Home /News /lifestyle /રાત્રે ઊંધતા પહેલાં પાણી પીવું જોઇએ કે નહીં? ડાયટિશિયન કામિની સિન્હાએ જણાવી ચોંકાવનારી વાત
રાત્રે ઊંધતા પહેલાં પાણી પીવું જોઇએ કે નહીં? ડાયટિશિયન કામિની સિન્હાએ જણાવી ચોંકાવનારી વાત
ગરમીમાં વધારે પાણી પીવું જોઇએ.
Tips to drink water at night: રાત્રે ઊંઘતા પહેલાં અનેક લોકોને પાણી પીવાની આદત હોય છે. પરંતુ શું તમે જાણો છો આ સમયે પાણી પીવાથી હેલ્થને ફાયદો થાય કે નુકસાન? તો જાણો તમે પણ આ વિશે.
Tips to drink water at night: સ્વાસ્થ્ય માટે પાણી પીવું બહુ જરૂરી છે. શરીરમાં પાણીની ઉણપથી અનેક ઘણું નુકસાન થાય છે. આ સાથે બીજી અનેક તકલીફો થાય છે. આ માટે પાણી પીવું બહુ જરૂરી છે. પાણીની ઉણપથી શરીરમાં ગંભીર સમસ્યાઓ થાય છે. આ માટે ડોક્ટરો પણ પાણી પીવાની સલાહ આપતા હોય છે. આ સાથે જ ઘણાં લોકો એવા હોય છે જેઓ રાત્રે ઊંઘતા પહેલા પાણી પીતા હોય છે. આ સાથે લોકો એવું વિચારતા હોય છે કે રાત્રે પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થતી નથી. જાણકારોનું માનીએ તો રાત્રે ઊંઘતા પહેલા પાણી પણ અનેક સાવધાનીથી પીવું જોઇએ. ભૂલો કરવાથી શરીરમાં સોજાની સમસ્યા રહે છે.
નોઇડાના ડાયટ મંત્રાના ફાઉન્ડર ડાયટિશિયન કામિની સિન્હાના જણાવ્યા અનુસાર પાણી પીને રાત્રે તરત સૂઇ જવાથી હેલ્થને નુકસાન થાય છે. સામાન્ય રીતે દરેક લોકોએ રાત્રે ઊંઘતાના એક કલાક પહેલાં પાણી પીવું જોઇએ. બેડ ટાઇમ પહેલાં દૂધ પીવુ ફાયદાકારક છે. દૂધ પીવાથી તમને પ્રોટીન મળે છે જે રાત્રે ઊંઘતી વખતે તમારા શરીરને અનેક ઘણો ફાયદો પહોંચાડે છે.
આમ, તમને પાણીની તરસ લાગે છે તો પાણી પી શકો છો, પરંતુ તમને તરસ લાગી નથી અને તમે જબરજસ્તી પાણી પીઓ છો તો હેલ્થને નુકસાન થાય છે. આ સાથે જ હાથ-પગમાં સોજા આવવાની સમસ્યા થઇ શકે છે જેને વોટર રિટેન્શન તેમજ એડીમા કહેવામાં આવે છે.
કબજિયાતના દર્દીઓ માટે ખાસ
ડાયટિશિયન કામિની કહે છે કે કોન્સ્ટિપેશન એટલે કે કબજીયાતની સમસ્યા જે લોકોને છે તેઓ રાત્રે ઊંઘતા પહેલાં પાણી પી શકે છે. આ સાથે સવારમાં ખાલી પેટે પાણી પીવાનું વધારે રાખો. આમ કરવાથી ડાયજેશન સિસ્ટમ સારી થાય છે.
ખાસ ધ્યાન એ રાખો કે દરેક લોકોએ દિવસમાં ઓછામાં ઓછુ 2 થી 3 લીટર પાણી પીવુ જોઇએ જેથી કરીને હાઇડ્રેટેડ બની રહો અને ડિહાઇડ્રેશનની સમસ્યા ના રહે. પાણી શરીર માટે ખૂબ જરૂરી છે. આ માટે ખાસ કરીન ગરમીમાં પાણી પીવાનું વધારે રાખો.
રાત્રે દૂધ પીવું ફાયદાકારક
એક્સપર્ટનું માનીએ તો રાત્રે ઊંઘતા પહેલા દૂધ પીવાથી ફાયદો થાય છે. આનાથી ડાયજેશન સિસ્ટમ સારી થાય છે અને સાથે અનેક બીમારીઓમાંથી છૂટકારો મળે છે. કબજિયાત અને ગેસની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે એક ગ્લાસ હુંફાળુ દૂધ પીને રાત્રે સૂઇ જાવો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર