Home /News /lifestyle /વારંવાર ચા ગરમ કરીને પીવાની આદત છે? તો એક વાર આટલું વાંચી લો
વારંવાર ચા ગરમ કરીને પીવાની આદત છે? તો એક વાર આટલું વાંચી લો
હેલ્થને નુકસાન થાય છે.
Health care tips: અનેક ઘરોમાં એક વાર ચા મુક્યા પછી એને વારંવાર ગરમ કરવાની આદત હોય છે. આમ, જો તમને પણ આવી આદત છે તો તમારે બદલવાની જરૂર છે. આ આદત તમને અનેક રીતે સમય જતા ભારે પડી શકે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભારતીય લોકો ચા પીવાના શોખીન હોય છે. ઘણાં લોકો દિવસમાં 5 થી 6 વાર ચા પીતા હોય છે. ઘણાં લોકોને સવારમાં ઉઠતાની સાથે જ ચા પીવા જોઇએ છે. આ સાથે જ અનેક લોકો સવારમાં તેમજ બપોરે ચા પીતા હોતા નથી તો માથુ દુખાવાની ફરિયાદ વધારે રહે છે. આ લોકો માટે ચા એક નશો બની જાય છે. આમ, વાત કરવામાં આવે તો ભારતીય લોકો ચા પીવાના એટલા શોખીન હોય છે કે તેઓ કોઇ પણ સમયે ચા પી લેતા હોય છે.
તમને જણાવી દઇએ કે દર વખતે ચા પીવી સ્વાસ્થ્ય માટે અનેક રીતે નુકસાનકારક સાબિત થાય છે. પરંતુ ઘણાં લોકોને ચા બનાવવાની ખૂબ આળસ આવતી હોય છે જેના કારણે તેઓ એક જ સમયે ચા બનાવે છે અને પછી સમય-સમય પર ગરમ કરીને એને પીતા હોય છે. પરંતુ શું તમે જાણો છો વારંવાર ચા ગરમ કરીને પીવાથી હેલ્થને નુકસાન થાય છે? તો જાણો તમે પણ વારંવાર ચા ગરમ કરીને પીવાથી હેલ્થને થતા આ નુકસાન વિશે.
હેલ્થને આ નુકસાન થાય છે
સૌથી પહેલાં તો તમને ચા ગરમ કરીને પીવાની આદત છે તો તમે છોડી દો. તમારો આ શોખ તમને અનેક રીતે ભારે પડી શકે છે.
ચા તમે વારંવાર ગરમ કરીને પીઓ છો તો એનો સ્વાદ ખરાબ થઇ જાય છે. આ સાથે જ એની સુગંધ પણ ઊડી જાય છે. આ બન્ને વસ્તુ જ ચાની ખાસિયત હોય છે.
ચાને તમે બીજી કે ત્રીજી વાર ગરમ કરો છો તો એના પોષક તત્વો ઓછા થઇ જાય છે.
સવારના સમયે બનાવેલી ચા તમે બે કલાક પછી ગરમ કરીને પીઓ છો તો હેલ્થને નુકસાન થાય છે. ચામાં માઇક્રોબિયલ ગ્રોથ હોય છે, જે માઇલ્ડ બેક્ટેરિયા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. અનેક લોકોના ઘરોમાં દૂધની ચા બનાવવામાં આવે છે, જેમાં દૂધની માત્રા વધારે હોય છે. આ કારણે માઇક્રોબિયલનું જોખમ અનેક ઘણું વધી જાય છે.
હર્બલ ચાને વારંવાર ગરમ કરીને પીવાથી પોષક તત્વોનો નાશ થાય છે.
ચાને ગરમ કરીને પીવાથી આંતરડામાં એસિડ વધી જાય છે જેના કારણે પેટમાં બળતરા અને દુખાવાની સમસ્યા રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર