Home /News /lifestyle /ગરદનમાં થતા દુખાવાથી કંટાળી ગયા છો? તો ફોલો કરો આ ટિપ્સ, તરત જ થઇ જશે રાહત

ગરદનમાં થતા દુખાવાથી કંટાળી ગયા છો? તો ફોલો કરો આ ટિપ્સ, તરત જ થઇ જશે રાહત

ગરદનના દુખાવામાંથી રાહત

How To Get Relief In Neck Pain: આજનાં આ સમયમાં ઘણાં લોકોને ગળામાં દુખાવો થતો હોય છે, એટલે નેક પેનની સમસ્યાથી અનેક લોકો કંટાળી જતા હોય છે. નેક પેન થવાને કારણે વ્યક્તિ અનેક રીતે હેરાન થાય છે. આ માટે આ સમસ્યમાંથી રાહત મેળવવી ખૂબ જરૂરી છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વર્તમાન સમયમાં અનેક લોકોને ગરદનનો દુખાવો થતો હોય છે. ગરદનનો દુખાવો લાંબા સમય સુધી બેસી રહેવાથી થઇ શકે છે. આ સાથે જ ગરદનનો દુખાવો થવા પાછળ પણ બીજા અનેક કારણો હોઇ શકે છે. સતત લાંબા સમય સુધી બેસી રહેવાથી, ઊંઘવાની ખરાબ આદત તેમજ બીજા કોઇ પણ પ્રકારની ઇજા થવાથી ગરદનનો દુખાવો થઇ શકે છે. ગરદનનો દુખાવો તમને થાય છે તો તમે સરળતાથી એને દૂર કરી શકો છો. જો તમે ગરદનના દુખાવાને ઇગ્નોર કરો છો તો આ સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. આ માટે ગરદનના દુખાવામાંથી રાહત મેળવવી ખૂબ જરૂરી છે. તો જાણો તમે પણ ગરદનના દુખાવામાંથી કેવી રીતે રાહત મેળવશો અને આ દુખાવો થવા પાછળનું શું છે કારણ..

આ પણ વાંચો:આટલું કરશો તો ઠંડીમાં ક્યારે નહીં વધે સુગર

જાણો શું છે ગરદનનું કારણ


હેલ્થલાઇન અનુસાર ગરદનનો દુખાવો થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ગરદનના દુખાવો લાંબા સમય સુધી ખરાબ પોશ્યુચર, લાંબા સમય સુધી ડેસ્ક પર બેસી રહેવું, એક પોઝિશનમાં બેસી રહેવો, ખોટી રીતે બેસવુ અને એક્સેસાઇઝ કરતી વખતે ગરદનમાં જર્ક આવવાને કારણે દુખાવો થઇ શકે છે. આ દુખાવો કોઇ વાર ઇજા અને હાર્ટ એટેકને કારણે પણ થઇ શકે છે.

જાણો શું છે નેક પેનના કારણો


સામાન્ય રીતે નેક પેન તીવ્ર હોય છે, જે ઘણાં દિવસો સુધી રહે છે. નેક પેન થવાને કારણે ચક્કર, માથાના દુખાવો, ઉલટી, ગરદન અકડાઇ જવી....જેવી અનેક સમસ્યાઓ થઇ શકે છે.

આ પણ વાંચો:આ 4 તકલીફોમાં કોફી પીવાથી તરત થઇ જાય છે રાહત

આ રીતે ગળાના દુખાવામાંથી આરામ મેળવો





    • નેક પેન થાય ત્યારે તમે હોટ અને કોલ્ડ થેરાપી અપનાવો. આમ કરવાથી તમને આરામ મળી શકે છે. ત્યારબાદ હિટિંગ પેડ અને ગરમ પાણીથી સ્નાન કરો, આમ કરવાથી નસોને રિલેક્સ મળે છે અને ગરદનના દુખાવામાંથી આરામ મળે છે.






  • નિયમિત રીતે ગરદનની એક્સેસાઇઝ કરો છો તો તમને આરામ મળે છે. આ માટે તમે ફોરવર્ડ અને બેકવર્ડની એક્સેસાઇઝ કરી શકો છો.

  • ફોનને ક્યારે પણ ગરદન પર તેમજ ખભા પર મુકશો નહીં. નેક પેનમાંથી રાહત મેળવવા માટે તમે હુંફાળા તેલથી માલિશ કરો.

First published:

Tags: Health care tips, Life style