Home /News /lifestyle /દિવસમાં આટલાં પિસ્તા ખાવાથી સડસડાટ ઉતરી જાય છે વજન, બીજા ફાયદાઓ જાણીને ચોંકી જશો

દિવસમાં આટલાં પિસ્તા ખાવાથી સડસડાટ ઉતરી જાય છે વજન, બીજા ફાયદાઓ જાણીને ચોંકી જશો

પિસ્તા ખાવાના ફાયદા

Healthy Pistachios: હેલ્થને સારી રાખવા માટે અનેક ઘણી મહેનત કરવી પડે છે. આમ, હેલ્થને સારી રાખવા માટે ડોક્ટર્સ પણ પિસ્તા ખાવાની સલાહ આપતા હોય છે. પિસ્તા હેલ્થની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શરીરને સ્વસ્થ રાખવા માટે નાની-નાની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. હેલ્થને સારી રાખવા માટે એક્સપર્ટ રોજ નટ્સ ખાવાની સલાહ આપતા હોય છે. નટ્સ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. એમાં પણ ખાસ કરીને પિસ્તા સૌથી બેસ્ટ છે. પિસ્તા ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. પિસ્તામાં સૌથી વધારે પૌષ્ટિક તત્વો હોય છે જે હેલ્થને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. પિસ્તામાં કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર, વિટામીન્સ, પોટેશિયમ જેવા અનેક તત્વો હોય છે હેલ્થ માટે સૌથી વઘારે ફાયદાકારક છે. પિસ્તાનું નિયમિત સેવન કરવાથી હેલ્થને લગતી અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે. તો જાણો તમે પણ પિસ્તા ખાવાથી હેલ્થને થતા આ ફાયદાઓ વિશે..

આ પણ વાંચો: તમને પણ શરીરમાં આવું બધું થાય છે?

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે


હેલ્થ લાઇન ડોટ કોમ અનુસાર પિસ્તાનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ સારું થાય છે. પિસ્તા ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ સારું થાય છે. આ સાથે જ હાઇ કોલેસ્ટ્રોલમાં પણ ફરક પડે છે. પિસ્તામાં રહેલું એન્ટી ઓક્સિડન્ટ્સ શરીરમાં એલડીએલ કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવાની સાથે હાઇ બ્લડડ પ્રેશરની સમસ્યા માટે પણ ફાયદાકારક છે.

વજન ઉતારવામાં મદદ


તમને જાણીને નવાઇ લાગશે કે પિસ્તા ખાવાથી તમારું વજન પણ ઉતરે છે. પિસ્તામાં પ્રોટીન અને ફાઇબરની માત્રા સારી હોય છે જે વજન ઉતારવા માટે સૌથી બેસ્ટ છે. પિસ્તાનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેના કારણે ભૂખ લાગતી નથી અને ખાવાની ઇચ્છા થતી નથી. આમ, જો તમે વજન ઉતારવા ઇચ્છો છો તો પિસ્તા ખાવાનું શરૂ કરી દો. પિસ્તા ખાવાથી શરીર સારું રહેશે અને સાથે વજન પણ ઉતરશે.

આ પણ વાંચો: જાયફળના આ ફેસ પેકથી ચહેરા પર લાવો મસ્ત ગ્લો

પેટની સમસ્યાઓ દૂર થાય


પિસ્તા ખાવાથી પેટને લગતી અનેક સમસ્યાઓ દૂર થાય છે. પિસ્તામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે અને સાથે પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. પિસ્તા તમે નિયમિત ખાઓ છો તો કબજીયાતની તકલીફ પણ દૂર થાય છે.


હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે


રોજ નિયમિત પિસ્તા ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જો તમારું બ્લડ પ્રેશર સતત હાઇ રહે છે તો તમે પિસ્તા ખાવાનું શરૂ કરી દો. પિસ્તા રોજ સવારમાં 10 થી 12 ખાવા જોઇએ.
First published:

Tags: Health Tips, Life style

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો