Union
Budget 2023

Highlights

Home /News /lifestyle /સવારમાં ઉઠતાની સાથે એડીમાં થાય છે દુખાવો? આ 4 મોટાં કારણો જવાબદાર, જાણો ઘરેલું ઉપાયો

સવારમાં ઉઠતાની સાથે એડીમાં થાય છે દુખાવો? આ 4 મોટાં કારણો જવાબદાર, જાણો ઘરેલું ઉપાયો

બરફનો શેક કરો.

Reason Of Feet Pain in The Morning: ઘણાં લોકોને સવારમાં ઉઠતાની સાથે જ પગની એડીમાં સખત દુખાવો થતો હોય છે. જો કે અનેક લોકોને આ દુખાવાને ઇગ્નોર કરતા હોય છે. આમ, જો તમને પણ આ ટાઇપનો દુખાવો થાય છે તો ખાસ જાણી લો આ ઉપાયો વિશે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણાં લોકોને સવારમાં ઉઠતાની સાથેNew જ પગની એડીમાં સખત દુખાવો થતો હોય છે. અનેક લોકો આ વિશે ફરિયાદ કરતા હોય છે. એડીમાં થતા દુખાવામાંથી એની જાતે આરામ મળતો નથી. જો કે આ વાતને અનેક લોકોને ઇગ્નોર કરતા હોય છે. સવારના સમયે એડીમાં થતો દુખાવો પ્લાન્ટર ફેશિઆઇટિસ તેમજ અકિલિસ ટેન્ડોનિટીસ જેવી સ્થિતિને કારણે થઇ શકે છે. જો કે આ દુખાવામાંથી રાહત મેળવવા માટે બરફનો શેક તમને આરામ આપી શકે છે, પરંતુ જો તમને આ દુખાવો લાંબા સમય સુધી રહે છે તો એનો ઇલાજ કરાવવો ખૂબ જરૂરી છે. પરંતુ આ પહેલાં એ ખાસ જાણી લો કે સવારમાં ઉઠતાની સાથે જ એડીમાં દુખાવો કેમ થાય છે? તો જાણો આ દુખાવા પાછળના કારણો વિશે.

    પ્લાન્ટર ફેશિઆઇટિસ


    હેલ્થ લાઇન અનુસાર પ્લાન્ટર ફેશિઆઇટિસ એક એવી સ્થિતિ છે જેમાં પગના લિગામેન્ટમાં સોજો આવે છે અને લાલ થાય છે. એડી અને આંગળીઓને જોડતા લિગામેન્ટમાં જ્યારે કોઇ કારણોસર સોજા આવે છે ત્યારે પ્લાન્ટર ફેશિઆઇટિસની સમસ્યા થઇ શકે છે. આના લક્ષણો સવારમાં વ્યક્તિને વધારે મહેસૂસ થાય છે.

    આ પણ વાંચો:આ ડિટોક્સ ડ્રિંક પીવાથી ફટાફટ ઉતરી જાય છે વજન

    અકિલિસ ટેન્ડોનિટીસ


    અકિલિસ ટેન્ડોનિટીસ ટિશ્યૂનો એ ગૂંચડો છે જેમાં માંસપેશિઓને એડીના હાડકાંઓ સાથે જોડે છે. જ્યારે આ ટિશ્યૂમાં સોજા આવે છે ત્યારે એડીમાં દુખાવો થઇ શકે છે. સવારના સમયમાં આ લક્ષણો વધારે મહેસૂસ થાય છે કારણકે શરીરના અનેક ભાગમાં બ્લડ સર્કુલેશન ઓછુ થઇ શકે છે.

    રુમેટાઇડ આર્થરાઇટિસ


    રુમેટાઇડ આર્થરાઇટિસથી પીડિત લોકોમાં પ્લાન્ટર ફેશિઆઇટિસનો ખતરો વધી જાય છે જેના કારણે પરિણામરૂપે સવારના સમયે એડીમાં દુખાવો થઇ શકે છે. આ સ્થિતિને ઘરેલુ ઉપચારોથી કંટ્રોલ કરી શકાય છે.

    આ પણ વાંચો:ડાયાબિટીસના લોકો જાણો 5 સારા અને ખરાબ ફળો વિશે

    સ્ટ્રેસ ફેક્ચર


    પગનો વધારે પડતો ઉપયોગ તેમજ તીવ્ર એથલેટિક એક્ટિવિટીને કારણે એડીમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થઇ શકે છે. આ દુખાવો કેટલાક અઠવાડિયા સુધી રહી શકે છે. આ સ્થિતિમાં સોજો આવે છે અને ચાલવામાં તકલીફ પડે છે.

    દુખાવાને ઓછા કરવાના ઘરેલું ઉપચારો





      • બરફનો શેક

      • મસાજ






    • સ્ટ્રેચિંગ એક્સેસાઇઝ

    • એડીમાં બેન્ડેજ લગાવી શકો છો.


    આમ, જો તમને પણ સવારમાં ઉઠતાની સાથે આ ટાઇપનો દુખાવો એડીમાં થાય છે અને તમે ઇગ્નોર કરો છો તો તમારે આ વિશે વિચારવાની જરૂર છે.



















     

     
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन