Home /News /lifestyle /આ ખાટું-મીઠું ફળ ડાયાબિટીસના લોકો માટે છે વરદાનરૂપ, મોટા-મોટા ડોક્ટરો પણ આપે છે ખાવાની સલાહ
આ ખાટું-મીઠું ફળ ડાયાબિટીસના લોકો માટે છે વરદાનરૂપ, મોટા-મોટા ડોક્ટરો પણ આપે છે ખાવાની સલાહ
ડાયાબિટીસને કારણે શરીરમાં બીજી અનેક સમસ્યાઓ થાય છે.
Diabetes patients: ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવાની બાબતમાં સૌથી વઘારે ધ્યાન રાખવુ જોઇએ. ખરાબ લાઇફ સ્ટાઇલ તમને અનેક રીતે મુશ્કેલીમાં મુકી શકે છે. આમ વાત કરવામાં તો જાંબુ તમારા માટે બેસ્ટ ફળ છે.
Diabetes care: આજની લાઇફ બહુ ફાસ્ટ થઇ ગઇ છે. વાત કરવામાં આવે તો ખરાબ લાઇફ સ્ટાઇલની સૌથી મોટી અસર હેલ્થ પર પડે છે. ખાસ કરીને ખરાબ લાઇફ સ્ટાઇલને કારણે હાઇ બીપી, ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવી ભયંકર બીમારીઓમાં માણસ જલદી સપડાઇ જાય છે. હાલમાં ડાયાબિટીસના કેસમાં દિવસને દિવસે વધારો થઇ રહ્યો છે. આ લાઇફ સ્ટાઇલ સાથે જોડાયેલી એક સમસ્યા છે. કોઇ એવી દવા નથી જે ડાયાબિટીસને જડમૂળમાંથી દૂર કરી શકે. એમાં આ બીમારીને લઇને દરેક લોકોએ સતર્ક થવાની જરૂર છે. દેસી ઉપાયોમાંથી એક બેસ્ટ જાંબુ છે. જાંબુનું આર્યુવેદમાં અનેક ઘણું મહત્વ રહેલું છે. તો જાણો ડાયાબિટીસના લોકો માટે જાંબુ કેવી રીતે ફાયદો કરે છે.
શુગરના દર્દીઓ માટે જાંબુ સૌથી બેસ્ટ છે. આ માટે તમે જાંબુના બી લો અને પાણીથી ધોઇને સુકવી કાઢો. પછી જાંબુના બી સુકાઇ જાય ત્યારે મિક્સરમાં ક્રશ કરી લો. રોજ સવારમાં ખાલી પેટે દૂધમાં એક નાની ચમચી આ પાવડર નાખો અને મિક્સ કરી લો. દરરોજ તમે આ રીતે દૂધ પીઓ છો તો બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને પેટ સાથે સંક સમસ્યાઓમાંથી રાહત મી જાય છે.
જાંબુ ખાવાના અન્ય ફાયદાઓ
પેટની સમસ્યામાંથી રાહત
તમે જાંબુનું સેન કરો છો તો પેટ સંબંધિત સમસ્યાઓમાંથી છૂટકારો મી જાય છે. આમ, તમે આની છાલનો ઉકાળો બનાવીને પીઓ છો તો પેટનો દુખાવો અને સાથે અપચા જેવી સમસ્યા દૂર થઇ જાય છે.
શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે જાંબુ સૌથી બેસ્ટ છે. જાંબુનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે.
પથરીની સમસ્યામાંથી રાહત
કોઇને પથરીની તકલીફ છે તો એમના માટે જાંબુ અને એના ઠળિયાનો પાવડર સૌથી બેસ્ટ છે. પથરીથી પીડિત વ્યક્તિએ જાંબુનો પાવડર દહીંમાં મિક્સ કરીને ખાઓ. આમ કરવાથી આરામ મળશે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર