Home /News /lifestyle /થોડુ કામ કરો અને થાકી જાવો છો? તો રોજ સાંજે 5 વાગે ખાઓ આ ફ્રૂટ, એનર્જી રહેશે
થોડુ કામ કરો અને થાકી જાવો છો? તો રોજ સાંજે 5 વાગે ખાઓ આ ફ્રૂટ, એનર્જી રહેશે
લીલા શાકભાજી ખાઓ.
Health care tips: અનેક લોકોના શરીરમાં સ્ટેમિના પાવર બહુ ઓછો હોય છે જેના કારણે તેઓ થોડુ કામ કરે તો પણ થાકી જતા હોય છે. જો કે આ તમારી હેલ્થ માટે ખરાબ સાબિત થાય છે. શરીરને ફિટ રાખવુ ખૂબ જરૂરી છે.
Health care tips: અનેક લોકો થોડુ કામ કરે અને થાકી જતા હોય છે. જો કે આ તકલીફ થવી એ આમ તો નોર્મલ છે. આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાની હેલ્થનું ધ્યાન પ્રોપર રીતે રાખી શકતા નથી. આ સાથે જ બહારનું ખાવાનું ચલણ ખૂબ જ વધી ગયુ છે. આમ વાત કરવામાં આવે તો દિવસેને દિવસે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાઇ બીપીના કેસમાં સતત વઘારો થઇ રહ્યો છે. ઘણાં બધા નાના બાળકો પણ એવા હોય છે જે થોડી વાર રમે અને થાકી જાય છે. તમારા ઘરમાં પણ કોઇને આ પ્રોબ્લેમ્સ છે તો આ ટિપ્સ ખાસ તમારી માટે છે.
તમે થોડુ કામ કરો અને થાકી જાવો છો તો ખાસ કરીને એવો ખોરાક ખાઓ જેમાંથી તમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે. આ માટે તમે ખાસ કરીને ચણા, મગ તેમજ કઠોળથી લઇને ડાયટમાં દાળ એડ કરો. આમ કરવાથી તમારા શરીરમાં તાકાત બની રહે છે જેના કારણે તમને થાક લાગતો નથી.
સફરજન ખાઓ
તમને જાણીને નવાઇ લાગશે પરંતુ વાત સાચી છે. તમે દરરોજ સાંજના 5 વાગે એક સફરજન ખાવાની આદત પાડો. સફરજન ખાવાથી શરીરમાં તાકાત રહે છે. આ સાથે જ તમારે ખાવાનો એક સમય રાખવો જોઇએ જેનાથી એ તમારા શરીરમાં અસર કરે. સફરજનમાં અનેક તત્વો એવા હોય છે જે તમારી બોડીમાં પૂરતું પોષણ આપે છે અને સાથે વિટામીન્સની ઉણપને પૂરી કરે છે.
તમારા આહારમાં લીલા શાકભાજીને એડ કરો. લીલા શાકભાજીને ડાયટમાં એડ કરવાથી શરીરને પૂરતું પોષણ મળી રહે છે. ખાસ કરીને પાલકને ડાયટમાં એડ કરો. પાલકમાં આયરનનું પ્રમાણ વઘારે હોય છે જે શરીરમાં અનેક પ્રકારની ઉણપને પૂરી કરવાનું કામ કરે છે.
જંક ફૂડ ખાવાનું ટાળો
આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકો જંક ફૂડ ખાતા હોય છે. જંક ફૂડ તમારા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. જંક ફૂડ ખાવાથી તમારી હેલ્થને એક રીતે નહીં, પરંતુ અનેક રીતે નુકસાન થાય છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર