Home /News /lifestyle /Healthy Fasting Tips: ઉપવાસમાં એસિડિટી અને કબજિયાત થાય છે? તો આ ટિપ્સ ફોલો કરો
Healthy Fasting Tips: ઉપવાસમાં એસિડિટી અને કબજિયાત થાય છે? તો આ ટિપ્સ ફોલો કરો
એસિડિટીમાંથી રાહત મેળવો
Healthy fasting tips: હાલમાં ચૈત્રી નવરાત્રિ શરૂ છે ત્યાં અનેક લોકો આ દિવસોમાં ઉપવાસ કરતા હોય છે. આ સમયે ઉપવાસ કરવાથી જમવાની સ્ટાઇલમાં ફેરફાર થવાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યા રહે છે.
Healthy Fasting Tips: 22 માર્ચની ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઇ અને 24 માર્ચથી રમઝાન શરૂ થયા. આ સમયે અનેક પ્રકારના ફૂડ્સ લોકો ખાતા હોતા નથી. આ સાથે જ મોટાભાગના લોકો ફરાળ કરીને ડાયટ કરતા હોય છે, જ્યાર બીજી બાજુ રમઝાનમાં જમ્યા વગર તેમજ પાણી વગર ફાસ્ટ રાખતા હોય છે. આ સમયે માત્ર સેહરી અને ઇફ્તારમાં ખાવાનું હોય છે. આમ, તમને જણાવી દઇએ કે ફાસ્ટ કરવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે.
ઉપવાસ કરવાથી લિવર ડિટોક્સ થાય છે અને સાથે વજન ઓછુ પણ થાય છે. પરંતુ આ સમયે સૌથી મોટી સમસ્યા કબજિયાત અને એસિડિટીની હોય છે. આમ, તમને પણ આ સમસ્યા છે તો આ ટિપ્સ તમારા માટે કામની છે.
એસિડિટીની સમસ્યા ત્યારે થાય છે જ્યારે પેટનું એસિડ વારંવાર ઇસોફેગસ તરફ જાય છે. આનાથી તમારી ઇસોફેગસની લાઇનને નુકસાન પહોંચી શકે છે. જયારે કબજિયાતની સમસ્યા ત્યારે થાય જ્યારે આપણે પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરતા નથી. નવરાત્રિમાં વ્રત તેમજ રોજા રાખવા પર ખાવાની આદતોને કારણે આ સમસ્યા થતી હોય છે.
જાણો કેવી રીતે બચશો?
ખાટા ફળોથી દૂર રહો
સંતરા, ગ્રેપફ્રૂટ અને લીંબુને ખાલી પેટે ખાવાથી એસિડિટી થઇ શકે છે. આ માટે સૌથી બેસ્ટ એ છે કે તમે કેળા, ચીકુ જેવા ફ્રૂટનું સેવન કરો.
વ્રત દરમિયાન જરૂરી હોય છે કે આપણાં શરીરને હાઇડ્રેટ રાખવું. આ સમયે ઠંડુ પાણી પીવાની જગ્યાએ તમે હુંફાળુ પાણી પીઓ. આ પાણી પીવાથી તમને કબજિયાતની તકલીફમાંથી રાહત મળે છે.
હેલ્ધી ડ્રિંક્સ લો
ઉપવાસ દરમિયાન છાશ અને ઠંડા દૂધ જેવા ડ્રિંક્સ પીઓ. આ તમારા પેટમાં ઠંડક પહોંચાડે છે. આ સાથે જ નારિયેળ પાણી પીવાથી શરીરનું પીએચ સ્તર સંતુલિત રહે છે અને શરીરમાંથી ટોક્સિન્સ નિકળી જાય છે.
ઉપવાસમાં આ ફ્રૂટ ખાઓ
ઉપવાસ દરમિયાન બને ત્યાં સુધી કેળા, શક્કરટેટી જેવા ફ્રૂટ્સ ખાઓ. આ ફ્રૂટ્સમાં પોટેશિયમની માત્રા સારી હોય છે જે એસિડિટમાંથી રાહત અપાવે છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર