Home /News /lifestyle /Bad Food Combination: મૂળા સાથે સંતરાથી લઇને આ વસ્તુઓ ખાવાથી હેલ્થને થાય છે ચાર ઘણું નુકસાન, જાણો અને કરો બંધ

Bad Food Combination: મૂળા સાથે સંતરાથી લઇને આ વસ્તુઓ ખાવાથી હેલ્થને થાય છે ચાર ઘણું નુકસાન, જાણો અને કરો બંધ

મૂળા સાથે સંતરા ના ખાઓ

Health care tips: શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ મૂળા બજારમાં આવવા લાગે છે. મૂળા ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે, પરંતુ જો તમે મૂળા સાથે આ વસ્તુઓ ખાઓ છો તો હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝન શરૂ થતાની સાથે જ માર્કેટમાં મૂળા આવવા લાગે છે. મૂળા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. મૂળામાં એન્ટી ઓક્સીડન્ટ, વિટામીન્સ અને મિનરલ્સ હોય છે જે ડેમેજ સેલ્સને રિપેર કરવાનું કામ કરે છે. આ સાથે જ બ્લડ સુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. મૂળા શરીરમાં ત્યારે જ ફાયદો કરે છે જ્યારે એનું સાચી રીતે સેવન કરવામાં આવે. એ બહુ જરૂરી છે કે તમે મૂળાનું સેવન કેવી રીતે કરો છો. તો જાણી લો તમે પણ મૂળાનું સેવન કર્યા પછી કઇ વસ્તુઓ ખાવાની ટાળવી જોઇએ.

    ખીરા


    સલાડમાં મૂળાની સાથે ખીરાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. મૂળા અને ખીરા ક્યારે પણ એક સાથે ખાવા જોઇએ નહીં. આ બન્ને વસ્તુ સાથે ખાવાથી સ્કિન પર રેસિશની સમસ્યા થઇ શકે છે. આમ, જો તમે મૂળા અને ખીરા એક સાથે ખાઓ છો તો સ્કિનમાં અનેક ઘણી સમસ્યાઓ થઇ શકે છે.

    આ પણ વાંચો: આ સ્ક્રબથી મિનિટોમાં ગાયબ થઇ જાય છે ડેડ સ્કિન

    સંતરા


    ક્યારે પણ મૂળાની સાથે સંતરા ખાવા જોઇએ નહીં. સંતરાનો જ્યૂસ પણ મૂળા ખાધા પછી પીવો જોઇએ નહીં. આના કોમ્બિનેશનથી પેટ સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે. આ પાચન તંત્રને પણ ખરાબ કરી શકે છે. ઘણાં લોકોને મૂળા ખાધા પછી સંતરા ખાવાની આદત હોય છે. તમારે તમારી આદત બદલવી જોઇએ.

    દૂધ


    તમે મૂળાના પરાઠા ખાઓ છો તો એ પછી અથવા પહેલાં ક્યારે પણ દૂધ પીવું જોઇએ નહીં. આ સાથે જ દૂધમાંથી બનેલી વસ્તુઓ પણ ખાવી જોઇએ નહીં. આમ કરવાથી સ્કિન સંબંધીત સમસ્યાઓ થાય છે. આ સાથે જ તમારે ક્યારે પણ મૂળા રાત્રીના સમયે ખાવા જોઇએ નહીં.

    આ પણ વાંચો: ખરતા વાળ બંધ કરવા ઘરે બનાવો આ તેલ

    કારેલા


    કારેલામાં કડવાશ હોય છે એ વાત સાચી છે પરંતુ કારેલા ક્યારે પણ મૂળાની સાથે ખાવા જોઇએ નહીં. મૂળાની સાથે કારેલા ખાવાથી પેટને લગતી સમસ્યાઓ થઇ શકે છે. આ સાથે જ શ્વાસ અને હાર્ટને લગતા પ્રોબ્લેમ્સ થઇ શકે છે.


    ચા

    ઘણાં લોકો મૂળા ખાધા પછી ચા પીતા હોય છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે નુકસાનકારક છે. આ બન્ને વસ્તુ સાથે ખાવાથી એસિડિટી અને કબજીયાતની સમસ્યા થઇ શકે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health Tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन