Home /News /lifestyle /Acidity Problem: એસિડિટીની સમસ્યામાંથી છૂટકારો મેળવો, જાણી લો 100 ટકા અસરકારક ઉપાયો, ફાયદો થઇ જશે
Acidity Problem: એસિડિટીની સમસ્યામાંથી છૂટકારો મેળવો, જાણી લો 100 ટકા અસરકારક ઉપાયો, ફાયદો થઇ જશે
એસિડિટીમાંથી રાહત મેળવો
Acidity problems: આજનાં આ સમયમાં અનેક લોકો એસિડિટીની સમસ્યાથી પીડાતા હોય છે. એસિડિટી થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે. આમ, જો તમને પણ એસિડિટીની સમસ્યા રહે છે તો આ ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: છાતી અને ગળામાં બળતરા થવાનું એક કારણ એસિડિટી પણ હોઇ શકે છે. એસિડિટી વ્યક્તિને જ્યારે થાય ત્યારે એ હેરાન થઇ જાય છે. ઘણાં લોકો આ સમસ્યાથી કંટાળી જતા હોય છે. આ સાથે જ અનેક લોકો થોડુ પણ તીખું ખાય તો એમને એસિડિટીની સમસ્યા રહેતી હોય છે. આમ, જો તમને આ સમસ્યા વધારે થાય છે તો એસિડ રિફ્લેક્સનો પ્રોબ્લેમ્સ પણ હોઇ શકે છે. આ માટે એસિડિટીની તકલીફને કોઇ પણ વ્યક્તિએ ઇગ્નોર કરવી જોઇએ. જો તમે આ વાતને નાની સમજીને ઇગ્નોર કરો છો તો સમય જતા અનેક મોટી તકલીફમાં મુકાઇ શકો છો. તો જાણો આ સમસ્યામાંથી કેવી રીતે છૂટકારો મેળવશો.
વિટામીન રિચ ફૂડ તમે તમારા ડાયટમાં એડ કરો. તમને એસિડિટીની સમસ્યા વઘારે રહે છે તો તમે તળેલો ખોરાક ખાવાનું બંધ કરી દો. તળેલો ખોરાક ખાવાથી આ સમસ્યામાં વધારો થાય છે. આ સિવાય એક સાથે વઘારે ખાશો નહીં. થોડા-થોડા અંતરે ખાવાની આદત પાડો. આ સાથે જ જમ્યા પછી તરત બેસશો નહીં અને થોડુ ચાલવાની આદત રાખો.
કાર્બોનેટેડ ડ્રિંકનું સેવન ના કરો
તમને એસિડિટીની સમસ્યા રહે છે તો તમે ભૂલથી પણ કાર્બોનેટેડ ડ્રિંક પીશો નહીં. આ પ્રકારના ડ્રિંક પીવાથી હેલ્થ તેમજ એસિડિટીની સમસ્યામાં વધારો થાય છે.
ઊંઘતી વખતે તમે તમારી બોડીને ઉંચી રાખો અને પગને થોડા નીચા રાખો. આવું કરવાથી માનસિક હેલ્થ સારી રહે છે અને સાથે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ ઓછી થાય છે. તમને પેટ સંબંધીત કોઇ તકલીફ છે તો તમારે આ રીતે ઊંઘવું જોઇએ. એક વાતનું એ ધ્યાન રાખો કે ડાબી બાજુ પડખુ ફરેલું હોય.
વજન કંટ્રોલમાં રાખો
તમારું વજન બહુ વધારે છે તો તમે કંટ્રોલ કરો. વજન વધારે હોવાથી પણ તમે અનેક તકલીફમાં મુકાઇ શકો છો. તમારું વજન વધારે છે અને તમે એસિડિટીની સમસ્યાથી કંટાળી ગયા છો તો સૌથી પહેલાં તમારું વજન ઓછુ કરો. આમ કરવાથી ઘણી રાહત થઇ જશે.
નોંધ: આ માહિતી સામાન્ય આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર