Home /News /lifestyle /ગરમીમાં વરિયાળી અને ખડી સાકરનો પાવડર બનાવો: આ રીતે પાણીમાં નાંખીને પીઓ, લૂ નહીં લાગે

ગરમીમાં વરિયાળી અને ખડી સાકરનો પાવડર બનાવો: આ રીતે પાણીમાં નાંખીને પીઓ, લૂ નહીં લાગે

વરિયાળી શરીરમાં ઠંડક કરે છે.

Health care: ગરમીમાં વરિયાળી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. કાળઝાળ ગરમીમાં તમે આ રીતે વરિયાળીનું પાણી પીઓ છો તો લૂ લાગતી નથી અને સાથે સ્કિનને લગતી અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે.

Health care: વરિયાળી હેલ્થ માટે અનેક રીતે ગુણકારી સાબિત થાય છે. વરિયાળીની તાસિર ઠંડી હોય છે. વરિયાળીનું સેવન દરેક લોકોએ ગરમીમાં કરવુ જોઇએ. ગરમીમાં વરિયાળી ખાવાની પણ એક રીત હોય છે. તમને ગમે એમ તમે વરિયાળી ખાઓ છો તો એનાથી હેલ્થને કોઇ ફાયદો થતો નથી, પરંતુ નુકસાન થાય છે. આ માટે જરૂરી છે કે ગરમીમાં વરિયાળીનું સેવન કેવી રીતે કરશો. વરિયાળી ફાઇબરથી રિચ હોય છે. આ સાથે જ જમ્યા પછી તમે વરિયાળીનું સેવન કરો છો જમવાનું જલદી પચી જાય છે. તો જાણો આ ફાયદાઓ વિશે તમે પણ...

આ  પણ વાંચો:જાણી લો મોંનું કેન્સર થવાના શરૂઆતી લક્ષણો

વરિયાળી સાથે આ વસ્તુઓ મિક્સ કરો


ગરમીમાં વરિયાળીનું સેવન કરવાથી લૂ લાગતી નથી. આમ, તમને જણાવી દઇએ કે વરિયાળીને બજારમાંથી જ્યારે લાવો ત્યારે સૌથી પહેલાં એને સાફ કરી લો. પછી આ વરિયાળીને એક દિવસ માટે તડકામાં રાખો. આમ કરવાથી ભેજ રહેશે નહીં. આ વરિયાળીને મિક્સરમાં ક્રશ કરી લો. થોડી ખડી સાકર લઇને મિક્સરમાં ક્રશ કરો અને એક બાઉલમાં લઇ લો. પછી આખા ધાણાને આ રીતે ક્રશ કરો. આ ત્રણેય વસ્તુઓને ભેગી કરીને એક બોટલમાં ભરી દો.ટ

આ પણ વાંચો:આટલું કરશો તો આખો દિવસ સ્ટેમિના રહેશે

હવે આ વરિયાળીના પાવડરને રાત્રે એક માટીનું વાસણ લો અને એમાં  પલાળો. આ માટે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને એમાં બે ચમચી વરિયાળીનો પાવડર નાખવાનો રહેશે. આ પાણીને રોજ સવારમાં બ્રશ કરીને તરત જ પી લો.


વરિયાળીનું પાણી પીવાના ફાયદા


આ પાણી તમે રોજ સવારમાં ઉઠીને પીઓ છો તો શરીરમાંથી ગરમીનો કોઠો દૂર થાય છે અને ઠંડક મળે છે. આ સાથે જ તમે ગમે એટલા તડકામાં બહાર ફરો છો તો પણ તમને પરસેવો થતો નથી. આ સાથે જ ગરમીને કારણે થતા ખીલ જેવી અનેક સમસ્યાઓમાંથી તમને છૂટકારો મળે છે.
First published:

Tags: Health care tips, Life Style News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો