Home /News /lifestyle /જીમમાં ભૂલથી પણ ના કરો આ 4 ભૂલો, 90 ટકા લોકો ખોટી રીતે કરે છે વર્કઆઉટ
જીમમાં ભૂલથી પણ ના કરો આ 4 ભૂલો, 90 ટકા લોકો ખોટી રીતે કરે છે વર્કઆઉટ
વજન ઉપાડતા ધ્યાન રાખો
Do not mistake during gym workout: આજનાં આ સમયમાં અનેક લોકો શરીરને ફિટ રાખવા અને સાથે વજન ઘટાડવા માટે જીમમાં જતા હોય છે. જીમ એક્સેસાઇઝ કરવા માટે બેસ્ટ છે એ વાત સો ટકા સાચી છે, પરંતુ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અનેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પોતાને ફિટ રાખવા માટે અનેક લોકો વર્કઆઉટ કરવાનું પસંદ કરતા હોય છે. આ માટે મોટાભાગનાં લોકો જીમમાં જતા હોય છે. જીમમાં અનેક રીતના સાધનો હોય છે જેમાં કાર્ડિયોથી લઇને વેટ ટ્રેનિંગ સુધી તમે અનેક પ્રકારની એક્સેસાઇઝ કરી શકો છો. જીમમાં વર્કઆઉટ કરવાનું અનેક લોકોને ગમતું હોય છે. જીમમાં એક્સેસાઇઝ કરતી વખતે માત્ર વર્કઆઉટ પર જ નહીં, પરંતુ બીજી અનેક ઘણી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઇએ. સામાન્ય રીતે જીમમાં તમારે અનેક બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તો આજે અમે તમને કેટલીક એવી વાત શેર કરીશું જે તમારે જીમમાં કરવી જોઇએ નહીં.
ઘણી વાર એવું થતુ હોય છે કે જીમમાં એક જ મશીન પર 15-20 મિનિટ કરતા પણ વધારે સમય સુધી આપણે એક્સેસાઇઝ કરતા હોઇએ છીએ. આમ, જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. એક જ મશીન વધારે સમય સુધી એક્સેસાઇઝ કરવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. એક જ મશીનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાનું ટાળો. આ માટે તમે તમારા જીમ કોચની સલાહ લઇ શકો છો.
ઇગો વર્કઆઉટ કરવાનું ટાળો
આ કોમન વસ્તુ છે, જે આપણે બધા કરતા હોઇએ છીએ. કોઇની દેખાદેખી કરીને તમે જીમ કરશો નહીં. કોઇનું જોઇને અથવા એના કરતા જલદી તેમજ વઘારે સારુ વજન ઉતારવા માટે તમે વર્કઆઉટ કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. આ માટે ક્યારે પણ ઇગો વર્કઆઉટ કરશો નહીં. ઇગો વર્કઆઉટ કરવાથી તમારી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે.
તમને એવું છે કે હું મારું વજન ફટાફટ ઘટાડી દઉં તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. ક્યારે પણ ઝડપથી વજન ઘટાડશો નહીં. ઝડપથી વજન ઘટાડો છો તો હેલ્થને નુકસાન થાય છે.
ભારે વજન એકલા ઉઠાવશો નહીં
જ્યારે પણ તમે જીમમાં જાવો છો ત્યારે ખાસ કરીને હેવી વેટ વર્કઆઉટ ક્યારે પણ એકલા કરશો નહીં.આ માટે તમે તમારા ટ્રેનરની મદદ લો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર