Home /News /lifestyle /સુગરને કંટ્રોલ કરે છે આ 3 ઔષધીય પાન, ખાલી પેટે ચાવવાથી બને છે ઇન્સ્યુલિન, રિસર્ચમાં પણ આ વાત થઇ સાબિત
સુગરને કંટ્રોલ કરે છે આ 3 ઔષધીય પાન, ખાલી પેટે ચાવવાથી બને છે ઇન્સ્યુલિન, રિસર્ચમાં પણ આ વાત થઇ સાબિત
ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.
Diabetes care: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડાઓ અનુસાર વિશ્વમાં લગભગ 42.2 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જે શરીરને અંદરથી ધીરે-ધીરે ડેમેજ કરવાનું કામ કરે છે. એનસીબીઆઇએ રિસર્ચમાં દાવો કર્યો છે કે કેટલાક ઔષધીય પાન ચાવવામાં આવે તો બ્લડ સુગર ઓછી થાય છે.
How to control blood sugar spike: એનસીબીઆઈના રિપોર્ટ અનુસાર વિશ્વની 5 ટકા વસ્તી ડાયાબિટીસથી પીડિત છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં હાર્ટ, બીપી, કિડની અને આંખને લગતી તકલીફ પણ વધારે થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડાઓ અનુસાર વિશ્વમાં લગભગ 42.2 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે. આ સાથે જ લગભગ 15 લાખ લોકોનું મોત દર વર્ષે પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે ડાયાબિટીસને કારણે થાય છે. આમ, ભારતની સ્થિતિ આ રીતે બહુ ખરાબ છે.
વર્તમાનમાં લગભગ 8 કરોડ લોકો ડાયાબિટીસ પીડિત છે, જ્યારે અનુમાન હેઠળ 2045 સુધીમાં ભારતમાં 13 કરોડથી પણ વધારે લોકો ડાયાબિટીસની ઝપેટમાં આવી જશે. આ માટે ભારતને કેપિટલ ઓફ ડાયાબિટીસ કહેવામાં આવી રહ્યું છે.
આપણે બધા જાણીએ છીએ કે ડાયાબિટીસ લાઇફ સ્ટાઇલ સંબંધિત બીમારી છે જે સ્થિતિમાં લોહીમાં શુગરનું લેવલ એટલે કે રક્ત શર્કરાનું સ્તર વધી જાય છે. એનસીબીઆઇ એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક ઔષધીઓના પાન ચાવવાથી ઇન્સ્યુલિનના ઉત્પાદનને વધારીને બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે.
આ ત્રણ અસરકારક પાન
એલોવેરાના પાન
એલોવેરા ભારતમાં બહુ ઓછા લોકો એવા હશે જેના વિશે જાણતા નહીં હોય. ભારતમાં એલોવેરાને વિશિષ્ટ ઔષધીય માનવામાં આવે છે. જ્યારે એનસીબીઆઇ એટલે કે અમેરિકી નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશનના એક રિચર્સમાં આ વાત સાબિત થઇ છે.
એનસીબીઆઇના રિપોર્ટ અનુસાર એલોવેરામાં હાઇપોગ્લાસેમિક ગુણ છે. આ બ્લડ સુગરને ઓછુ કરવાની ક્ષમતા ધરાવે છે. એલોવેરાના પાન તમે સવારમાં ખાલી પેટે ખાઓ છો તો ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધી શકે છે જેના કારણે બ્લડ સુગર આપોઆપ જ કંટ્રોલ થઇ શકે છે.
લીમડાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક છે. લીમડો ગુણકારી છે. આર્યુવેદિકમાં પણ લીમડાનો અનેક ઘણું મહત્વ છે. લીમડામાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. એનસીબીઆઇના રિસર્ચમાં એ વાત સાબિત થઇ છે કે લીમડાના પાન ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે. લીમડાના પાન સવાર-સવારમાં તમે ચાઓ છો તો લોહીમાં શુગરની માત્રા વધતી નથી અને પેંક્રિયાઝ એનું કામ સારી રીતે કરે છે જેના કારણે ઇન્સ્યુલિનનું ઉત્પાદન સારી રીતે થાય છે.
સિતાફળના પાન
સિતાફળ એક એવું ફળ છે જે ખાવાની મજા આવે છે. સિતાફળના પાનમાં એન્ટી ડાયાબિટિક ગુણ હોય છે. આ પાન ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ સાબિત થાય છે. આ પાનથી હાઇપોગ્લાઇસેમિક ક્ષમતાન સાથે બ્લડ સુગરને ઓછી કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર