Home /News /lifestyle /ઠંડીમાં ખૂબ ખાઓ લીલા ચણા, જડમૂળમાંથી દૂર થઇ જશે આ બીમારીઓ, મળશે ભરપૂર પોષણ
ઠંડીમાં ખૂબ ખાઓ લીલા ચણા, જડમૂળમાંથી દૂર થઇ જશે આ બીમારીઓ, મળશે ભરપૂર પોષણ
પ્રોટીનથી ભરપૂર હોય છે.
Benefits of green chickpeas: ઠંડીની સિઝનમાં ભરપૂર પ્રમાણમાં લીલા ચણા આવે છે. લીલા ચણા અનેક લોકોએ ઠંડીમાં ડાયટમાં એડ કરવા જોઇએ. લીલા ચણા અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે જે શરીરમાં વિટામીન્સની ઉણપ પૂરી કરવાનું કામ કરે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં અનેક પ્રકારના શાકભાજી બજારમાં તાજા મળે છે. ખાસ કરીને લીલા ચણા બજારમાં એકદમ ફ્રેશ મળે છે. સામાન્ય રીતે લીલા શાકભાજી, મૂળા, ગાજર જેવા અનેક પ્રકારના શાકભાજીનું સેવન તમે કરો છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદા થાય છે. ઠંડીની સિઝનમાં અનેક લોકોએ લીલા ચણાને ડાયટમાં એડ કરવા જોઇએ. લીલા ચણા સ્વાથ્ય્યની સાથે-સાથે સ્કિન માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. વટાણાની જેમ લીલા ચણાનું તમે પણ શાક બનાવીને ખાઓ છો તો મજ્જા પડી જાય છે. તો જાણી લો તમે પણ લીલા ચણા હેલ્થ માટે કેવી રીતે ફાયદાકારક છે.
લીલા ચણામાં રહેલા પોષક તત્વોની સાથે અનેક પ્રકારના વિટામીન્સ હોય છે. લીલા ચણામાં ખાસ કરીને વિટામીન એ, સી, ઇ, કેનો સ્ત્રોત સારો હોય છે. આમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. આ સિવાય ડાયટરી ફાઇબર, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સેલેનિયમ, આયરન, ફોલેટ, ફોસ્ફરસ, કેલરી, ફેટ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, ફેટી એસિડ, એમિનો એસિડ સહિત અનેક પ્રકારના મિનરલ્સ હોય છે.
લીલા ચણા ખાવાના ફાયદ
બ્લેકઓફબાઇટ્સ ડોટ કોમ અનુસાર લીલા ચણામાં પ્લાન્ટ બેસ્ડ પ્રોટીનથી ભરપૂર હોય છે. આ માઇક્રોન્યૂટ્રિએન્ટ માંસપેશિઓને મજબૂત કરે છે. આ સાથે જ હાડકાંઓને મજબૂત કરવાનું કામ કરે છે. તમે માંસ-માછલીનું સેવન કરતા નથી તો ડાયટમાં લીલા ચણા ચોક્કસથી એડ કરો. લીલા ચણા ડાયટમાં એડ કરવાથી પ્રોટીનની ઉણપ પૂરી થાય છે.
લીલા ચણામાં ફોલેટનો સ્ત્રોત સારો હોય છે. તમે લીલા ચણા ખાઓ તો શરીરમાં ફોલેટની ઉણપ પૂરી થાય છે. ફોલેટ ડિપ્રેશન અને અન્ય માનસિક સમસ્યાઓથી બચાવે છે. વિટામીન બી9 એટલે કે ફોલેટની ઉણપ થવાથી ડિપ્રેશનની સમસ્યા થઇ શકે છે. પ્રેગનન્સીમાં ફોલેટની ઉણપની મહિલાઓને ગર્ભપાત, બર્થ ડિફેક્ટ્સ ભ્રૂણના વિકાસની સમસ્યા થઇ શકે છે.
લીલા ચણામાં સૌથી સારો સ્ત્રોત ફાઇબરનો પણ હોય છે, જે પેટમાં હેલ્ધી બેક્ટેરિયાના વિકાસને વધારે છે. આ સાથે જ અનેહેલ્ધી બેક્ટેરિયાને કારણે પેટમાં થતા રોકે છે. આ સાથે જ કોલન કેન્સર ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમથી તમને બચાવવાનું કામ કરે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર