Home /News /lifestyle /હાઇ યુરિક એસિડને તરત કંટ્રોલમાં કરે છે આ બી, આ સાચી રીતે સેવન કરશો તો અઢળક લાભ થશે

હાઇ યુરિક એસિડને તરત કંટ્રોલમાં કરે છે આ બી, આ સાચી રીતે સેવન કરશો તો અઢળક લાભ થશે

યુરિક એસિડ કંટ્રોલ કરો

Flaxseeds for Uric Acid: અળસી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. અળસીનું તમે રેગ્યુલર સેવન કરો છો તો અનેક બીમારીઓથી તમે દૂર રહો છો. અળસી સ્કિન માટે પણ એટલી જ ફાયદાકારક છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શરીરમાં યુરિક એસિડ વધવાની સમસ્યા અનેક બીમારીઓનો આમંત્રણ આપે છે. યુરિક એસિડ વધવાથી સાંધાના દુખાવા, હાડકાંના દુખાવાની ફરિયાદ વધારે રહે છે. યુરિક એસિડ વધવાને કારણે અનેક લોકોને શરીરના કેટલાંક અંગો પર સોજા આવવાની ફરિયાદ રહેતી હોય છે. યુરિક એસિડ વધવાથી હાથ-પગની આંગળીઓમાં દુખાવો થાય છે. પરંતુ શરીરમાં વધતા યુરિક એસિડને કંટ્રોલને કરવું ખૂબ જરૂરી છે. જો તમે યુરિક એસિડને કંટ્રોલ કરતા નથી તો અનેક તકલીફો વધતી જાય છે. તમને જણાવી દઇએ કે યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે અળસીના બીજ સૌથી વધારે ફાયદાકારક છે. અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે તમારી આ સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે.

    આ પણ વાંચો: બેકિંગ સોડાથી આ રીતે ગરદનની કાળાશ દૂર કરી દો

    ફાયદાકારક છે અળસીના બી


    એનસીબીઆઇમાં પબ્લિશ્ડ રિસર્ચ રિપોર્ટ અનુસાર અળસીના બીનું સેવન કરવાથી વધતુ યુરિક એસિડની માત્રા ઓછી કરી શકાય છે. અળસીના બી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અળસીના બી તમે રાત્રે પાણીમાં પલાળી દો અને સવારમાં ખાલી પેટે આનું સેવન કરો. આમ કરવાથી ડાઇજેશન સિસ્ટમ સારી થાય છે અને સાથે યુરિક એસિડ કંટ્રોલમાં થાય છે.

    આ રીતે સેવન કરો


    તમારા શરીરમાં યુરિક એસિડ વધે છે તો તમે અળસીના બીનું સેવન કરો. આનોurid પાવડર બનાવીને પણ તમે સેવન કરી શકો છો. આ માટે તમે અળસીનો પાવડર બનાવી દો. એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી અળસીનો પાવડર નાંખો અને પછી આ પાણી પી લો. આમ કરવાથી યુરિક એસિડની સમસ્યામાંથી જલદી ઠીક થઇ જાય છે.

    આ પણ વાંચો:આ ઉપાયોથી ઠંડીમાં કબજીયાતમાંથી છૂટકારો મેળવો

    યુરિક એસિડ અને આપણાં ડાયટ સાથે ખાસ કનેક્શન હોય છે. હેલ્ધી વસ્તુઓનું સેવન કરો અને સાથે જ સલાડ અને શાકમાં અળસીના બી મિક્સ કરીને ખાઓ. આમ કરવાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે.



    અળસીના બી તમે સામાન્ય શેકીને પણ ખાઇ શકો છો. ઘણાં લોકો અળસીના બીનો મુખવાસ પણ ખાતા હોય છે. અળસીનો મુખવાસ પણ સ્વાદમાં મસ્ત લાગે છે. અળસીના બી અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે જે તમને ફિટ રાખવામાં મદદ કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life style, Uric Acid

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन