Home /News /lifestyle /ધુમ્રપાન કરવાથી આંખોને થાય છે આ 3 ભયંકર નુકસાન, જાણો અને છોડી દો આદત નહીં તો

ધુમ્રપાન કરવાથી આંખોને થાય છે આ 3 ભયંકર નુકસાન, જાણો અને છોડી દો આદત નહીં તો

સ્મોકિંગની આદત છોડી દો

Smoking Eyes Effect: સ્મોકિંગ કરવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. જો તમને સ્મોકિંગ કરવાની આદત છે તો તમે આ આદત છોડી દો નહીં તો આંખોને અનેક ઘણું નુકસાન થશે અને તમે હેરાન થશો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સ્મોકિંગ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ખતરનાક સાબિત થાય છે. મોટાભાગના લોકોને એ વિશે જાણે છે કે ધુમ્રપાન કરવાથી કેન્સર, શ્વાસની બીમારી અને ફેફસાંની સમસ્યા વધારે થાય છે. જો કે આ વાત સાચી છે પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે ધુમ્રપાન કરવાથી આંખોને ખરાબ રીતે અસર થાય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર તમે સ્મોકિંગ કરતા નથી તો અને ધુમ્રપાન કરનાર લોકોના સંપર્કમાં આવો છો તો પણ તમને નુકસાન થાય છે. લાંબા સમય સુધી ધુમ્રપાન કરવાથી આંખો લાલ થઇ જાય છે અને ધુંધળાપણું આવવાની સંભાવના રહે છે.

    આ પણ વાંચો: પગમાં બળતરા થાય છે?

    ઓનલી માય હેલ્થની ખબરને અનુસાર સ્મોકિંગ કરનારા દરેક લોકોને કેન્સર તેમજ ફેફસાની સમસ્યા થતી હોતી નથી પરંતુ આનાથી આખુ શરીર પ્રભાવિત થાય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર તમે ધુમ્રપાન કરો છો તો તમારે બંધ કરી દેવુ જોઇએ. આ સાથે જ એક્સપર્ટ જણાવે છે કે આંખોની રોશની ઓછી થવી એ મોતિયાનું કારણ હોઇ શકે છે.

    મોતિયો આવવા પાછળના કારણમાં ધુમ્રપાન એ સૌથી મોટુ કારણ હોઇ શકે છે. જો તમે સ્મોકિંગ કરો છો તો તમારી આંખોનું ખાસ કરીને ધ્યાન રાખજો. તો જાણો સ્મોકિંગ કરવાને કારણે કઇ કઇ બીમારીઓની ઝપેટમાં તમે આવી શકો છો.

    મોતિયાનું જોખમ


    તમે જેટલું વધારે ધુમ્રપાન કરો છો એટલો વધારે ખતરો મોતિયાનો હોય છે. મોતિયો એક એવી બીમારી છે જેમાં આંખના લેન્સ નબળા થઇ જાય છે અને દેખવાની ક્ષમતા ઓછી થવા લાગે છે. ધુમ્રપાન કરવાથી નિકળતો ધુમાડો આંખોને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે.

    આ પણ વાંચો: આ લોકોએ ક્યારે ના ખાવા જોઇએ તુલસીના પાન

    યુવીટીસ આંખો


    યુવીટીસ આંખોની એક એવી બીમારી છે જેમાં આંખને મધ્ય પરતમાં સોજા આવી જાય છે. 2015ના એક રિપોર્ટ અનુસાર યુવીટીસ થવાના મોટા કારણોમાં ધુમ્રપાન પણ એમાંનું એક છે. સિગારેટમાં મળતા તત્વો રક્ત કોશિકાઓ પર અસર કરે છે જેના કારણે આંખમાં સોજા આવવાની સમસ્યા વધવા લાગે છે.


    ડ્રાય આઇ સિન્ડ્રોમ


    સામાન્ય રીતે ડ્રાય આઇની સમસ્યા ત્યારે થાય છે જ્યારે આંખોમાં આસું બનવાનું બંધ થઇ જાય છે. આ સ્થિતિમાં આંખો સુકાઇ જવી, બળતરા થવી અને આંખો લાલ થવા લાગેછે. સિગારેટનો ધુમાડાથી આ તકલીફ થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life style, Smoking

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन