Home /News /lifestyle /ફુલાવર-કોબીજથી લઇને આ વસ્તુઓ ખાવાથી ફુલે છે પેટ, જાણો અને કરો બંધ નહીં તો..
ફુલાવર-કોબીજથી લઇને આ વસ્તુઓ ખાવાથી ફુલે છે પેટ, જાણો અને કરો બંધ નહીં તો..
આ કારણે પેટ ફુલે છે
bloating problems: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાના ખોરાક પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. ખોરાક સારો ના હોવાને કારણે શરીરમાં અનેક સમસ્યાઓ થવા લાગે છે. આ માટે ખોરાક સારો હોવો ખૂબ જરૂરી છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: તમારું પેટ પણ દિવસેને દિવસે ફુલતુ જાય છે. તમને ખ્યાલ હશે તો ઘણાં લોકોના પેટ ફુલે છે. પેટ ફુલ પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. તમારું પેટ પણ ફુલતુ જાય છે તો તમે આ ખોરાક ખાવાનું બંધ કરી દો. આ ટાઇપના ખોરાક ખાવાથી પેટ વધારે ફુલે છે અને તમે સમય જતા તકલીફમાં મુકાઇ શકો છો. આમ, જો તમને પણ જમ્યા પછી આ તકલીફ થાય છે તો જાણો આ પાછળ કયા ફુડ્સ જવાબદાર છે. આ ફુડ્સ વિશે જાણી લો તમે પણ અને આજથી જ ખાવાનું બંધ કરી દો, નહીં તો આ સમસ્યા વધતી જશે અને તમે મોટી તકલીફમાં મુકાશો.
બીન્સ
બીન્સ આપણી હેલ્થ માટે હેલ્ધી ફુડ સાબિત થાય છે. તમને જણાવી દઇએ કે બીન્સ આપણાં શરીરમાં પચતા વાર લાગે છે. બીન્સને પચાવવમાં બહુ તકલીફ પડે છે. બીન્સમાં રહેલા તત્વો સરળતાથી ડાઇજેસ્ટ થતા નથી જેના કારણે બ્લોટિંગનું કારણ બની શકે છે.
ઘઉંમાંથી બનતી રોટલી, બ્રેડ...જેવી વગેરે વસ્તુઓ ખાવાથી બ્લોટિંગની સમસ્યા થઇ શકે છે. જે ઘણી વાર પચવામાં બહુ ભારે પડે છે અને આ સમસ્યા વધી જાય છે. પચવામાં વાર થતી હોવાને કારણે શરીરમાં ગેસ બને છે જેના કારણે પેટ ફુલવાની સમસ્યા રહે છે.
સફરજન
આમ, જો વાત કરવામાં આવે તો સફરજનને હેલ્ધી ફ્રૂટ માનવામાં આવે છે, પરંતુ આનું સેવન કરવાથી બ્લોટિંગની સમસ્યા થઇ શકે છે. આનાથી બચવા માટે કેળા, બ્લુબેરી, દ્રાક્ષ, સંતરા તેમજ સ્ટ્રોબેરીનું સેવન કરી શકો છો.