Home /News /lifestyle /Painkiller થી પણ કમરના દુખાવામાં રાહત થતી નથી? તો આ તેલથી માત્ર અઠવાડિયામાં છૂટકારો મળી જશે

Painkiller થી પણ કમરના દુખાવામાં રાહત થતી નથી? તો આ તેલથી માત્ર અઠવાડિયામાં છૂટકારો મળી જશે

બેક પેઇનમાંથી રાહત

home remedies for back pain: આજનાં આ સમયમાં મોટાભાગનાં લોકોને કમરમાં દુખાવો થતો હોય છે. આ દુખાવાને કારણે વ્યક્તિને શરીરમાં મજા આવતી નથી અને બેચેની લાગે છે. આમ, જો તમે પણ કમરના દુખાવાથી કંટાળી ગયા છો તો આ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં મોટાભાગના લોકોને પીઠનો દુખાવો થતો હોય છે. પીઠની સમસ્યાથી પીડાતા લોકોને અનેક ઘણી તકલીફ બેસવા-ઉઠવામાં પડતી હોય છે. જો કે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે અનેક લોકો પેનકિલર લેતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે આ ટાઇપની દવાથી તમે ટેમ્પરરી દુખાવામાં રાહત થાય છે. જો કે પીઠનો દુખાવો થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણી વાર સતત બેસીને કામ કરવાને કારણે પણ પીઠનો દુખાવો થતો હોય છે. આમ, જો તમે પણ પીઠના દુખાવામાંથી તમે કંટાળી ગયા છો તો આ અસરકારક ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

આ પણ વાંચો:ઉર્ફી જાવેદનું ગળામાં થયુ ખતરનાક ઇન્ફેક્શન!

લસણ અને ડુંગળી


એક્સપર્ટ અનુસાર તમને પીઠમાં સતત દુખાવો થાય છે તો તમે લસણ અને ડુંગળીનું સેવન કરો. આ ઉપાયથી તમને રાહત થઇ જશે. ઘણાં લોકો લસણ અને ડુંગળી ખાતા હોતા નથી, પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે જો તમે રેગ્યુલર લસણ અને ડુંગળી ખાઓ છો તો લાંબા સમયે તમને પીઠના દુખાવામાંથી આરામ મળે છે.

તુલસીનું તેલ


આર્યુવેદ અનુસાર તુલસીનું તેલ તમારા માટે સૌથી બેસ્ટ છે. તુલસીનું તેલ શરીરના અનેક દુખાવા દૂર કરવાની તાકાત ધરાવે છે. તુલસીના તેલનો તમે રેગ્યુલર ઉપયોગ કરો છો તો પીઠના દુખાવામાંથી રાહત થઇ જાય છે. તુલસીનું તેલ એક ડિશમાં લો અને એનાથી તમને જ્યાં દુખાવો થાય છે ત્યાં માલિશ કરો. આ માલિશ તમારે બહુ હળવા હાથે કરવાની રહેશે.

આ પણ વાંચો:ક્યાંક તમે નકલી ચ્યવનપ્રાશ તો ખાતા નથી ને?

ગરમ પાણીનો શેક


તમને પીઠમાં બહુ દુખાવો થાય છે તો તમે ગરમ પાણીનો શેક કરો. ગરમ પાણીના શેકથી તમને આ ટાઇપના દુખાવામાંથી રાહત થાય છે. ગરમ પાણીનો શેક તમારે રેગ્યુલર કરવાનો રહેશે. ગરમ પાણીનો શેક તમારે દિવસમાં બે વાર કરવાનો રહેશે. આ પાણી બહુ ગરમ ના હોય એનું ખાસ ધ્યાન રાખજો.


નિલગિરીનું તેલ

નિલગિરીનું તેલ હેલ્થ અને સ્કિન માટે સૌથી બેસ્ટ છે. આ તેલથી તમે રેગ્યુલર માલિશ કરો છો તો તમને પીઠના દુખાવામાંથી આરામ મળે છે. નિલગિરીનું તેલ નાના બાળકોને શરદી થાય તો તમે યુઝ કરી શકો છો.
First published:

Tags: Back Pain, Healh tips, Life style