Home /News /lifestyle /પગમાં માલિશ કરવાથી દૂર થાય છે આ ગંભીર બીમારીઓ, બ્લડ સર્કુલેશન થાય છે સારું

પગમાં માલિશ કરવાથી દૂર થાય છે આ ગંભીર બીમારીઓ, બ્લડ સર્કુલેશન થાય છે સારું

બ્લડ સર્કુલેશન સારું થાય છે.

Benefits of foot massage: આજની આ લાઇફ અનેક લોકો માટે દિવસેને દિવસે વ્યસ્ત થતી જાય છે. આ લાઇફમાં અનેક ઘણી સમસ્યાઓ લોકોને થતી હોય છે. આમ, આ અનેક તકલીફોમાંથી બચવા માટે પગમાં માલિશ કરવી ખૂબ જરૂરી છે.  

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શું તમે જાણો છો પગમાં માલિશ કરવાથી હેલ્થને અનેક ફાયદો થાય છે? આજની આ ભાગદોડભરી જીંદગીમાં અનેક લોકો સતત પોતાના કામમાં વ્યસ્ત રહેતા હોય છે. આ વ્યસ્તભરી જીંદગીમાં દરેક વ્યક્તિ પોતાની કેર પ્રોપર રીતે કરી શકતા નથી. શરીરમાં લાગતો થાક વ્યક્તિને અનેક રીતે બીમાર કરી શકે છે. સતત થાક લાગવાને કારણે વ્યક્તિ ચિંતા અને સ્ટ્રેસમાં રહે છે. આમ, આ સમસ્યાને દૂર કરવા માટે તમે પગમાં માલિશ કરો છો તો સૌથી બેસ્ટ છે. પગમાં માલિશ કરવાથી હેલ્થને લગતી અનેક સમસ્યાઓમાંથી તમને રાહત મળે છે. પગની માલિશથી માત્ર શરીરનો થાક જ નહીં, પરંતુ રિલેક્સ પણ રહેવાય છે. તો જાણો પગમાં માલિશ કરવાથી શું લાભ થાય છે.

    આ પણ વાંચો:30 દિવસ સુધી ખાંડ ના ખાવાથી હેલ્થને થાય છે આ ફાયદા

    • શું તમે જાણો છો પગમાં માલિશ કરવાથી વજન ઘટવામાં મદદ મળે છે. માલિશ કરવાથી મેટાબોઝિમ સારું બને છે જેના કારણે વજન ઘટવામાં મદદ મળે છે.

    • પગમાં માલિશ કરવાથી મોટાપા ઓછુ કરવામાં મદદ મળે છે. માલિશ કરવાથી શરીરના અલગ-અલગ ભાગમાં રહેલા વસાને દૂર કરવામાં મદદ મળે છે. આ પરસેવાના માધ્યમથી શરીરમાં રહેલા ટોક્સિક તત્વોને બહાર નિકાળવામાં મદદ કરે છે.

    • ઘણી તણાવ અને થાકને કારણે ઊંઘ આવતી નથી. એવામાં તમે રાત્રે સૂતી વખતે પગના તળિયા પર માલિશ કરો છો તો સ્ટ્રેસ લેવલ ઓછુ થાય છે અને સાથે થાક ઓછો થઇ જાય છે. આ સાથે જ તમારું મન શાંત કરવામાં પણ મદદ મળે છે.


    આ પણ વાંચો:શું તમને પણ ઠંડી વધારે લાગે છે?



      • માલિશ કરવાથી માનસિક લાભની સાથે-સાથે બીજા અનેક પ્રકારના શારિરિક લાભ મળે છે. દરરોજ તમે પગના તળિયા પર માલિશ કરો છો તો સાંધાના દુખાવામાંથી રાહત મળે છે. માલિશ કરવાથી બ્લડ સર્કુલેશન સારું રહે છે જેના કારણે નસોને આરામ મળે છે.

      • માલિશ મહિલાઓ માટે આરામદાયક સાબિત થાય છે. માલિશ કરવાથી મહિલાઓને પિરીયડ્સ દરમિયાન આરામ મળે છે.






    • માલિશ કરવાથી પગની ફાટેલી એડીઓની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે. આ સાથે જ માલિશ કરવાથી પગની સ્કિન કોમળ બને છે. (નોંધ: આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય આધારિત છે. Gujarati news18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી. અમલ કરતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી.)

    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life Style News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन