Home /News /lifestyle /જ્યૂસ પીવાની મજા આવે છે? તો આ આદત છોડી દો, નહીં તો ડાયાલિસીસ કરાવવુ પડશે અને થશે...
જ્યૂસ પીવાની મજા આવે છે? તો આ આદત છોડી દો, નહીં તો ડાયાલિસીસ કરાવવુ પડશે અને થશે...
કિડનીની સમસ્યા થઇ શકે છે.
Side effects of drinking juice: જ્યૂસ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. જ્યૂસનું સેવન દરેક લોકોએ સીમિત માત્રામાં કરવુ જોઇએ. આમ વાત કરવામાં આવે તો અનેક લોકો જ્યૂસ વધારે પ્રમાણમાં પીતા હોય છે જેનાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે.
Health care: જ્યૂસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એ વાત સાચી છે, પરંતુ તમને વઘારે જ્યૂસ પીવાની આદત છે તો તમારે ચેતવાની જરૂર છે. અનેક બીમારીઓ એવી હોય છે જેમાં જ્યૂસનું સેવન કરવાથી હેલ્થને અંદરથી અનેક ઘણું નુકસાન થાય છે. એક ગ્લાસ સંતરાના જ્યૂસમાં ઘણી માત્રામાં વિટામીન સી હોય છે, જ્યારે લીલા શાકભાજીમાંથી જે જ્યૂસ બનાવવામાં આવે એમાં પ્રોટીનથી લઇને બીજી માત્રાઓ ભરપૂર પ્રમાણમાં હોય છે જે તમારી હેલ્થને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. એક્સપર્ટ અનુસાર વઘારે માત્રામાં જ્યૂસ પીવાથી શરીરના અંગોને ભયંકર રીતે નુકસાન થાય છે. ખાસ કરીને કિડનીના દર્દીઓએ જ્યૂસ પીવાનું બંધ કરી દેવુ જોઇએ.
સાઇટ્રેસ ફળોની સાથે ઓક્સલેટ યુક્ત પદાર્થ જેમ કે પાલક અને બીટનો જ્યીસ પીવાથી કિડની સંબંઘીત સમસ્યાઓનું જોખમ વધી જાય છે, કારણકે આમાં વિટામીન સીની માત્રા સારી હોય છે. આમ, તમે જ્યૂસનું સેવન કરો છો તો શરીરમાં ઓક્સલેટનું પ્રમાણ વધી જાય છે જે નુકસાન કરે છે. આ સિવાય ખાટા ફળોનું સેવન કરવાનું ટાળો.
તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે વધારે માત્રામાં જ્યૂસ પીવાથી ક્રિસ્ટલ બની શકે છે જેના કારણે બીજી અનેક સમસ્યાઓનું જોખમ વધી જાય છે. આ સિવાય પેટમાં દુખાવો, બળતરા, પેશાબમાં લોહી જેવી અનેક સમસ્યાઓનું જોખમ વધી શકે છે. આમ, તમે આ સમસ્યામાં વધારે હેરાન થાવો છો તો ડોક્ટર પાસે જાવો અને પ્રોપર રીતે ફોલો કરો.
જાણો એક દિવસમાં કેટલો જ્યૂસ પીવો જોઇએ
મોટાભાગના લોકોને મનમાં એ પ્રશ્ન થતો હોય છે કે એક દિવસમાં કેટલો જ્યૂસ પીવો જોઇએ. તો તમને જણાવી દઇએ કે એક દિવસમાં એક ગ્લાસ જ્યૂસ દરેક લોકોએ પીવો જોઇએ. આનાથી વધારે સેવન કરવુ જોઇએ નહીં.
આમ, તમને એક વાત ખાસ એ જણાવી દઇએ કે કોઇ પણ વ્યક્તિ જ્યૂસનું સેવન વધારે માત્રામાં કરવુ જોઇએ. સિમીત માત્રામાં પીવાથી હેલ્થને ફાયદો થાય છે, કોઇ નુકસાન નહીં.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આઘારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર