Home /News /lifestyle /આ પાણી પીવાથી યુરિક એસિડની સમસ્યામાં થાય છે રાહત, ફાયદાઓ જાણશો તો નહીં દોડવું પડે ડોક્ટર પાસે

આ પાણી પીવાથી યુરિક એસિડની સમસ્યામાં થાય છે રાહત, ફાયદાઓ જાણશો તો નહીં દોડવું પડે ડોક્ટર પાસે

યુરિક એસિડના લક્ષણો

High Uric Acid: અનેક લોકોને હાઇ યુરિક એસિડની સમસ્યા શરીરમાં રહેતી હોય છે. જો કે મોટાભાગના લોકો આ સમસ્યાના લક્ષણોને ઇગ્નોર કરતા હોય છે જેના કારણે સમય જતા આ તકલીફ વધતી જાય છે અને મોટી મુશ્કેલમાં મુકાવું પડે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: યુરિક એસિડ શરીરમાં પ્યુરિન યુક્ત ભોજનની પાચન ક્રિયા દરમિયાન નિકળતુ એક વેસ્ટ પ્રોડક્ટ હોય છે. શરીરમાં યુરિક એસિડનું સ્તર સામાન્ય રીતે પ્યુરીનની માત્રા પર નિર્ભર કરે છે. મીટ, ડ્રાય બીન્સ અને આલ્કોહોલ જેવી આઇટમ્સમાં પ્યુરિસની માત્રા સૌથી વધારે હોય છે. શરીરમાં કિડની યુરિક એસિડને ફિલ્ટર કરીને યુરિનના માધ્યમથી બહાર કરે છે, પરંતુ ડાયટમાં પ્યુરિનની માત્રા વધારે લેવાથી યુરિક એસિડનું સ્તર વધે છે અને એ બ્લડમાં ભળવાનું શરૂ થઇ જાય છે જેના પરિણામે વ્યક્તિને અસહ્ય દુખાવાનો સામનો કરવો પડે છે. તો જાણો તમે પણ યુરિક એસિડને વિસ્તારથી...

    શરીરમાં યુરિક એસિડ વધવાનું મુખ્ય કારણ



    • જીવા ડોટ કોમ અનુસાર ભોજનમાં પ્યુરિંસની માત્રા વધારે હોવાથી યુરિક એસિડનં સ્તર વધે છે.


    આ પણ વાંચો: શું છે સોરાયસીસ? સ્કિન પર આ લક્ષણો દેખાય તો...

    • પર્યાપ્ત માત્રામાં પાણી ના પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે જેના કારણે યુરિક એસિડનું સ્તર વધી શકે છે.

    • દવાઓનું વધારે પ્રમાણમાં સેવન

    • શરાબના વધારે સેવનથી


    યુરિક એસિડની સમસ્યામાં બેસ્ટ છે નારિયેળ પાણી



    • ગાઉટ પેશન્ટ્સ ડોટ કોમના અનુસાર નારિયેળ પાણી એન્ટી ઇન્ફ્લેમેન્ટરી અને એન્ટી ઓક્સીડેશન ગુણોથી ભરપૂર હોય છે. યુરિક એસિડના કારણે શરીરમાં બહુ દુખાવો થાય છે અને સોજા આવે છે. એવામાં તમે નારિયેળ પાણી પીઓ છો તો તમારા માટે સૌથી બેસ્ટ છે. નારિયેળ પાણી પીવાથી શરીરમાં આવતા સોજામાંથી તમને રાહત મળે છે.


    આ પણ વાંચો: આ Natural Powdersથી સફેદ વાળ થાય છે કાળા



      • નારિયેળ પાણી શરીરમાં પ્યુરિન્સની માત્રાને બહુ વધારે ન્યુટ્રલાઇઝ કરવાનું કામ કરે છે.

      • હેલ્થ એક્સપર્ટ અનુસાર યુરિક એસિડની સમસ્યામાં નારિયેળ પાણી સોજાને ઓછા કરે છે અને સાથે-સાથે દુખાવામાંથી રાહત અપાવવાનું કામ કરે છે.

      • યુરિક એસિડને શરીરમાંથી બહાર નિકાળવા માટે નારિયેળ પાણીનું સેવન કિડની માટે મદદગાર સાબિત થાય છે.






    • શરીરમાં પાણીની માત્રા ઓછી થવાને કારણે યુરિક એસિડનું સ્તર વધી શક છે જેના કારણે તમે આ સમયમાં નારિયેળ પાણી પીઓ છો તો હાઇડ્રેશન પ્રદાન કરે છે અને ડિહાઇડ્રેશનની સ્થિતિમાંથી બચાવે છે.

    • તમે નિયમિત રીતે નારિયેળ પાણી પીઓ છો તો હેલ્થ અને સ્કિનને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આ સાથે જ હાઇ બ્લડ પ્રેશર, બ્લડ લેવલ અને ક્રોનિક કિડની ડિસિઝના જોખમને ટાળે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care, Life style, Uric Acid

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन