Home /News /lifestyle /બાળકોમાં વધી રહ્યા છે ડાયાબિટીસના કેસ, જાણી લો લક્ષણો અને બચવાના ઉપાયો વિશે

બાળકોમાં વધી રહ્યા છે ડાયાબિટીસના કેસ, જાણી લો લક્ષણો અને બચવાના ઉપાયો વિશે

આ લક્ષણો દેખાય તો એલર્ટ થઇ જાવો

Diabetes in child: ડાયાબિટીસના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. આમ, જો વાત કરવામાં આવે તો બાળકો પણ ડાયબિટીસનો શિકાર ઝડપથી બની રહ્યા છે. આ એક ચિંતાજનક વિષય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડાયાબિટીસ એક ખતરનાક બીમારી છે જે વ્યક્તિના શરીરને ધીરે-ધીરે અંદરથી ખોખલું કરવાનું કામ કરે છે. આ માટે ડાયાબિટીસને સાઇલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. આપણી ખરાબ લાઇફ સ્ટાઇલને કારણે આપણે ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે. આમ, જો વાત કરવામાં આવે તો ડાયાબિટીસનો ભોગ હવે બાળકો પણ ખૂબ ઝડપથી બની રહ્યા છે. તો જાણો તમે પણ બાળકોમાં ડાયાબિટીસના લક્ષણો શું હોય છે અને આમાંથી કેવી રીતે બચવું જોઇએ.

    વધારે થાક લાગવો


    તમારા બાળકને થાક વધારે લાગે છે તો એનું બ્લડ સુગર અનિયંત્રિત હોઇ શકે છે. ડોક્ટર્સ આ વિશે કહે છે કે લોહીમાં બ્લડ સુગર વધવાને કારણે તેમજ ઘટવાથી બાળકોને વધારે થાક લાગે છે.

    આ પણ વાંચો: શરીરમાં આ 4 તકલીફ હોય તો ના ખાતા મખાના

    વારંવાર બાથરૂમ જવું


    ડાયાબિટીસમાં વારંવાર પેશાબ જવુ પડે છે. આ એક સામાન્ય લક્ષણ છે. આ લક્ષણ ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીસનું હોઇ શકે છે. આવી સમસ્યા થાય ત્યારે સુગર લેવલની તપાસ કરાવો.

    વધારે પાણીની તરસ લાગવી


    ડાયાબિટીસની સમસ્યા થાય ત્યારે વારંવાર પાણીની તરસ લાગે છે. હોંઠ અને ગળુ વારંવાર સુકાઇ જાય છે. આ લક્ષણો વયસ્કો, ઘરડા લોકો તેમજ બાળકોમાં જોવા મળે છે. આમ, જો તમારા બાળકને વારંવાર પાણીની તરત લાગે છે તો બ્લડ સુગરની તપાસ અચુક કરાવો.

    આ પણ વાંચો: શિયાળામાં રાત્રે ઊંઘતા પહેલા રોજ ખાઓ આ 3 વસ્તુઓ

    વધારે ભૂખ લાગવી


    બાળકોમાં જ્યારે બ્લડ સુગર વધે છે ત્યારે એમને ભૂખ વધારે લાગે છે. ઇન્સ્યુલીનની અપર્યાપ્ત ઉત્પાદનને કારણે બોડીમાં એનર્જીની ઉણપ રહે છે જેના કારણે વારંવાર ભૂખ લાગે એવું ફિલ થાય છે.

    વજન ઘટવું


    તમારા બાળકનું વજન ઝડપથી ઓછુ થઇ રહ્યું છે તો તમારે એલર્ટ થઇ જવાની જરૂર છે. આ એક ડાયાબિટીસનું સૌથી મોટુ લક્ષણ છે. તમારા બાળકનું વજન ઘટી રહ્યું છે તો તમારે આ વિશે વિચારવાની જરૂર છે અને ડોક્ટરની સલાહ લઇને યોગ્ય રિપોર્ટ કઢાવવા ખૂબ જરૂરી છે.


    આ રીતે ડાયાબિટીસમાંથી બચો


    તમે બાળકને ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારીથી બચાવવા ઇચ્છો છો તો સૌથી પહેલાં એની લાઇફ સ્ટાઇલમાં બદલાવ કરો. બાળકોને પૌષ્ટિક આહાર આપવાનો આગ્રહ રાખો. આ સાથે જ એમના ડાયટમાં લીલા શાકભાજી અને ફળોને સામેલ કરો. જંક ફુડ અને રિફાઇન્ડ ફુડથી બાળકોને દૂર રાખો. ફિઝિકલ એક્ટિવિટી પર ધ્યાન આપો. આ સાથે જ નિયમિત રીતે બાળકોના બ્લડ સુગર લેવલની તપાસ કરાવતા રહો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Diabetes care, Diabetics, Life style

    विज्ञापन
    विज्ञापन