Home /News /lifestyle /દવા વગર ડાયાબિટીસને કંટ્રોલ કરવાની બેસ્ટ રીત, જાણી લેશો તો ઇન્સ્યુલિન નહીં લેવા પડે
દવા વગર ડાયાબિટીસને કંટ્રોલ કરવાની બેસ્ટ રીત, જાણી લેશો તો ઇન્સ્યુલિન નહીં લેવા પડે
ડાયાબિટીસને કારણે શરીરમાં બીજી અનેક સમસ્યાઓ થાય છે.
Diabetes care: એક ભ્રામક ધારણા છે કે ફળ મીઠા હોય છે. આ કારણે ફ્રૂટ્સનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આવું હોતુ નથી. ફળમાં પ્રાકૃતિક મીઠાસ હોય છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
Diabetes care: તમને પણ ડાયાબિટીસ છે? આ પ્રશ્નનો જવાબ હા છે તો તમારે અનેક બાબતો વિચારવાની જરૂર છે. આજનાં આ સમયમાં ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસના કેસ વધવાને કારણે હેલ્થને બીજી અનેક રીતે નુકસાન થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને પોતાના ડાયટ પર પૂરતું ધ્યાન આપવુ જોઇએ. તમે ડાયટ પર ધ્યાન આપો છો તો આપોઆપ તમારી સુગર રિપોર્ટમાં ઓછી આવશે. એક અહેવાલ અનુસાર 36 કરોડથી વઘારે લોકો ડાયાબિટીસની ઝપેટમાં આવી રહ્યા છે. આમ, તમને ડાયાબિટીસ છે તો તમારે ગ્સમિક ઇન્ડેક્સના ફ્રૂટ્સનું સેવન કરવુ જોઇએ.
એક રિસર્ચ અનુસાર શાકભાજી અને ફ્રૂટ્સમાં વધારે માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે. ડ્રેગન ફ્રૂટમાં અનેક પ્રકારે એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જેમ કે હાઇડ્રોક્સીનામેટ્સ અને ફ્લેનોઇડ્સ હોય છે. આ કોશિકાઓને નુકસાન થતા બચાવે છે. ડ્રેગન ફ્રૂટના એક સર્વિંગમાં લગભગ 8 થી 9 ગ્રામ સુગર મળે છે. આ ફ્રૂટનો જીઆઇ સ્કોર 48-52ની વચ્ચે હોય છે જે ડાયાબિટીસ મેનેજમેન્ટ ડાયટ માટે બેસ્ટ છે.
પપૈયુ
ધ ન્યૂ ઇગલેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત શોધ આલેખ અનુસાર ગરમીની સિઝનમાં પપૈયુ ખૂબ ખાવામાં આવે છે. આ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે. પપૈયુ એન્ટી ઓક્સિડન્ટ્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે શરીરમાં સેલ ડેમેજને રોકે છે. આ વિટામીન બી, ફોલેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા મિનરલ્સથી ભરપૂર હોય છે, જે શરીરમાં સેલ ડેમેજને રોકવાનું કામ કરે છે.
તમને જાણીને નવાઇ લાગશે કે જાંબુ ખાવાથી શરીરમાં અચાનક સુગર લેવલ વધતુ નથી. ન્યુટ્રીએન્ટ જર્નલ અનુસાર જાંબુમાં ઇન્ડિયન બ્લેકબેરી તેમજ બ્લેક પ્લમના રૂપમાં પણ માનવામાં આવે છે. આ ફળ ડાયાબિટીસના લોકો માટે સૌથી બેસ્ટ છે. જાંબુમાં 82 ટકા પાણી અને 14.5 ટકા કાર્બોહાઇડ્રેટ હોય છે.
કીવી
ધ ન્યૂ ઇગલેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત શોધ આલેખ અનુસાર કીવી ફાઇબરથી ભરપૂર ફળ છે, જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કીવીનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછુ હોય છે. જેનું જીઆઇ 49 હોય છે. આનો અર્થ એ થાય છે કે કિવી ઝડપથી ગ્લૂકોઝમાં પરિવર્તિત થતુ નથી. આ બ્લડ ફ્લોમાં શામેલ થવામાં સમય લગાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર