જેલ તમારે રાત્રે લગાવવાની છે અને સવારમાં ફેસ ચોખ્ખા પાણીથી ધોઇ લેવાનો છે.
એક ખીરા લો અને એને નાક અને ચશ્માના ડાઘા પર હળવા હાથે મસાજ કરી લો. આ માટે તમે ખીરાને મોટી સ્લાઇસમાં કટ કરી લો. પછી ડાધા-ધબ્બા પર હળવા હાથે ઘસો અને થોડીવાર માટે રહેવા દો. આમ કરવાથી તમારી સ્કિન મસ્ત થઇ જશે.
બદામનું તેલ લગાવો
ચશ્માના ડાઘા દૂર કરવા માટે તમે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો. બદામનું તેલ તમારે રોજ રાત્રે ડાઘ પર લગાવવાનું રહેશે અને સવારમાં ઉઠીને ચહેરો ચોખ્ખા પાણીથી ધોઇ લો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર