રોમેન્ટિક રીલેશનશિપ માનસિક અને શારિરીક સ્વાસ્થ માટે શ્રેષ્ઠ છે : અહી જાણો એક્સપર્ટ શું કહે છે?

રોમેન્ટિક રીલેશનશિપ માનસિક અને શારિરીક સ્વાસ્થ માટે શ્રેષ્ઠ

પ્રેમ એક એવી લાગણી છે જેને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. જ્યારે વ્યક્તિ પ્રેમમાં હોય તો આસપાસનું વાતાવરણ તેને ખુશનુમા લાગે છે.

  • Share this:
પ્રેમ એક એવી લાગણી છે જેને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. જ્યારે વ્યક્તિ પ્રેમમાં હોય તો આસપાસનું વાતાવરણ તેને ખુશનુમા લાગે છે. દુનિયા તે વ્યક્તિ માટે ખુબસુરત બની જાય છે, વ્યક્તિ સ્વભાવે ખુશ અને ચંચળ બની જાય છે, મન સતત પ્રફુલ્લિત રહે છે. મોટાભાગના તમામ લોકો એ વાત તો ચેક્કસ માને છે કે પ્રેમ કોઈપણ વ્યક્તિના જીવનમાં આનંદ લઈને આવે છે. પણ આપને જાણીને નવાઈ લાગશે કે, હવે તો વિજ્ઞાન પણ આ વાત સાથે સહમતિ દર્શાવી રહ્યું છે, વિજ્ઞાન પણ માની રહ્યું છે કે કોઈ સાથે પ્રેમમાં હોવું માત્ર શરીર જ નહી પણ હ્રદય માટે પણ લાભદાયક છે.

ઈંડ્યન એક્સપ્રેસ ડોટકોમની એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ફોર્ટિસ હોસ્પિટલ કલ્યાણના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. વિવેક મહાજન અને ફોર્ટિસ હોસ્પિટલ મુલુંડના મનોચિકિત્સક ડૉ. કેદાર તિલવેના મત મુજબ, એક હેલ્ધી રિલેશનશીપ તમને ઘણા શારિરીક અને માનસિક લાભ પહોંચાડે છે.

અહીં પ્રેમ અને આકર્ષણને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે.

શરૂઆતી આકર્ષણ

જ્યારે પણ કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ પ્રત્યે આકર્ષિત થાય છે, ત્યારે તેના શરીરમાં અલગ અલગ પ્રકારના હાર્મોન્સ રિલીઝ થાય છે, જે વ્યક્તિને ઉત્સાહિત કરે છે. આકર્ષણ થાય ત્યારે તત્કાલ પ્રતિક્રિયાના ભાગ રૂપે નૉરપેનેફ્રિન (norepinephrine) અને એડ્રેનાલાઈન જેવા હાર્મોન્સ રિલીઝ થાય છે. આપણે રોમેન્ટિક રીતે આકર્ષિત હોઈએ એવા વ્યક્તિ સામે જોઈએ તો હ્રદયના ધબકારા તથા પલ્સ રેટમાં વધારો થાય છે. આ સાથે જ આંખની કીક પણ મોટી થવા જેવા ફેરફાર જોવા મળે છે.

જુનો અને લાંબા સમય સુધી ચાલનાર રિલેશનશીપ

જ્યારે પણ કોઈ વ્યક્તિ સાથે તમારી લાગણીઓ જોડાય તે સમયે તમારા મગજમાં એંડોર્ફિન (endorphins), વૈસોપ્રેસિન (vasopressin) અને ઓક્સટોન (oxytocin) રિલીઝ થાય છે, જે શરીર માટે ફાયદાકારક છે.

જોડાણ માટે જવાબદાર હાર્મોન

ડૉક્ટર્સના મત મુજબ એન્ડોર્ફિન આપણને ખુશી અને સંતોષની લાગણીનો અનુભવ કરાવે છે. જ્યારે તમે કોઈ ખાસ વ્યક્તિ સાથે સુરક્ષાનો અનુભવ કરો છો ત્યારે આ હાર્મોન રિલીઝ થાય છે. ઓક્સીટોસિન અને વાસોપ્રેસિન બે વ્યક્તિઓ વચ્ચે સંબંધ વિકસાવવામાં મદદ કરે છે. આ રસાયણો માતાપિતા અને બાળક વચ્ચેના જોડાણ માટે જવાબદાર છે.

બીપી અને હાર્ટરેટમાં ઘટાડો

પ્રેમની લાગણીના અનુભવને કારણે રિલીઝ થતા હાર્મોન વ્યક્તિના હ્રદયને સ્વસ્થ રાખવામાં મદદરુપ છે. વિજ્ઞાન દ્વારા એ બાબતની પુષ્ટી કરવામાં આવી છે કે, જ્યારે પણ વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે સમય વિતાવે છે ત્યારે ઉત્પન્ન થતી સુરક્ષા અને આરામની લાગણીને કારણે બ્લડપ્રેશર અને પલ્સરેટમાં ઘટાડો થાય છે.

ટચથી ઓછું થાય છે બીપી

ડૉક્ટરોનું કહેવું છે કે, સ્પર્શના ઘણાબધા લાભ થાય છે. જ્યારે પાર્ટનર એરબીજાને ગળે લગાવે છે, તો ઓક્સિટોન હાર્મોન રિલીઝ થાય છે. જે બોન્ડિંગ માટે જવાબદાર હાર્મોન છે. ઓક્સિટોન બ્લડપ્રેશરમાં ઘટાડો કરે છે. લાંબાગાળાના સ્થિર સંબંધો વ્યક્તિમાં સહાનુભુતિ અને વિશ્વાસ જાળવવામાં મદદ કરે છે.

જો કે, આ તમામ સિવાય સંબંધોના બ્રોકન હાર્ટ સિંડ્રોમ નામના પાસાને નકારી શકાય તેમ નથી. જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ પોતિકી વ્યક્તિને ગુમાવી દે છે, તેની સાથે દગો થાય છે કે પછી પોતાના પ્રેમથી અલગ થઈ જાય તો તે ખુબ તાણ અનુભવે છે. આ તણાવ અલગ અલગ વ્યક્તિઓમાં જુદો જુદો હોય છે. ઘણીવખત આ તણાવથી બહાર આવવામાં વ્યક્તિને મહિનાઓ કે આખું વર્ષ પણ લાગી જતું હોય છે.
First published: