Home /News /lifestyle /પ્રેગનન્સીમાં આ પોઝિશનમાં ઊંઘવાથી થાય છે અનેક લાભ, સાથે જાણો ઊંઘ ના આવે ત્યારે શું કરશો

પ્રેગનન્સીમાં આ પોઝિશનમાં ઊંઘવાથી થાય છે અનેક લાભ, સાથે જાણો ઊંઘ ના આવે ત્યારે શું કરશો

પ્રેગનન્સીમાં ખાસ આ ધ્યાન રાખો

Better Sleep in Pregnancy: પ્રેગનન્સીમાં મોટાભાગના લોકોને ઊંઘ ના આવવાની સમસ્યા રહેતી હોય છે. ઊંઘ ના આવવાને કારણે અનેક લોકો હેરાન થઇ જતા હોય છે. આમ, જો તમને પણ પ્રેગનન્સીમાં આવી તકલીફ છે તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આમ તો સારી ઊંઘ દરેક વ્યક્તિ માટે જરૂરી હોય છે, પરંતુ ખાસ કરીને પ્રેગનન્સીમાં સારી ઊંઘ એ બહુ મોટો ટામ્ક બની જાય છે. પ્રેગનન્સીમાં ઘણી બધી મહિલાઓને ઊંઘ ના આવવાની સમસ્યા હોય છે. મહિલાઓને પ્રેગનન્સીમાં પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. આ સમયે ઊંઘ ના આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આ દિવસોમાં ગ્રેવિટીનું સેન્ટર બદલાઇ જાય છે જેના કારણે પીઠની માંસપેશિઓ પર વઘારે પ્રેશર આવે છે જેના કારણે કમરનો દુખાવો થાય છે અને રાત્રે ઊંઘતી વખતે આ સમસ્યા વધી જાય છે.

    આ પણ વાંચો: આ ડાયટ ફોલો કરશો તો નહીં વધે જરા પણ વજન

    આ સાથે જ બીજુ કારણ એ હોય છે કે વારંવાર યુરિન જવાને કારણે ઊંઘ ડિસ્ટર્બ થાય છે જેના કારણે મોડા સુધી ઊંઘ આવતી હોતી નથી. આ સાથે જ ઘણી વાર બાળક વઘારે કિક મારે એના કારણે પણ ઊંઘ આવતી હોતી નથી. આમ, જો તમને પણ પ્રેગનન્સીમાં આ તકલીફ રહે છે તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે. તો જાણો આ વિશે વધુમાં.

    પગની વચ્ચે તકિયો મુકીને સૂઇ જાવો


    પહેલા ત્રણ મહિના પછી પેટ વધારે બહાર આવવા લાગે છે જેના કારણે તમે એક બળ પર સૂઇ શકતા નથી. આ માટે તમે બે પગની વચ્ચે તકિયો મુકીને સૂઇ જાવો છો તો તમને રાહત થાય છે અને સાથે ઊંઘ પણ સારી આવે છે. પ્રેગનન્સીમાં ઊંઘવા માટેની આ બેસ્ટ પોઝિશન છે. ખાસ ધ્યાન એ રાખો કે તકિયાને કારણે તમારા પેટ પર કોઇ પણ પ્રકારનું પ્રેશર ના આવે.

    આ પણ વાંચો: અહિં ફરવા નથી ગયા તો સમજી લો કે તમે કશું જ ફર્યા નથી

    દિવસમાં યોગ કરો


    તમે દિવસ દરમિયાન યોગ કરવાની આદત પાડો. આ યોગ તમે કોઇ સારા યોગ ટિચર તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ઘરે જ કરી શકો છો. આ સાથે જ હળવી એક્સેસાઇઝ કરવાની આદત પાડો.

    હુંફાળા ગરમ પાણીથી સ્નાન કરો


    વાતાવરણ સારું હોય તો તમે હળવા ગરમ પાણીથી સ્નાન કરીને રાત્રે સૂઇ જાવો. ખાસ કરીને આ નિયમ પાળવાથી પ્રેગનન્ટ મહિલાઓને રાત્રે ઊંઘ સારી આવે છે. આનાથી શરીરને આરામ મળે છે અને સાથે રિલેક્સ ફિલ કરો છો.


    હાથ-પગમાં મસાજ કરો


    રાત્રે તમે હાથ-પગમાં હળવા હાથે મસાજ કરો. મસાજ કરવાથી ઊંઘ સારી આવે છે અને તમે રિલેક્સ રહો છો. આ મસાજ તમે કોઇ બીજા વ્યક્તિ પાસે પણ કરાવી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Pregnancy, Pregnant woman

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन