Home /News /lifestyle /આદુનાં આ પાણીથી ગેસ+અપચો+કબજીયાત જેવી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવો, જાણો કેવી રીતે બનાવશો ઘરે

આદુનાં આ પાણીથી ગેસ+અપચો+કબજીયાત જેવી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવો, જાણો કેવી રીતે બનાવશો ઘરે

ગેસની સમસ્યામાંથી રાહત મેળવો

Home remedies for indigestion problems: અનેક લોકોને ગેસની સમસ્યા થતી હોય છે. ગેસને કારણે શરીરમાં બીજી અનેક પ્રકારની તકલીફો થાય છે. ગેસની તકલીફને તમે ઇગ્નોર કરો છો તો શરીરમાં બીજી અનેક સમસ્યાઓ થવા લાગે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખોટી ખાવા-પીવાની આદતને કારણે અનેક લોકોને પેટ સંબંધીત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કબજીયાત, અપચો અને ગેસ જેવી અનેક સમસ્યાઓને કારણે વ્યક્તિ અનેક વાર હેરાન થાય છે. કાર્બોનેટેડ ડ્રિંક્સ અને આલ્કોહોલના સેવનથી પણ પેટની તકલીફો વધી શકે છે. દવાઓનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી ગેસની સમસ્યાઓમાં વધારો થાય છે. એવામાં તમે કેટલીક ઘરેલું વસ્તુઓનું સેવન કરીને આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો. આનાથી અપચાની સમસ્યામાંથી તમને રાહત મળે છે. તો જાણો આ વિશે વધુમાં...

    આદુ


    આદુનું સેવન કરીને તમે ગેસની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. આ માટે તમે એક કપ પાણીમાં આદુનો ટુકડો ઉકાળો. ત્યારબાદ આ પાણીની સેવન કરો. આ પાણીથી પેટનો દુખાવો અને પાચન સંબંધીત સમસ્યાઓમાંથી રાહત મળે છે. તમને આનો સ્વાદ કડવો લાગે છે તો તમે આમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરી શકો છો.

    આ પણ વાંચો: છાતીમાં કફ જામી ગયો છે?

    લીંબુ પાણી


    તમે લીંબુના પાણીનું સેવન રેગ્યુલર કરો છો તો પેટની સમસ્યામાંથી રાહત મળે છે. લીંબુ પાણીથી શરીરને આરામ મળે છે. આ સાથે જ તમે રોજ લીંબુ પાણી પીઓ છો તો ગેસ સંબંધીત સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે. પાચન સંબંધીત સમસ્યાઓને ઠીક કરવા માટે તમે દિવસમાં 2-3 વાર લીંબુ પાણી પી શકો છો, પરંતુ વધારે માત્રામાં આ પાણીનું સેવન કરશો નહીં. આનાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થાય છે.

    આ પણ વાંચો: આ કારણે પુરુષો બની રહ્યા નપુંસકતાનો ભોગ

    એપલ સાઇડ વિનેગર


    એપલ સાઇડ વિનેગરથી અનેક લોકો અજાણ હોય છે. સફરજનનો સિરકો પાચન અને પેટ સંબંધીત સમસ્યાઓમાંથી રાહત અપાવવાનું કામ કરે છે. આ માટે તમે એક ગ્લાસ પાણીમાં બે ચમચી એપલ સાઇડ વિનેગર મિક્સ કરો. આ પાણીનું સેવન તમે જમ્યાના 30 મિનિટ પહેલાં કરો. આ પાણીથી સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે.


    તુલસી


    તુલસીમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. તુલસી પાચન સંબંધીત સમસ્યાઓને દૂર કરવા માટે સૌથી બેસ્ટ છે. આ માટે એક ગ્લાસ પાણીને ગરમ કરી લો. ત્યારબાદ 14 થી 15 તુલસીનાં પાન લો અને આ પાણીમાં નાંખો. હવે આ પાણીને પી લો. આમ કરવાથી પેટ સંબંધીત સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ પાણીનું સેવન વધારે પ્રમાણમાં તમારે પીવાનું નથી.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Home Remedies, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन