Home /News /lifestyle /જમ્યા પછી છાતીમાં અને પેટમાં બળતરા થાય છે? તો ફોલો કરો આ ટિપ્સ, જોરદાર અસરકારક છે
જમ્યા પછી છાતીમાં અને પેટમાં બળતરા થાય છે? તો ફોલો કરો આ ટિપ્સ, જોરદાર અસરકારક છે
ભારતીય વાનગીઓ મસાલેદાર હોય છે.
Health care tips: આજની આ ફાસ્ટ લાઇફમાં જંક ફૂડ અને બહારના નાસ્તા ખાવાનું ચલણ ખૂબ વધી ગયુ છે. આ ટાઇપના નાસ્તા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન કરે છે. આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાની હેલ્થનું ધ્યાન પ્રોપર રીતે રાખી શકતા નથી.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભારતીય રસોઇમાં ખાસ કરીને વઘારે તેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ સાથે જ ભારતીય વાનગીઓમાં ગરમ મસાલા પણ વધારે પ્રમાણમાં વપરાતા હોય છે. જે રીતે આપણે આપણી લાઇફ સ્ટાઇલ જીવી રહ્યા છે એ રીતે આપણે આપણી હેલ્થને અનેક ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છે. વધારે તેલ અને મસાલાવાળા ખોરાક ખાવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ ટાઇપના ખોરાકને કારણે પાચન સંબંધિત સમસ્યાઓ થાય છે અને સાથે છાતીમાં બળતરા બળવા લાગે છે. આ માટે વધારે તેલ અને મસાલેદાર ખોરાકનું સેવન ઓછુ કરવુ જોઇએ.
છાતીમાં જ્યારે બળતરા થાય ત્યારે આપણને અનેક ઘણી તકલીફો પડે છે. આ સાથે જ ડાયજેશન સિસ્ટમમાં પણ બદલાવ આવે છે. આમ, જો તમને પણ જમ્યા પછી છાતીમાં અને પેટમાં બળતરા થાય છે તો આ ટિપ્સ તમારા માટે બહુ કામની છે.
તમને જમ્યા પછી છાતીમાં અને પેટમાં બહુ બળતરા થાય છે તો તમે કેફીનને એવોઇડ કરો. આ માટે તમે રૂટિનમાં એવા ફુડને એવોઇડ કરો જેમાં કેફીન હોય. ફુડ્સની સાથે-સાથે આમાં ડ્રિંક્સનો પણ સમાવેશ થાય છે.
પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો
આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી ટેવાયેલા હોય છે. પ્રોસેસ્ડ ફૂડમાં સેચ્યુરેટેડ ફેટ, સોડિયમ કન્ટેન્ટ અને મીઠું વધારે હોય છે જે હેલ્થને અનેક રીતે નુકસાન કરે છે. આ કારણે દરેક લોકોએ પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું જોઇએ.
તમારું વજન વધારે છે તો તમારે વિચારવાની જરૂર છે. ખાસ કરીને જે લોકોનું વજન વધારે હોય છે એમને છાતીમાં અને પેટમાં બળતરા વધારે થતી હોય છે. આમ, જો તમે તમારું વજન ઓછુ કરો છો તો આપોઆપ હેલ્થ સારી થાય છે અને સાથે તમે અનેક સમસ્યાઓમાંથી બચી શકો છો.
એક સાથે વઘારે ખોરાક ખાવાનું ટાળો
તમને છાતીમાં અને પેટમાં બળતરા થાય છે તો તમે એક સાથે વધારે ખોરાક ખાવાનું ટાળો. ખોરાક એક સાથે ખાવાથી પણ ઘણી વાર આ તકલીફ થતી હોય છે. આ માટે થોડુ-થોડુ અને ઓછા મસાલાવાળા ખોરાક ખાવાની આદત પાડો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર